એક ટ્વિટર યુઝરે ટ્વિટરના નવા માલિક એલન મસ્કને પૂછ્યું કે જો એપલ અને ગૂગલે તેમના પ્લે સ્ટોર પરથી ટ્વિટર હટાવી દીધું તો શું થશે. આના પર એલન મસ્કે કહ્યું કે આવી સ્થિતિ નહીં થાય પરંતુ જો આવું થશે તો તે પોતાનો ફોન બનાવશે.
શું હવે ફોન બનાવશે એલન મસ્ક?
યુઝરના ટ્વીટનો આપ્યો જવાબ
જાણો શું છે સમગ્ર મામલો
શું ટ્વિટરના નવા માલિક એલન મસ્ક હવે તેમની સ્માર્ટફોન કંપની ખોલશે? સોશિયલ મીડિયા યુઝર્સ આ સવાલ પૂછી રહ્યા છે. તેની પાછળનું કારણ એલન મસ્કનું એક ટ્વિટ છે. જ્યારથી મસ્કે ટ્વિટર ખરીદ્યું છે. ત્યારથી ભાગ્યે જ કોઈ દિવસ એવો પસાર થયો છે કે તેણે હેડલાઈન્સ ન બનાવી હોય. મસ્ક ટ્વિટર પર ખૂબ જ એક્ટિવ છે અને તેની દરેક ટ્વિટ વાયરલ થાય છે.
હવે મસ્ક કહી રહ્યા છે કે જો તેમને ટ્વિટર માટે સ્માર્ટફોન બનાવવો પડશે તો તે ચોક્કસ બનાવશે. હકીકતે એક હોસ્ટે એક ટ્વિટ કર્યું હતું. જેમાં તેણે પૂછ્યું કે જો Apple અને Google ટ્વિટરને તેમના એપ સ્ટોરમાંથી હટાવી દે તો શું થશે.
I certainly hope it does not come to that, but, yes, if there is no other choice, I will make an alternative phone
એક હોસ્ટે કર્યું હતું આવુ ટ્વીટ
એક હોસ્ટે ટ્વીટ કરી લખ્યું, "જો એપલ અને ગૂગલ તેમના એપ સ્ટોર્સમાંથી ટ્વિટરને હટાવે છે તો મસ્કને પોતાનો સ્માર્ટફોન બજારમાં લાવવો જોઈએ. અડધો દેશ ખુશી ખુશી જાસૂસી કરતા આઇફોન અને એપલને છોડી દેશે. મંગળ પર જવા માટે આ વ્યક્તિએ રોકેટ બનાવ્યું છે. એક નાનકડો સ્માર્ટફોન તો ખૂબ જ સરળ કામ હશે."
મસ્કે શું આપ્યો જવાબ?
લિઝ વ્હીલરના આ ટ્વીટનો એલન મસ્કે જવાબ આપ્યો છે. મસ્કે કહ્યું, 'મને ખાતરી છે કે આવી સ્થિતિ નહીં આવે. પણ હા, જો બીજો કોઈ વિકલ્પ ન હોય તો હું અલગ ફોન બનાવીશ. આ ટ્વીટ બાદ સોશિયલ મીડિયા યુઝર્સ કહી રહ્યા છે કે મસ્ક હવે પોતાનો સ્માર્ટફોન લોન્ચ કરી શકે છે.