બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / Tech & Auto / ટેક અને ઓટો / 4G, 5G બાદ હવે ભારત 6Gની રેસમાં, ટોપના 6 દેશોમાં બનાવી જગ્યા
Last Updated: 07:37 PM, 14 October 2024
અત્યારે દરેક લોકો હાઈ સ્પીડ ઇન્ટરનેટની માંગ કરતા હોય છે. ભારતમાં અત્યારે 4G અને 5G ઇન્ટરનેટ કનેક્ટિવિટી ઉપલબ્ધ છે. પણ હવે ભારત પણ 6G ઇન્ટરનેટ તરફ આગળ વધી રહ્યું છે. ભારત 15 થી 24 ઓક્ટોબર દરમિયાન દિલ્હીમાં વર્લ્ડ ટેલિકોમ્યુનિકેશન સ્ટાન્ડર્ડાઇઝેશન એસેમ્બલી (WTSA)નું આયોજન કરી રહ્યું છે. જેમાં 190 દેશોના પ્રતિનિધિઓ ભાગ લેશે. આ ઈવેન્ટ તમામ મહેમાન દેશને 6G, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને બિગ ડેટા જેવી મહત્વની ટેક્નોલોજી વિશે ચર્ચા કરવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડશે. આ કોન્ફરન્સ એશિયામાં પ્રથમ વખત યોજાવા જઈ રહી છે.
ADVERTISEMENT
વધુ વાંચો : ટેલિગ્રામ લાવ્યું ફોન નંબર વેરિફિકેશન ફીચર, જાણો શું છે અને કેવી રીતે કામ કરશે
ADVERTISEMENT
એક એહવાલ અનુસાર,વૈશ્વિક પેટન્ટ ફાઇલિંગમાં ભારતે ટોચના છ દેશોમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. જે એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે કારણ કે આ સ્થાન એ દર્શાવે છે કે ભારત વૈશ્વિક સ્તરે ટેકનોલોજીના ક્ષેત્રમાં આગળ વધી રહ્યું છે. ભારતમાં હાઈ ઈન્ટરનેટ સ્પીડ માટે 4G અને 5G સેવાઓ ઉપલબ્ધ છે. ઘણી કંપનીઓ લોકોને 4G ઇન્ટરનેટ સેવા આપી રહી છે. પરંતુ હજુ 6G સેવા ઉપલબ્ધ નથી.
WTSAનું આયોજન ઇન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયન (ITU) દ્વારા કરવામાં આવે છે. તે સંયુક્ત રાષ્ટ્રની એક એજન્સી છે જે ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજીના વિકાસ અને ઉપયોગને પ્રોત્સાહન આપવાનું કામ કરે છે. WTSAમાં ભાગ લેવા આવતા પ્રતિનિધિઓ 6G માટે જરૂરી માપદંડો પર ચર્ચા કરશે. 6G નેક્સ્ટ જનરેશનની મોબાઈલ નેટવર્ક ટેકનોલોજી છે. તે 5G કરતા અનેકગણું ઝડપી અને વધુ વિશ્વસનીય હશે.
ભારતમાં WTSAનું આયોજન એ એક મહત્વપૂર્ણ ઇવેન્ટ છે. તેનાથી ભારતને વૈશ્વિક સ્તરે ટેકનિકનું નેતૃત્વ દર્શાવવાની તક મળશે. તે ભારતને અન્ય દેશો સાથે સહયોગ કરવાની અને વૈશ્વિક ટેકનીકના માપદંડોને વિકસાવવાની તક પણ પૂરી પાડશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.