બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:45 AM, 29 May 2024
Pakistan News : પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે 25 વર્ષ બાદ એક મોટો ખુલાસો કર્યો છે. વાત જાણે એમ છે કે, નવાઝ શરીફે મંગળવારે સ્વીકાર્યું કે, પાકિસ્તાને 1999માં તેમના અને પૂર્વ વડાપ્રધાન અટલ બિહાર વાજપેયી દ્વારા ભારત સાથેના કરારનું ઉલ્લંઘન કર્યું છે. પૂર્વ PMએ આ વાત કારગીલમાં જનરલ પરવેઝ મુશર્રફ દ્વારા કરવામાં આવેલા હુમલાના સ્પષ્ટ સંદર્ભમાં કહી હતી. પાકિસ્તાનના પરમાણુ પરીક્ષણોની 26મી વર્ષગાંઠ નિમિત્તે PML-Nની બેઠકમાં લોકોને સંબોધતા તેમણે કહ્યું હતું કે, 28 મે, 1998ના રોજ પાકિસ્તાને પાંચ પરમાણુ પરીક્ષણો કર્યા હતા તે અંગે ભારતની સંસદમાં જાણ કરવામાં આવી હતી પાકિસ્તાને ભારતના હુમલાનો જવાબ પાંચ બ્લાસ્ટથી આપ્યો છે.
ADVERTISEMENT
નવાઝ શરીફે કહ્યું કે, તે પછી ભારતના તત્કાલિન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી લાહોર આવ્યા હતા અને તેમને એક વચન આપ્યું હતું, જે દરમિયાન 'લાહોર કરાર' પર હસ્તાક્ષર થયા હતા. બંને દેશો વચ્ચે શાંતિ અને સ્થિરતાના વિઝનની વાત કરતી સમજૂતીને મોટી સફળતા મળી. અમે એ વચનની વિરુદ્ધ ગયા એ અલગ વાત છે. તેમણે કહ્યું કે, આ કરાર તોડવા માટે પાકિસ્તાન દોષિત છે.
પાકિસ્તાને ભારત સાથેના કરારનું ઉલ્લંઘન કર્યું હતું
ADVERTISEMENT
જનરલ પરવેઝ મુશર્રફના કારગિલ દુ:સાહસના સ્પષ્ટ સંદર્ભમાં ઈસ્લામાબાદે 1999માં તેમના અને ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી દ્વારા ભારત સાથેના કરારનું ઉલ્લંઘન કર્યું હતું. સમજૂતીના થોડા મહિના પછી જ કારગિલ યુદ્ધ થયું હતું. શરીફે કહ્યું કે, અમેરિકી રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટને પાકિસ્તાનને પરમાણુ પરીક્ષણો કરવાથી રોકવા માટે 5 બિલિયન યુએસ ડોલરની ઓફર કરી હતી પરંતુ તેઓએ તેને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. નવાઝે કહ્યું કે, જો તેમની જગ્યાએ (પૂર્વ વડાપ્રધાન) ઈમરાન ખાન જેવા વ્યક્તિ હોત તો તેમણે ક્લિન્ટનની ઓફર સ્વીકારી હોત.
આ સાથે 72 વર્ષીય નવાઝ શરીફે એ પણ જણાવ્યું કે કેવી રીતે તેમને પાકિસ્તાનના તત્કાલિન ચીફ જસ્ટિસ સાકિબ નિસાર દ્વારા 2017માં એક ખોટા કેસમાં વડાપ્રધાન પદ પરથી હટાવવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે, તેમની સામેના તમામ કેસ ખોટા છે જ્યારે પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના સ્થાપક નેતા ઈમરાન ખાન વિરુદ્ધના કેસ સાચા છે. આ સાથે નવાઝ શરીફે તેમના નાના ભાઈ અને પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફની પણ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે, શરીફ દરેક ખરાબ સમયમાં તેમની સાથે છે. અમારી વચ્ચે મતભેદો ઉભી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ શાહબાઝ મારા પ્રત્યે વફાદાર રહ્યા. શહેબાઝને પણ ભૂતકાળમાં પીએમ બનવા અને મને છોડી દેવા માટે કહેવામાં આવ્યું હતું, પરંતુ નવાઝ શરીફે કહ્યું હતું કે, પીએમએલ-એન પ્રમુખ પદ સંભાળ્યા બાદ તેઓ પાર્ટીને મજબૂત કરવાના પ્રયાસો ફરી શરૂ કરશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.