બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / After five days of steady gains, the stock market crashed, Sensex and Nifty fell sharply.

અનિશ્ચિત માર્કેટ / પાંચ દિવસની એકધારી તેજી બાદ શેરબજાર થયું ધડામ, સેંસેક્સ અને નીફ્ટીમાં થયો મોટો ઘટાડો

Last Updated: 04:35 PM, 15 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અનિશ્ચિત માર્કેટ ગણાતા શેરબજારમાં સતત પાંચ દિવસની તેજી બાદ મોટો ઘટાડો આવ્યો છે.

  • શેરબજારમા પાંચ દિવસ રહ્યો તેજીનો માહોલ
  • છઠ્ઠા દિવસે શેરબજાર થયું ધડામ
  • સેંસેક્સ 1000 પોઈન્ટ તૂટ્યો
  • નિફ્ટી 300 પોઈન્ટના ઘટાડા સાથે ટ્રેડ 

પાંચ દિવસની એકધારી તેજી બાદ આજે શેરબજારમાં મોટી ઉથલપાથલ સર્જાઈ છે. શેરબજારના બે સૂંચકાંક સેંસેક્સ અને નીફ્ટીમાં મોટો ઘટાડો નોંધાયો છે. મંગળવારે ભારતીય શેર બજારો સવારે તેજી સાથે ખુલ્યા હતા. પરંતુ જેમ જેમ દિવસ આગળ વધતો ગયો તેમ તેમ બજારમાં ઉછાળો જોવા મળ્યો અને બપોર સુધીમાં બજારમાં મોટી વેચવાલી જોવા મળી રહી છે. પાંચ કારોબારી સત્રમાં શાનદાર તેજી જોવા મળ્યા બાદ છઠ્ઠા કારોબારી સત્રમાં બજારમાં નફાવસૂલી જોવા મળી રહી છે. 

બોમ્બે સ્ટોક એક્સચેન્જના સેન્સેક્સમાં 1055 પોઈન્ટનો કડાકો

બોમ્બે સ્ટોક એક્સચેન્જના સેન્સેક્સમાં લગભગ 1055 પોઈન્ટનો કડાકો બોલી ગયો છે. હાલ સેન્સેક્સ 55,438 પર કારોબાર કરી રહ્યો છે. નિફ્ટીમાં પણ 300 પોઇન્ટનો ઘટાડો જોવા મળ્યો છે અને નિફ્ટી 16563 પોઇન્ટ પર કારોબાર કરી રહી છે. બજારનો મૂડ પણ ખરાબ છે કારણ કે યુરોપિયન શેર બજારો લાલ નિશાનમાં કારોબાર કરી રહ્યા છે. અમેરિકી બજારો પણ લાલ નિશાનમાં ખુલવાની આશા છે.

30માંથી 25 શેર્સ લાલ નિશાનમાં ટ્રેડિંગ કરી રહ્યાં છે 

સેન્સેક્સના 30 શેરોમાંથી 25 શેરો લાલ નિશાનમાં કારોબાર કરી રહ્યા છે. માત્ર 5 શેરો લીલા નિશાનમાં કારોબાર કરી રહ્યા છે. સૌથી મોટો ઉછાળો મારુતિ સુઝુકીના શેરમાં જોવા મળ્યો છે, જે 2.40 ટકાના વધારા સાથે 7490 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો હતો, જ્યારે સૌથી મોટો ઘટાડો ટાટા સ્ટીલના શેરમાં જોવા મળ્યો છે, જે 4.39 ટકાના ઘટાડા સાથે 1240 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો છે. નિફ્ટીના 50 શેરોમાંથી 39 લાલ નિશાનમાં કારોબાર કરી રહ્યા છે તેથી માત્ર 11 શેરો લીલા નિશાનમાં કારોબાર કરી રહ્યા છે.

બીએસઈ પર 3439 શેરમાંથી 1179 શેર માત્ર ગ્રીન માર્કમાં 

બીએસઈ પર 3439 શેરમાંથી 1179 શેર માત્ર ગ્રીન માર્કમાં કારોબાર કરી રહ્યા છે જ્યારે 2159 શેર લાલ નિશાનમાં કારોબાર કરી રહ્યા છે. 101 શૅરના ભાવમાં કોઈ ફેરફાર નથી. અપર સર્કિટ સાથે 303 શેરનો વેપાર થાય છે, ત્યારબાદ ૨૩૦ શેર લોઅર સર્કિટ સાથે ટ્રેડ થાય છે. આ ઘટાડા બાદ મુંબઈ શેરબજારનું માર્કેટ કેપિટલાઈઝેશન ઘટીને રૂ.2,50,82,478.62 કરોડ થયું છે.

સંકળાયેલા મુદ્દાઓ

Stock market update stock market stock market news નીફ્ટી શેરબજાર અપડેટ શેરબજાર ન્યૂઝ સેંસેક્સ સ્ટોકમાર્કેટ ન્યૂઝ Stock market
Hiralal
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ