બ્રેકિંગ ન્યુઝ
VTV / After a break Congress's bharat jodo yatra will resume from today
Malay
Last Updated: 11:40 AM, 3 January 2023
ADVERTISEMENT
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની 'ભારત જોડો યાત્રા' આજથી ફરી શરૂ થઈ છે. દિલ્હીના કાશ્મીરી ગેટ ખાતે આવેલા પ્રાચીન હનુમાન મંદિરમાં દર્શન કર્યા બાદ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ આ પદયાત્રા શરૂ કરી છે. દિલ્હી રમખાણોથી પ્રભાવિત મૌજપુર, જાફરાબાદ, ગોકુલપુરી થઈને આ યાત્રા ઉત્તર પ્રદેશમાં પ્રવેશ કરશે. ઉત્તર પ્રદેશના લોનીથી ગાઝિયાબાદ થઈને આ યાત્રા બાગપત પહોંચશે અને અહીં જ રાત્રિ રોકાણ કરવામાં આવશે.
ADVERTISEMENT
યુપીના ત્રણ જિલ્લામાંથી નીકળશે યાત્રા
યુપીના કુલ 75 જિલ્લાઓમાંથી ભારત જોડો યાત્રા માત્ર આ ત્રણ જિલ્લામાંથી નીકળશે, પરંતુ આ દરમિયાન રાહુલ ગાંધી રાજકીય સમીકરણો સાધતા જોવા મળશે. યુપીમાં યાત્રાની શરૂઆત ગાઝિયાબાદ જિલ્લાની લોની વિધાનસભાથી થશે, જે ગાઝિયાબાદ લોકસભાનો એક ભાગ છે. રાહુલ ગાંધી 3 જાન્યુઆરીએ સભાને સંબોધિત કરશે અને આગામી બે દિવસ બાગપત અને શામલીમાં વિતાવશે, જે યુપીની રાજનીતિની દ્રષ્ટિએ સૌથી મહત્વપૂર્ણ છે.
જાટલેન્ડમાં કોંગ્રેસના સમીકરણ સાધતા જોવા મળશે રાહુલ
કોંગ્રેસની ભારત જોડો યાત્રા મંગળવારે ગાઝિયાબાદની લોની બોર્ડરથી ઉત્તર પ્રદેશમાં પ્રવેશ કરશે. રાહુલ ગાંધી સાથે પ્રિયંકા ગાંધી પણ પદયાત્રા કરતા જોવા મળશે, જ્યારે ખેડૂત રાકેશ ટિકૈત પણ તેમાં ભાગ લેશે. ત્રણ દિવસમાં રાહુલ ગાંધી યુપીના જાટલેન્ડમાં કોંગ્રેસના સમીકરણ સાધતા જોવા મળશે.
દિલ્હી પોલીસે જારી કરી ટ્રાફિક એડવાઈઝરી
દિલ્હીમાં ભારત જોડો યાત્રાને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસે ટ્રાફિક એડવાઈઝરી જારી કરી છે. દિલ્હી પોલીસે દિલ્હીના ઉત્તર પૂર્વીય વિસ્તારો (જૂની દિલ્હીના ઘણા વિસ્તારો, લોહા પુલ, પુષ્ટા રોડ, જાફરાબાદ, મૌજપુર, ગોકુલપુરી)માં ભારે જામ થવાની આશંકા વ્યક્ત કરી છે.
'ભારત જોડો યાત્રા' 9 દિવસ પછી આજથી ફરી શરૂ
રાહુલ ગાંધીના નેતૃત્વમાં 'ભારત જોડો યાત્રા' નવ દિવસ પછી આજથી ફરી શરૂ થઈ છે. ઉત્તર પ્રદેશ કોંગ્રેસના નેતાઓના જણાવ્યા અનુસાર, યાત્રા 3 જાન્યુઆરીએ તેમના રાજ્યમાં પ્રવેશ કરશે અને 120 કિલોમીટરનું અંતર કાપીને 5 જાન્યુઆરીએ હરિયાણા પહોંચશે. કોંગ્રેસની ભારત જોડો યાત્રા 24 ડિસેમ્બરે દિલ્હીના લાલ કિલ્લા પર પહોંચી હતી. આ યાત્રા 110 કરતાં વધુ દિવસમાં 3,000 કિલોમીટરથી વધુનું અંતર કાપી ચૂકી છે.
7 સપ્ટેમ્બરે થઈ હતી શરૂ
વિશ્રામ પહેલા ભારત જોડો યાત્રા દક્ષિણી રાજ્યોમાંથી શરૂ થઈને રાજસ્થાન અને દિલ્હી સુધી પહોંચી હતી. 7 સપ્ટેમ્બરના રોજ કન્યાકુમારીથી શરૂ થયેલી આ યાત્રા અત્યાર સુધીમાં તમિલનાડુ, કેરળ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના કેટલાક ભાગોને કવર કરી ચૂકી છે. તેનું સમાપન જમ્મુ-કાશ્મીરમાં સમાપ્ત થશે.
કોંગ્રેસે કર્યો આ દાવો
કોંગ્રેસે દાવો કર્યો છે કે, આ ભારતના ઈતિહાસમાં કોઈપણ ભારતીય રાજનેતા દ્વારા આ સૌથી લાંબી પદયાત્રા છે. આ યાત્રાની સાથે રાહુલ ગાંધીનો હેતુ પક્ષના કાર્યકરોને એકત્ર કરવાનો અને દેશમાં ભાજપની "વિભાજનકારી રાજનીતિ" સામે સામાન્ય જનતાને એક કરવાનો છે.
'હાથ સે હાથ જોડો' અભિયાન શરૂ કરવાની તૈયારીમાં કોંગ્રેસ
આપને જણાવી દઈએ કે, 26 જાન્યુઆરીએ શ્રીનગરમાં સમાપ્ત થનારી 'ભારત જોડો યાત્રા' પછી કોંગ્રેસ 'હાથ સે હાથ જોડો' અભિયાન શરૂ કરવાની તૈયારી કરી રહી છે, જેનો હેતુ આ યાત્રાનો સંદેશ દેશભરમાં ફેલાવવાનો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કોંગ્રેસના પૂર્વ કોંગ્રેસે બહેન અને AICCના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાને મહિલાઓ પર વિશેષ ધ્યાન આપવાની સાથે જ દેશભરમાં 'હાથ સે હાથ જોડો' અભિયાનનું નેતૃત્વ કરવાની જવાબદારી સોંપી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.