બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / after-coronavirus-another-deadly-pandemic-triggered-by-so-called-disease-x-could-happen-every-five-years

આગાહી / કોરોના વચ્ચે વૈજ્ઞાનિકોએ આપી નવા ઘાતક વાયરસની ચેતવણી, થઈ શકે 7.5 કરોડ લોકોની મોત

Nirav

Last Updated: 08:58 PM, 11 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના વાયરસ મહામારીની વચ્ચે વૈજ્ઞાનિકોએ એક નવા અ વધુ ઘાતક વાયરસની ચેતવણી આપી છે અને કહ્યું છે કે આ વાયરસ માણસો માટે જીવલેણ તો સાબિત થશે જ સાથે જ તે કોરોના કરતાં પણ વધુ ઝડપે ફેલાઈ શકે છે.

  • કોરોના વાયરસ કરતાં પણ વધુ ખતરનાક વાયરસની આગાહી 
  • એક અનુમાન પ્રમાણે ૭.૫ કરોડથી વધુ લોકો મોતને ભેટી શકે છે 
  • એક અબજથી પણ વધુ કેસ સામે આવી શકે છે

આ નવા વાયરસને સંશોધકો દ્વારા ડિઝીસ X એવું નામ આપવામાં આવ્યું છે અને કહેવામાં આવ્યું છે કે આ વાયરસ ઈબોલા વાયરસની જેમ જ ઘાતક સાબિત થઈ શકે છે. WHO નું માનવું છે કે દરેક વર્ષે આ બીમારીના લગભગ એક અબજથી વધુ કેસ સામે આવી શકે છે અને લાખો લોકોની મોત પણ થઈ શકે છે. 

પશુઓની કોઈ પણ પ્રજાતિ આ વાયરસનો સોર્સ બની શકે છે

હેલમહોલટઝ સેન્ટરના ડો. જોસેફ સેટલએ ધ સન ઓનલાઈનને કહ્યું હતું કે જાનવરોની કોઈ પણ પ્રજાતિ આ વાયરસનો રિસોર્સ બની શકે છે અને એક મોટી સંભાવના પ્રમાણે આ એવી પશુ પ્રજાતિઓ માટે સૌથી વધુ છે જે ઉંદર અને ચામાંચીડિયા જેવી વધુ છે અને તેમણે વધુમાં કહ્યું હતું કે આ વસ્તુ આ પ્રજાતિઓની અનુકૂલન ક્ષમતા પર પણ અવલંબે છે. 

જો કે હાલમાં આ બીમારીના વિશે ખાસ કોઈ જાણકારી મળી નથી, પરંતુ સંશોધકોનું માનવું છે કે આ અજ્ઞાત બીમારી આગલી મહામારી બની શકે છે અને મહત્વનું છે કે આ બીમારીનો એક કેસ આફ્રિકી  દેશ કોંગોમાં મળી આવ્યો હતો, જેને ખૂબ જ તીવ્ર તાવ હતો અને ઇન્ટરનલ બ્લીડિંગ પણ થઈ રહી હતી. જો કે તેનો ઈબોલા ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને તે નેગેટિવ આવ્યો હતો. 

બ્લેક ડેથ કરતાં પણ વધુ લોકો મોત પામી શકે છે 

વૈજ્ઞાનિકોએ આ વાતનો ડર છે કે આવનારી મહામારી બ્લેક ડેથ કરતાં પણ વધુ ગંભીર બની શકે છે, નોંધનીય છે કે બ્લેક ડેથ એ મહામારી છે કે જેમાં લગભગ ૭.૫ કરોડથી વધુ લોકોના મોત થયા હતા, પરંતુ હવેનો નવો ડિસિઝ એક્સ વાયરસ આ મહામારી કરતાં પણ વધુ ગંભીર અને ખતરનાક હોય શકે છે, એટલું જ નહીં આવનારા સમયમાં માનવ જાતિને દર પાંચ વર્ષે એક નવી મહામારીનો સામનો કરવો પડશે આ મતલબની આગાહી પણ કરવામાં આવી છે. આ વિશે EcoHealth Allianceના અનુસાર દુનિયામાં લગભગ ૧.૬૭ મિલિયન અજ્ઞાત વાયરસ છે જેમાંથી ૮૨૭૦૦૦ જેટલા વાયરસ માનવીના શરીરમાં જાનવરો દ્વારા પ્રવેશી ચૂક્યા છે.

કોરોના આ બાબતનો જ ઉદાહરણ છે અને કેવી રીતે અન્ય વાયરસો જે પશુઓમાંથી માનવીના સંપર્કમાં આવી જાય છે અને તેના માટે જીવલેણ બની શકે છે.  બર્ડ ફ્લૂ, સાર્સ, મર્સ, નિપાહ અને યેલો ફીવર આ બધા જ આવા વાયરસના સામાન્ય ઉદાહરણ છે જે પહેલા જાનવરોમાં ઉત્પન્ન થયા અને પછીથી માણસોમાં પ્રવેશી ગયા. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Corona Virus Corona pandemic black death covid 19 unknown virus કોરોના મહામારી Warning
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ