બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Politics / 'ભાજપે ભાજપનું કામ કર્યુ, અમે અમારુ કામ કર્યુ છે' સસ્પેન્શન પર માવજી પટેલની પ્રતિક્રિયા
Last Updated: 03:20 PM, 10 November 2024
ભાજપમાંથી સસ્પેન્ડ કરાયા બાદ માવજી પટેલની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે ભાજપે ભાજપનું કામ કર્યું અમે અમારૂં કામ કર્યુ છે, તેમણે કહ્યું કે ભાજપે મને કોઇ હોદ્દો આપ્યો જ નહોતો તો પાછો ક્યાંથી લેશે ! તેમણે વધુમાં કહ્યું કે અમે કોઇ પાર્ટીની મહેરબાનીથી નથી જીવતા, અમે પ્રજાની મહેરબાનીથી જીવીએ છીએ. સાથે જ માવજી પટેલે કહ્યું કે આગળની તૈયારી કરીને જ મેદાનમાં ઉતર્યા છીએ.
ADVERTISEMENT
મહત્વનું છે કે વાવ વિધાનસભા બેઠક પરની પેટા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી નોંધાવનાર માવજીભાઇ પટેલને ભાજપે પક્ષમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.. પક્ષવિરોધી પ્રવૃતિ બદલ તેમની સામે પગલા લેતા તેમને સસ્પેન્ડ કરી દેવાયા. માત્ર માવજીભાઇ જ નહીં માવજી પટેલ સહિત કુલ પાંચ આગેવાનોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
ભાભર માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન લાલજી ચૌધરીને પણ સસ્પેન્ડ કરી દેવાયા છે.. માર્કેટયાર્ડના ચેરમેન દલરામ પટેલને પણ સસ્પેન્ડ કરાયા. સૂઈગામ તાલુકાના પૂર્વ મહામંત્રી જામા પટેલને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT
વાવ બેઠક પર 3,10,681 મતદારો છે
વાવ વિધાનસભા મતવિસ્તારમાં કુલ 321 પોલીંગ સ્ટેશન આવેલા છે. જેમાં તા.15 ઑક્ટોબર, 2024 સુધીમાં 1,61,293 પુરૂષ, 1,49,387 સ્ત્રી અને 01 થર્ડ જેન્ડર મળી કુલ 3,10,681 મતદારોનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, સ્થાનિક ધારાસભ્ય ગેનીબેન ઠાકોર ગત લોકસભાની સામાન્ય ચૂંટણીમાં વિજેતા થવાથી તેમના રાજીનામાના કારણે વાવ વિધાનસભા બેઠક ખાલી પડી હતી.
આ બેઠકનો રાજકીય ઈતિહાસ
1998થી 2022 સુધી યોજાયેલી વિધાનસભાની ચૂંટણીના પરિણામ વિશે વાત કરીએ તો 1998માં કોંગ્રેસના ઉમેદવાર હેમાજી રાજપૂત જીત્યા હતા. તો વર્ષ 2002માં પણ કોંગ્રેસ તેમને રિપીટ કરતા હેમાજી રાજપૂતએ ફરી જીતનો પરચમ લહેરાવ્યો હતો. જોકે, વર્ષ 2007માં ભાજપે કોંગ્રેસની આ બેઠક છીનવી લીધી હતી. 2007માં ભાજપના ઉમેદવાર પરબત પટેલનો અને 2012માં ભાજપના શંકર ચૌધરીનો વિજય થયો હતો. 2017 અને 2022માં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો વિજય થયો હતો.
વાવ બેઠકના જાતિગત સમીકરણો
આ બેઠક પર અંદાજિત જાતિકરણ સમીકરણો તપાસીએ તો ઠાકોર સમાજના 27.4 ટકા, ચૌધરી પટેલ 16.3 ટકા, દલિત 11.9 ટકા, બ્રાહ્મણ 9.1 ટકા, રબારી 9.1 ટકા મતદારો છે. કોંગ્રેસનો ગઢ ગણાતી આ બેઠક પર આ ચૂંટણી ભારે રસાકસીનો જંગ જોવા મળી શકે છે.
આ પણ વાંચોઃ વાવ પેટાચૂંટણી પહેલા માવજી પટેલ સહિત અનેક નેતાઓ ભાજપમાંથી બરખાસ્ત, પાટિલની કાર્યવાહી
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.