Team VTV11:12 AM, 30 Jun 19
| Updated: 11:50 AM, 30 Jun 19
સાંસદ અને બંગાળી અભિનેત્રી નુસરત જહાં (Nusarat Jahan) સંસદમાં શપથ દરમિયાન પોતાની માંગમાં સિંદૂર અને હાથોમાં બંગડીઓ પહરવા પર થઇ રહેલી ટીકાઓ પર જવાબ આપ્યો છે. નુસરત જહાંએ કહ્યું છે કે તે એક સંયુક્ત ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. ટ્વિટર પર જહાંએ કહ્યું, 'હું સંયુક્ત ભારતનું પ્રતિનિધિત્વ કરું છું જે જાતી, પંથ અને ધર્મની મર્યાદાઓથી ઉપર છે.' એમણે સાથે કહ્યું કે, એ આજે પણ મુસ્લિમ છે અને તમામ ધર્મોનું સમ્માન આપે છે.
જહાંએ કહ્યું કે, 'હું આજે પણ મુસ્લિમ છું અને કોઇએ એ વાત પર ટિપ્પ્ણી ન કરવી જોઇે કે હું શું પહેરીશ. શ્રદ્ધા, પહેરવેશથી ઉપર છે અને તમામ ધર્મોમાં અમૂલ્ય સિદ્ધાંતો પર વિશ્વાસ કરવા અને અભ્યાસ કરવામાં અધિક છે.
આઇએએનએસ મુજબ, સંસદમાં 25 જૂને શપથ દરમિયાન સિંદૂર અને બંગડીઓ પહેરવા પર નુસરત જહાંની ટીકા કરવામાં આવી હતી, તેમને બિન મુસ્લિમ બતાવી હતી અને મુસ્લિમોના એક જૂથે તેમના વિરુદ્ધ ફતવો જાહેર કર્યો હતો.
જહાંએ પોતાના સોશિયલ મીડિયા પોસ્ટ પર કેપ્શનમાં લખ્યું, 'કોઇપણ ધર્મના કટ્ટર લોકો દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓ પર ધ્યાન આપવું અને પ્રતિક્રિયા આપવી માત્ર ઘૃણા અને હિંસાને જન્મ આપે છે, અને ઇતિહાસ આ વાતની સાબિતી આપે છે'.