કોમી એખલાસ માટે આગેવાનો અને પોલીસની મહત્વની ભૂમિકા
વડોદરાના સમલાયા ગામે કોમી રમખાણની ઘટના બનવા પામી હતી. જેમાં પોલીસે હિન્દુ તેમજ મુસ્લિમ સમાજના લોકોની ધરપકડ કરી હતી. ત્યારે આ કોમી રમખાણની ઘટનામાં દાખલારૂપ ઉકેલ આવ્યો છે. જેમાં હિન્દુ આરોપીના મુસ્લિમ સમાજના લોકો જામીન બન્યા હતા. જ્યારે મુસ્લિમ આરોપીના હિન્દુ સમાજના લોકો જામીન બન્યા હતા. ત્યારે કોમી એખલાસ જાળવવાનાં ભાગરૂપે આગેવોને અને પોલીસની ઉમદા કામગીરી કરી છે. જેમાં કોમી એખલાસ જાળવવા આગેવાનો અને પોલીસની ઉમદા પહેલ કરવામાં આવી છે. જેમાં સમલાયા ગામમાં શુક્રવારે લગ્નનાં વરઘોડામાં પથ્થરમારો થયો હતો. બંને પક્ષના 37 આરોપીઓની પોલીસે ધરપકડ કહી હતી. જેમાં પોલીસે 21 હિન્દુ આરોપીના મુસ્લિમ સમાજના લોકો જામીન બન્યા હતા. જ્યારે 15 મુસ્લિમ આરોપીના હિન્દુ સમાજના લોકો જામીન બન્યા હતા. ત્યારે કોમી એખલાક માટે આગેવાનો અને પોલીસની મહત્વની ભૂમિકા રહેવા પામી છે.
ગામમાં ભાઈચારો અને શાંતિ જળવાઈ રહે તે માટે અમે હિન્દુ ભાઈઓનાં જામીન આપીશુંઃમુસ્લિમ સમાજના આગેવાન
ત્યારે આ બાબતે મુસ્લિમ સમાજના આગેવા નજરભાઈ સૈયદે જણાવ્યું હતું કે આ બનાવ બન્યો જે બાદ ગામમાં શાંતિ થયા બાદ પોલીસ સ્ટેશનમાંથી અમને જણાવવામાં આવ્યું કે ગામમાં પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક રાખવામાં આવી હતી. જેમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આવીને ગ્રામજનોને સમજ આપી હતી. જેથી અમે નક્કી કર્યું કે મુસ્લિમ ભાઈઓનાં જામીન હિન્દુ ભાઈઓ આપશે. જ્યારે હિન્દુ ભાઈઓનાં જામીન મુસ્લિમ ભાઈઓ આપશે. જેથી ગામમાં ભાઈચારો અને શાંતિ જળવાયેલી રહે.
બનાવની ગંભીરતા જોઈ પોલીસ દ્વારા હિન્દુ તેમજ મુસ્લિમ સમાજના લોકોની ધરપકડ કરી હતી
આ બાબતે તાલુકા પોલીસ સ્ટેશન પી.આઈ. વી.જી.લાબરિયાએ કહ્યું હતું કે વડોદરાનાં સમલાયાં ગામ ખાતે બે જૂથ વચ્ચે જૂથ અથડામણનો બનાવ બનવા પામ્યો હતો. ત્યારે પરિસ્થિતિની ગંભીરતા સમજીને પોલીસ દ્વારા હિન્દુ તેમજ મુસ્લિમ સમાજના લોકોની ધરપકડ કરી હતી. જે બાદ ગામમાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા શાંત સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉચ્ચ અધિકારીઓની સમજાવટ બાદ સમગ્ર મામલો શાંત પડ્યો હતો અને કોમી એખલાસ જળવાય તે માટે મુસ્લિમ ભાઈઓ દ્વારા હિન્દુ ભાઈઓનાં જામીન આપ્યા છે. જ્યારે મુસ્લિમ ભાઈઓનાં હિન્દુભાઈઓએ જામીન આપ્યા હતા.