વર્ષો પહેલા કમલા હસન અને રતિની એક ફિલ્મ આવી હતી દૂજે કે લીયે આ ફિલ્મ બાદ ઘણા પ્રેમપંખીડા આપઘાત કરી લીધા હતા. આવો જ એક કિસ્સો રાજકોટમાં સામે આવ્યો છે જેમાં યુવક- યુવતીએ એક ન થઈ શકતા અંતિમ પગલુ ભર્યુ હતુ. જેમાં યુવતીનું મોત થઈ ગયુ છે અને યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જો કે તેની હાલત ગંભીર છે.
યુવક-યુવતીનો આપઘાતનો પ્રયાસ
આપઘાત કરતા પહેલા કર્યો વીડિયો કોલ
સગાઇ બાદ લગ્ન ન થતા અપઘાત
મોત પહેલા કર્યો વીડિયો કોલ
રાજકોટમાં વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. યુવક-યુવતીએ સગાઇ બાદ લગ્ન ન થતા આપઘાત કરી લીધો હતો. બંને જણાએ ફિલ્મી સ્ટાઈલમાં આપઘાત કરતા પહેલા એકબીજાને વીડિયો કોલ કર્યો હતો.
યુવતીનું મોત થયુ યુવક સારવાર હેઠળ
યુવતીએ તેના ઘરે ગળે ફાંસો ખાધો અને યુવકે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો. જેમાં યુવતીનું મોત નિપજ્યું છે જ્યારે યુવક હાલ સારવાર હેઠળ છે. યુવક ચોટીલાના જમોર અને યુવતી થાનની રહેવાસી છે.