સેનામાં 4 વર્ષ નોકરી કર્યાં બાદ અગ્નિવીરોને ઘણા બધા લાભ મળવાના છે તેવી માહિતી કેન્દ્રીય ગૃ઼હમંત્રી અમિત શાહે જાહેર કરી છે.
અગ્નિપથ યોજના પર યુવાનોનો વિરોધ શાંત પાડવાની કોશિશ
4 વર્ષ બાદ યુવાનોને મળશે ઘણા લાભ
અમિત શાહે ટ્વિટ કરીને આપી માહિતી
ગૃહમંત્રી અમિત શાહે રવિવારે ટ્વીટ કરીને કહ્યું કે, અગ્નિવીરની રાષ્ટ્ર-રક્ષાની ભાવનાને સરકાર તરફથી સમર્થન મળી રહ્યું છે. તેમને સીએપીએફ, આસામ રાઇફલ્સ, કોસ્ટ ગાર્ડ અને ડિફેન્સ પીએસયુમાં 10 ટકા અનામત મળશે. તેમણે કહ્યું કે હવે દેશની સેના અગ્નિવીરોના નવા ઉત્સાહ અને જુસ્સાથી સજ્જ થઈ જશે.
भारत सरकार के विभिन्न मंत्रालयों, राज्यों की पुलिस व अनेक सरकारी विभागों ने 4 साल बाद अग्निवीरों के भविष्य को उज्ज्वल बनाने में अपना योगदान देने के लिए कई महत्वपूर्ण घोषणाएं की है।#BharatKeAgniveerpic.twitter.com/uKVFuOp8vB
— Office of Amit Shah (@AmitShahOffice) June 19, 2022
અગ્નિવીરો માટે સરકારે જાહેર કર્યાં અનેક લાભ
ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજનાના વિરોધમાં યુવાનો મોટાપાયે દેખાવ કરી રહ્યાં છે તેઓ આ યોજનાને પાછી ખેંચવાની માગ કરી રહ્યાં છે અને તેને બદલે ફૂલટાઈમ ભરતી કરવાની માગ કરી રહ્યાં છે પરંતુ અગ્નિપથ યોજના પાછી ખેંચવાનો સરકારો કોઈ ઈરાદો નથી, તેની જાહેરાત આજે ટોચના મિલિટરી અધિકારીએ કરી દીધી છે.
યુપીમાં યુવાનોને ભડકાવવાના આરોપમાં 9 લોકોની ધરપકડ
ઉત્તરપ્રદેશમાં રવિવારે પોલીસે ત્રણ જિલ્લામાં પ્રદર્શનકારીઓ સામે કાર્યવાહી કરી હતી. પોલીસે સહરનુપરમાં પાંચ અને ભદોહીમાં ચાર શખ્સોની ધરપકડ કરી છે. દેવરિયામાં ઓછામાં ઓછા આઠ લોકોની અટકાયત કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું હતું કે સહારનપુરમાં ધરપકડ કરાયેલા લોકો વિવિધ રાજકીય પક્ષોના હતા.
અગ્નિપથ એક સ્વૈચ્છિક યોજના- વી.કે.સિંહ
કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજના સામે દેશના વિવિધ ભાગોમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શન અંગે કેન્દ્રીય મંત્રી અને પૂર્વ સેના પ્રમુખ વી કે સિંહે કહ્યું છે કે આ એક સ્વૈચ્છિક યોજના છે. જેને પણ તેમાં આવવું હોય, આવે. તમને જોડાવા માટે કોણે કહ્યું? તમે બસો અને ટ્રેનો કેમ સળગાવો છો? શું કોઈએ તમને સેનામાં આવવાનું કહ્યું છે?