દેશભરમાં સરકાર દ્વારા માત્ર એક ટેક્સ GST લાગુ કરવામાં આવ્યો છે. લોકોને પરેશાની ન થાય તે માટે GST લાગુ કરવામાં આવ્યુ હતું. જ્યારે એક વર્ષ થયા બાદ હવે GSTના કલેક્શનમાં ઘટાડો થયો છે.
એપ્રિલથી ઓગસ્ટ દરમિયાનના સમયગાળામાં GSTના કલેક્શનમાં 13 ટકાનો ઘટાડો થયો છે. ચાલુ વર્ષમાં GST કલેક્શનનો લક્ષ્યાંક ચૂકાય તેવી શક્યતા છે. ગુજરાતમાં પણ GSTના કલેક્શનનો ઘટાડો થયો છે.
ગુજરાતમાં GSTના કલેક્શનમાં 14 ટકાનો ઘટાડો થયો છે. જ્યારે દેશનાં 6 રાજ્યોમાં GSTના કલેક્શનમાં વધારો થયો છે. દેશમાં સૌથી વધુ મિઝોરમમાં 50 ટકા GSTનુ કલેક્શન થયુ છે.