બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / 25 દિવસ બાદ સૈફ અલી ખાને જણાવ્યું હુમલાની રાતનું સત્ય, ક્યારે શું થયું જાણો આખો ઘટનાક્રમ

આપવીતી / 25 દિવસ બાદ સૈફ અલી ખાને જણાવ્યું હુમલાની રાતનું સત્ય, ક્યારે શું થયું જાણો આખો ઘટનાક્રમ

Last Updated: 10:49 AM, 10 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર 16 જાન્યુઆરીએ હુમલો થયો હતો. ચોરીના ઇરાદે એક અજાણ્યો વ્યક્તિ ઘરમાં ઘૂસી ગયો અને રોકવામાં પર તેણે સેફલીખાન પર હુમલો કર્યો.

Saif Ali Khan First Reaction After Knife Attack: બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર 16 જાન્યુઆરીએ હુમલો થયો હતો. ચોરીના ઇરાદે એક અજાણ્યો વ્યક્તિ ઘરમાં ઘૂસી ગયો અને રોકવામાં પર તેણે સેફલીખાન પર હુમલો કર્યો. હુમલાની રાત્રે અભિનેતાને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હવે તે સ્વસ્થ થઈ ગયો છે અને ઘરે પાછો ફર્યો છે અને ટૂંક સમયમાં શૂટિંગમાં પાછો ફરશે. દરમિયાન, પહેલીવાર અભિનેતાએ હુમલાની રાત વિશે સંપૂર્ણ સત્ય જણાવ્યું છે.

saif ali khan

16 જાન્યુઆરી જ્યારે એક અજાણ્યો વ્યક્તિ ચોરીના ઇરાદે સૈફ અલી ખાનના ઘરમાં ઘૂસ્યો. પુત્ર જેહના રૂમમાં જતી જોઈને અભિનેતાએ તેને રોક્યો ત્યારે તેના પર છરીથી હુમલો કરવામાં આવ્યો. લોહીથી લથપથ સૈફ અલી ખાન ઓટો દ્વારા લીલાવતી હોસ્પિટલ પહોંચ્યો અને ત્યાં સારવાર લીધા બાદ સુરક્ષિત રીતે ઘરે પાછો ફર્યો. પણ તે રાત્રે શું બન્યું હતું, આ રહસ્ય આજ સુધી ઉકેલાયું નથી. હુમલાના 25 દિવસ પછી સૈફ અલી ખાને પોતે તે રાત વિશેનું સંપૂર્ણ સત્ય બતાવ્યું છે. હુમલાની રાત્રે કરીના કપૂર ક્યાં હતી? અજાણ્યા માણસને પહેલા કોણે જોયો? સૈફને કોણ હોસ્પિટલ લઈ ગયું? સૈફે બધા પ્રશ્નોના જવાબ આપી દીધા છે.

તાજેતરમાં સૈફ અલી ખાને પહેલી વાર એક મીડિયા સાથે હુમલા વિશે વાત કરી છે. સૌ પ્રથમ અભિનેતાએ બધાને દુઆ બદલ બદલ આભાર માન્યો. ઉપરાંત હુમલાની રાત્રે શું થયું, કોણ ક્યાં હતું તે વિશે બધું જ જણાવ્યુ છે.

હુમલાની રાત્રે કરીના ક્યાં હતી?

સૈફ અલી ખાને જણાવ્યું કે હુમલાની રાત્રે કરીના કપૂર ખાન ઘરે હતી. તે ડિનર માટે બહાર ગઈ હતી, પણ રાત્રે પાછી આવી. સૈફને થોડું કામ હતું, તેથી તે જઈ શક્યો નહીં. થોડી વાતચીત કર્યા પછી સૈફ અને કરીના સૂઈ ગયા. થોડી વાર પછી ઘરનો નોકર દોડતો આવે છે અને કહે છે કે જેહ બાબાના રૂમમાં એક અજાણ્યો વ્યક્તિ છે. તેના હાથમાં છરી હતી અને તે પૈસાની માંગણી કરી રહ્યો હતો. આ આખી ઘટના રાત્રે 2 વાગ્યે બની હતી.

સૈફે જેહના રૂમમાં શું જોયું?

સૈફ અલી ખાન નાના દીકરા જેહના રૂમમાં પહોંચતાની સાથે જ તેણે જોયું કે અજાણ્યો વ્યક્તિ તેના હાથમાં હેક્સા બ્લેડ પકડીને બેઠો હતો. તે જેહના પલંગ પાસે તે લઈને ઊભો હતો. તેના બંને હાથમાં છરી અને ચહેરા પર માસ્ક હતો. વિચાર્યા વગર તેણે તેને પકડીને નીચે પટકી દીધો. આ પછી બંને વચ્ચે જપાજપી થઇ.

સૈફ પર ક્યારે હુમલો થયો?

સૈફ અને હુમલાખોર વચ્ચે ઝપાઝપી થઈ, પછી તેણે પહેલા અભિનેતાની પીઠ પર હુમલો કર્યો. પછી ગરદન પર બીજો હુમલો કરવામાં આવ્યો. તેણે તેને પોતાના હાથથી રોકી દીધું. હાથ પર પણ વારંવાર છરી વડે ઘા કરવામાં આવ્યા હતા. લાંબા સમય સુધી લડ્યા પછી, સૈફ તેને રોકી શક્યો નહીં કારણ કે તેના હાથમાં બે છરીઓ હતી.

karinaa.jpg

મેડ પર ક્યારે હુમલો થયો?

સૈફ અલી ખાને જણાવ્યું કે જ્યારે હુમલાખોર તેમના પર છરીથી હુમલો કરી રહ્યો હતો. તે જ ક્ષણે ઘરની સહાયક ગીતાએ આવીને તેને પકડી લીધો અને પાછળ ધકેલી દીધો. આ હુમલામાં નોકરાણીને પણ હાથમાં ઈજા થઈ હતી.

હુમલા સમયે જેહ ક્યાં હતો?

જ્યારે સૈફ અલી ખાન અને હુમલાખોર વચ્ચે અથડામણ થઈ, ત્યારે જેહ ત્યાં હતો અને તેણે પણ ઘણું બધું જોયું. સૈફ અલી ખાને કહ્યું કે તે પોતાને બચાવવામાં મથતો હતો, તેથી તેણે વધારે ધ્યાન આપ્યું નહીં. આ પછી બધા ઉપર ગયા હતા.

હુમલાખોર ક્યાંથી ભાગી ગયો?

સૈફ અને કરીનાની નોકરાણી ગીતાએ હુમલાખોરને બહારથી ઘરમાં બંધ કરી દીધો હતો. પણ તે ભાગી ગયો. અભિનેતાના મતે તે બાળકોના બાથરૂમના ડ્રેઇન પાઇપ ઉપર ગયો; તે કદાચ ત્યાંથી ઉપર ચઢી ગયો હશે. પણ તેને ખબર નહોતી કે તે કોના ઘરમાં છે.

Website_Ad_3_1200_628_Oe30oNh.width-800

ઓટો રિક્ષા કોણે બોલાવી?

હુમલા પછી કરીના અને સૈફ સહિત આખો પરિવાર ઘરની બહાર નીકળી ગયો. તે લોકો બિલ્ડિંગમાં જ હતા. આ દરમિયાન કરીના કપૂરે રિક્ષા અને કેબ બોલાવવા માટે બૂમો પાડવાનું શરૂ કર્યું.

હુમલા પછી કરીના ક્યાં ગઈ?

હુમલા બાદ સૈફ અલી ખાનને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. જ્યારે કરીનાએ કહ્યું કે તે તેની બહેનના ઘરે જશે.

આ પણ વાંચોઃ 'સનમ તેરી કસમ'નો બોક્સ ઓફિસ પર દબદબો, 2 દિવસમાં તોડ્યો જૂનો રેકોર્ડ, નવી ફિલ્મોને ફાંફાં

સૈફને કોણ હોસ્પિટલ લઈ ગયું?

ઇબ્રાહિમ અલી ખાન સૈફ અલી ખાનને હોસ્પિટલમાં લઈ ગયા ન હતા. તૈમૂર અને હરી તેની સાથે ઓટોમાં હતા, જે તેને હોસ્પિટલ લઈ ગયા.

ઘરમાં કોઈ ડ્રાઈવર કેમ નહોતો?

સૈફ અલી ખાને કહ્યું કે આખી રાત કોઈ ડ્રાઈવર ઘરે રહેતા નથી. દરેકનું પોતાનું ઘર હોય છે. કેટલાક ઘરના મદદગારો તેમના ઘરમાં રહે છે, પરંતુ ડ્રાઇવરો તેમના ઘરે જાય છે. જો તેમને રાત્રે ક્યાંક જવાનું હોય, તો જ તેઓ ડ્રાઇવરને રોકવાનું કહે છે. તેમણે એમ પણ કહ્યું કે ડ્રાઇવરને ફોન એટલા માટે ન કરવામાં આવ્યો કારણ કે તેને પહોંચવામાં સમય લાગતો હતો. સેફ જાણતો હતો કે તેને શક્ય તેટલી વહેલી તકે હોસ્પિટલ જવું પડશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Saif ali khan bollywood News Saif Ali Khan attack case
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ