બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / છૂટાછેડા બાદ નતાશા સ્ટેનકોવિકે પ્રથમ પોસ્ટ કરી શેર, સામે હાર્દિકે પણ આપ્યું રિએક્શન, ફેન્સે લખ્યું 'પ્યાર તો અભી ભી..'
Last Updated: 09:01 AM, 25 July 2024
બોલિવૂડ અભિનેત્રી નતાશા સ્ટેનકોવિક અને ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાએ તાજેતરમાં જ તેમના અલગ થવાની જાહેરાત કરી હતી. નતાશા સ્ટેનકોવિક પુત્ર અગસ્ત્ય સાથે તેના દેશ સર્બિયા પરત ફરી છે. આ પછી હાર્દિક પંડ્યાનું નામ અનન્યા પાંડે સાથે જોડાવા લાગ્યું પરંતુ આ અટકળો જ છે એવું લાગી રહ્યું છે. આ દરમિયાન નતાશા સ્ટેનકોવિચે કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે અને આ પોસ્ટ પર હાર્દિક પંડ્યાએ પ્રતિક્રિયા આપી છે.
ADVERTISEMENT
આ તસવીરોમાં નતાશા સ્ટેનકોવિક તેના પુત્ર અગસ્ત્ય સાથે જોવા મળી રહી છે. સર્બિયાથી શેર કરવામાં આવેલી તસવીરોમાં અભિનેત્રી તેના પુત્ર સાથે એન્જોય કરતી જોવા મળી હતી. નતાશા સ્ટેનકોવિકની આ પોસ્ટ પર હાર્દિક પંડ્યાએ પણ પ્રતિક્રિયા આપી છે. હાર્દિક પંડ્યાએ એક નહીં પરંતુ બે વખત કોમેન્ટ કરી છે. હાર્દિક પંડ્યાએ એકવાર નતાશા સ્ટેનકોવિકની પોસ્ટ પર હાર્ટ ઇમોજી બનાવ્યું અને બીજી વખત ત્રણ ઇમોજી શેર કર્યા છે.
ADVERTISEMENT
🥹❤️ pic.twitter.com/VTO7voSGBU
— Out Of Context Cricket (@GemsOfCricket) July 24, 2024
નતાશા તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી શેર કરતી હતી અને હાર્દિક પંડ્યાથી અલગ થયા પછી તેની પ્રથમ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ શેર કરી છે. નતાશાએ ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે. તસવીરોમાં તે તેના પુત્ર સાથે ડાયનાસોર પાર્કમાં ફરતી જોવા મળે છે.
હાર્દિકની કમેન્ટ જોયા બાદ નેટીઝન્સ આ પોસ્ટ પર પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું- 'ભાઈના મનમાં હજુ પણ પ્રેમ છે'. બીજાએ લખ્યું- 'અલગ થયા પણ પ્રેમ બાકી છે'. અન્ય યુઝરે લખ્યું- 'ભાઈને સાચો પ્રેમ હતો'. હાર્દિકના ભાઈ કૃણાલ પંડ્યાએ પણ આ પોસ્ટ પર કોમેન્ટ કરી છે.
જણાવી દઈએ કે નતાશા સ્ટેનકોવિક અને હાર્દિક પંડ્યાએ વર્ષ 2020 માં લગ્ન કર્યા હતા. વર્ષ 2020માં નતાશા સ્ટેનકોવિક અને હાર્દિક પંડ્યા પુત્ર અગસ્ત્યના માતા-પિતા બન્યા હતા. નતાશા સ્ટેનકોવિક અને હાર્દિક પંડ્યાએ વર્ષ 2023માં ફરી ગ્રાન્ડ વેડિંગ કરી હતી. હવે વર્ષ 2024માં નતાશા સ્ટેનકોવિક અને હાર્દિક પંડ્યાએ અલગ થવાનો નિર્ણય કર્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
World Cup Qualifiers / FIFA વર્લ્ડકપ 2026 માટે સીધો જ ક્વૉલિફાય થઇ ગયો આ દેશ, જુઓ કઇ રીતે
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.