બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / NRI News / ઓસ્ટ્રેલિયાના નિર્ણયથી લાખો ભારતીય વિદ્યાર્થીઓને ઝટકો, કોરોનાકાળમાં લીધેલો નિર્ણય બદલ્યો

NRI News / ઓસ્ટ્રેલિયાના નિર્ણયથી લાખો ભારતીય વિદ્યાર્થીઓને ઝટકો, કોરોનાકાળમાં લીધેલો નિર્ણય બદલ્યો

Last Updated: 02:13 PM, 27 August 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેનેડામાંથી ભારતીય વિદ્યાર્થીઓની હાકલપટ્ટી બાદ હવે ઓસ્ટ્રેલિયા પણ હાકલપટ્ટી માટે તૈયાર, ઓસ્ટ્રેલિયાના નવા નિયમથી વિદ્યાર્થીઓથી લઈને નોકરિયાત સુધી દરેકની મુશ્કેલી વધશે.

કેનેડાના નિયમ બદલાવાના કારણે ભારતીય વિદ્યાર્થીઓને મોટું નુકસાન થયું હતું. ત્યાર બાદ હવે ઓસ્ટ્રેલિયાએ પણ ભારતીય વિદ્યાર્થીઓને મોટો ઝટકો આપ્યો છે. ઓસ્ટ્રેલિયાની સરકારે મંગળવારે જાહેર કર્યું કે તે 2025 સુધી આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યા 270,000 સુધી સીમિત કરશે, કારણ કે રેકોર્ડ માઈગ્રેશનને કારણે અહીં પ્રોપર્ટીના ભાવ (ભાડાના મકાનો) વધ્યા છે.

visa

શિક્ષણ મંત્રી જેસન કલેયરે કહ્યું કે પહેલાના પ્રમાણમાં આજે અમારા વિશ્વવિદ્યાલયોમાં  લગભગ 10% કરતાં વધારે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી છે અને પ્રાઇવેટ વોકેશનલ અને ટ્રેનિંગ પ્રોવાઇડરમાં લગભગ 50% વધારે છે, એટલા માટે થોડું કડક થવાનો પ્લાન  બનાવવામાં આવ્યો છે. આના પહેલા વિદેશી વિદ્યાર્થીના વિઝાની કિંમત બમણી કરી હતી.      

કોરોના પછી રાહત આપવામાં આવી હતી

ઓસ્ટ્રેલિયાએ કોવિડ સમયે પ્રવાસીઓની સંખ્યા વધારી દીધી હતી જેથી કંપનીઓને કર્મચારી પૂરતા મળી રહે કારણ કે કોવિડ-19ના સમયે વિદેશી વિદ્યાર્થી અને શ્રમિકોને 2 વર્ષ માટે બહાર રાખવામાં આવ્યા હતા. ભારત, ચીન અને ફિલિપિન્સમાં વિદ્યાર્થીઓ અને કર્મચારી વધવાને કારણે વેતન દબાવને ઘટાડવામાં આવ્યો, પરંતુ હવે પ્રોપર્ટી બજાર ની ડિમાન્ડ વધવા થી થોડું મુશ્કેલ બન્યું છે. ઇમિગ્રેશન 30 સપ્ટેમ્બર, 2023 ના રેકોર્ડ વધારો થયો જે જૂન 2023 ના રોજ પૂરા થયેલા વર્ષમાં 518,000 લોકો કરતાં 60% વધીને રેકોર્ડ 548,800 લોકો પર પહોંચી ગયું છે.

PROMOTIONAL 3

નવા નિયમથી ઘટશે સંખ્યા

શિક્ષણ મંત્રીના કહેવા અનુસાર 2025માં સર્જનીક રૂપથી વિશ્વવિદ્યાલયોમાં લગભગ 145,000 નવા વિદ્યાર્થીની સીમા અને વ્યાવસાયિક સંસ્થામાં લગભગ 95,000 નવા લોકોની સીમા નક્કી કરવામાં આવશે. જે કોરોનાકાળ પહેલાંની સંખ્યાના 7000 ઓછી અને ગયા વર્ષ કરતાં 53,000 ઘટી જશે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે 2023 યુનિવર્સિટીમાં એપ્લિકેશન ફોર્મની સંખ્યા ઘટાડીને 145,000 આસપાસ કરવા આવશે. જ્યારે 2025માં 30000 ઇન્ટરનેશનલ વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકશે અને તાલીમ પ્રદાતા ની સંખ્યા 95,000 ની આસપાસ કરવામાં આવશે. આ સાથે જ જુલાઈ મહિનાથી વિઝાની કિંમત બમણી કરવામાં આવશે, જેથી કરીને ઇમિગ્રેશન 2022-23 માં જે 528000 ને ઘટાડીને 2024-25 સુધીમાં 260,000 કરી શકાય.  

વધુ વાંચો:ભારતીયો માટે ગુડ ન્યુઝ: હવેથી આ પાડોશી દેશની યાત્રા કરવી થશે સરળ, નહીં પડે વિઝાની જરૂર

કેનેડાએ પણ આપ્યો ઝટકો

ઓસ્ટ્રેલિયા પહેલા કેનેડાએ પણ ભારતીય વિદ્યાર્થીઓને મોટો ઝટકો આપ્યો હતો. ત્યાંની સરકારે વિઝાના નિયમોમાં થોડા બદલાવ કર્યા હતા જે 21 જૂનથી લાગુ કરવામાં આવ્યા હતા. નિયમ પ્રમાણે 21 જૂન 2024થી કોઈ વિદેશી નાગરિક પોસ્ટ-ગ્રેજ્યુએશન વર્ક પરમિટ માટે આવેદન નહીં કરી શકે. કેનેડાની સરકારે કહ્યું કે વિદેશી નાગરિકો હવે સરહદ પર પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમિટ માટે અરજી કરી શકશે નહીં. આ નિર્ણયને તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવશે, જેની અસર હજારો ભારતીય વિદ્યાર્થીઓ પર પડશે.

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Canada Post Study Work Permit Australia Post Study Work Permit NRI News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ