After elections in Mahisagar, BJP is back in action
કાર્યવાહી /
ચૂંટણી બાદ ગુજરાત ભાજપ ફરી એક્શનમાં, મહીસાગરમાં પક્ષ વિરોધી કામ કરનાર કાર્યકરો સસ્પેન્ડ
Team VTV08:19 PM, 09 Dec 22
| Updated: 08:36 PM, 09 Dec 22
મહીસાગરમાં ચૂંટણી બાદ ભાજપ ફરી એક્શનમાં; લુણાવાડામાં પક્ષ વિરોધી કામ કરનાર 6 કાર્યકરોને કરાયા સસ્પેન્ડ
મહીસાગરમાં ચૂંટણી બાદ ભાજપ ફરી એક્શનમાં
લુણાવાડામાં પક્ષ વિરોધી કામ કરનાર કાર્યકરો સસ્પેન્ડ
6 કાર્યકર્તાઓ સામે પક્ષ વિરોધી કૃત્ય બદલ કરાઈ કાર્યવાહી
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પરિણામો આવી ગયા છે જેમાં ભાજપને 156 બેઠકો મળી છે. ગુજરાતમાં ફરી મોદી મજિક ચાલ્યું છે તેમજ ચૂંટણી પહેલા અનેક પરિબળો ભાજપ માટે કઠિન્તા બતાવતા હતા પરંતુ દરેક પાસાઓને પસાર કરી અને ભાજપે રેકોર્ડ બ્રેક બેઠકો મેળવી છે. ભાજપે બળવાખોર નેતાઓ પર એક્શન લીધા છે. અનેક જગ્યાએ તમણે કાર્યકરોને તેમજ નેતાઓને સસ્પેન્ડ પણ કર્યા છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અગાઉ પણ જણાવ્યું છે કે, પાર્ટી શિસ્તભંગ જરા પણ ચલાવી નહીં લે અને અનેક નેતા અને કાર્યકરોને પદ પરથી બરતરફ કર્યા છે તેમને જણાવી દઈએ કે, મહીસાગરમાં ચૂંટણી બાદ ભાજપ હવે ફરી એક્શનમાં આવ્યું છે અને પક્ષ વિરોધી કામ કરનાર કાર્યકર્તાઓને સસ્પેન્ડ કર્યો છે.
મહીસાગરમાં ભાજપ એક્શનમાં
મહીસાગરમાં ચૂંટણી બાદ ભાજપ હવે ફરી એક્શનમાં આવ્યુ છે. લુણાવાડા વિધાનસભામાં પક્ષ વિરોધી કામ કરનાર કાર્યકરોને સસ્પેન્ડ કરાયા છે. 6 કાર્યકર્તાઓ સામે પક્ષ વિરોધી કૃત્ય બદલ કાર્યવાહી કરાઈ છે. ચૂંટણી પરિણામ જાહેર થાય બાદ સસ્પેન્ડ કરતા રાજકારણ વધુ એક વાર ગરમાયો છે. પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર કાર્યકરોને ભાજપે હોદ્દા પરથી દૂર કર્યા છે. અત્યાર સુધીમા લુણાવાડામાં 50 આગેવાનોને સસ્પેન્ડ કરાયા છે.
પક્ષ વિરોધી કાર્ય બદલ સસ્પેન્ડ
ભાજપમાંથી અપક્ષ ઉમેદવારી કરનાર સામે સી.આર.પાટીલની લાલ આંખ કરી હતી અને જેમને તમામને તેમના હોદ્દા પરથી હટાવ્યા હતાં. તે સમય તેમણે જણાવ્યું હતું કે, ચૂંટણી લડવાનો સૌને અધિકાર છે. તેમજ તેમજ પક્ષ વિરોધી કામગીરી કરતા ભાજપના કાર્યકરોને વિવિધ જિલ્લામાં સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.