બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / ગુજરાતી સિનેમા / 23 વર્ષના સંઘર્ષ બાદ રાજ બાસિરાનું સ્વપ્ન થયું સાકાર, 'સતરંગી રે' 20 સપ્ટેમ્બર, 2024ને થશે રિલીઝ

મનોરંજન / 23 વર્ષના સંઘર્ષ બાદ રાજ બાસિરાનું સ્વપ્ન થયું સાકાર, 'સતરંગી રે' 20 સપ્ટેમ્બર, 2024ને થશે રિલીઝ

Last Updated: 08:03 PM, 18 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

20 સપ્ટેમ્બરે રીલીઝ થતી ગુજરાતી ફિલ્મ સતરંગી રે બનવાની કહાણી ભાવનગરના નાનકડા ગામથી શરૂ થાય છે. રાજેશ કુમાર ગાંગાણીએ 23 વર્ષ સુધી સંઘર્ષ કરીને પોતાનું સપનું પુરૂં કર્યું.

નામ - રાજેશ કુમાર મનજીભાઇ ગાંગાણી

પ્યાર કા નામ - રાજબાસિરા

જન્મ - જિલા- ભાવનગર, તાલુકા- સિહોર, ગામ- બેકડી ગામ 

દિન - 5 જુલાઇ 1981 

આ ઓળખાણ અમિતાભ બચ્ચનની ફિલ્મ અગ્નિપથના ડાયલોગ જેવી લાગે છે. પરંતુ જે વ્યક્તિની આ વાત છે તેણે પણ એક ફિલ્મ બનાવવા માટે જાણે અગ્નિપથ પર ચાલવું પડ્યું છે. સતત 23 વર્ષ સુધી સંઘર્ષ કર્યા પછી અંતે હવે- સંતરંગી રે નામનું ગુજરાતી મૂવી 20 સપ્ટેમ્બરે રીલીઝ થવા જઇ રહ્યું છે.

મુંબઇમાં રહીને થયું કે ફિલ્મ લાઇન માટે જ બન્યો છું

રાજેશ કુમાર ગાંગાણી ઉર્ફે રાજબાસિરાનું મૂળ ગામ હબુકવડ છે જે ભાવનગરના જ તળાજા તાલુકામાં આવેલું છે. અહીં બાળપણ વીત્યુ અને 7 ધોરણ સુધી અભ્યાસ કર્યો. ગામ એટલું નાનું કે પ્રાથમિક શાળા પછી ધો. 10 સુધી બાજુના ગામ ટીમાણામાં અભ્યાસ કરવા જવું પડ્યું. પછી પરિસ્થિતિ એવી હતી કે 1997માં હીરાના કામકાજ માટે મુંબઇ જવું પડ્યું. 2 થી 3 વર્ષ હીરામાં કામ કર્યું. મુંબઇમાં રહીને તેમને લાગ્યું કે હું તો ફિલ્મ લાઇન માટે બન્યો છું.

2001માં ફિલ્મલાઇનમાં આવ્યો

2001માં ફિલ્મલાઇનમાં આવી ગયા. ફિલ્મો અને સિરિયલોમાં નાના મોટા રોલ કરતા રહ્યા. અનિલ કપૂરની જાણીતી ફિલ્મ નાયકમાં પણ રોલ મળ્યો પરંતુ ફિલ્મ લાંબી થતી હોવાથી તે રોલ કમનસીબે કાઢી નાંખવામાં આવ્યો.

સિરિયલમાં કામ

કભી દીયા જલે, કહીં જિયા- નામની સિરિયલમાં કામ કર્યું. વર્ષ 2004 પછી અંગત કારણોસર સુરત આવવું પડ્યું. ત્યાં ટેક્સટાઇલ અને જમીનના ધંધામાં કામ શરૂ કર્યું. ત્યાં 10 વર્ષ કામ કર્યું. પણ મનમાં તો મુંબઇ જ રમતું હતું. એટલે 2014માં ફરી મુંબઇ આવી ગયા. અને મન મક્કમ કરીને મુંબઇમાં અંધેરીમાં ઓફિસ ખોલી.

ગોલટચ એન્ટરટેનમેન્ટ નામની પોતાની કંપની શરૂ કરી

ગોલટચ એન્ટરટેનમેન્ટ નામની પોતાની કંપની શરૂ કરી. પછી, તેમણે એક્ટર તરીકે ઘણી ફિલ્મોમાં કામ કર્યું. બે ગુજરાતી ફિલ્મો લીડ કેરેક્ટર તરીકે કરી જે હજુ રીલીઝ નથી થઇ. એક હિંદી ફિલ્મ રામરતન નામની આવી હતી જેમાં કામ કર્યું. આ ઉપરાંત હમે હક ચાહિયે નામની હિંદી ફિલ્મ કરી જે રીઝર્વેશનને લગતી હતી. તે ફિલ્મમાં એક નેગેટિવ કેરેક્ટર કર્યું હતું.

ફરી ભાગ્યનું ચક્કર ફર્યું

વર્ષ 2018માં સુરત આવવું પડ્યું. ફરી જમીનના કામ સાથે જોડાયા. પણ મન તો મુંબઇ જ અટકેલું હતું.  અંતે ફરી 2022માં મુંબઇ ગયા. જૂનમાં સતરંગી રે મૂવીના મ્યુઝિક અને સ્ટોરી પર કામ શરૂ કર્યું. પછી 23 મે 2023ના દિવસે શૂટિંગ શરૂ કર્યું.

20 સપ્ટેમ્બર 2024ના રોજ મૂવી રિલિઝ થશે

એક મહિનામાં શૂટ પતાવીને 6 મહિના પોસ્ટ પ્રોડેક્શન ચાલ્યું. ફાઇનલી હવે 20 સપ્ટેમ્બર 2024ના રોજ સંતરંગી મૂવી રીલીઝ કરી રહ્યા છે. રાજેશ કુમાર ગાંગાણીની લાઇફની સ્ટોરીમાં પણ ઘણા રંગો છે. પરંતુ એક વસ્તુ નક્કી છે કે તેઓ પોતાના ફિલ્મમેકિંગના પેશન સાથે સતત 23 વર્ષ સાથે જોડાયેલા રહ્યા અને અંતે ફિલ્મ બનાવી ને જ રહ્યા.

આ પણ વાંચોઃ અભિનેત્રીનો પ્રેમ મળ્યો પણ લગ્ન માટે અભિનેતાને હવાતિયાં, ગર્લગ્રેન્ડના આ ચક્કરમાં સાત ફેરા લંબાયા?

PROMOTIONAL 11

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Satrangi Re Gujarati Movie Entertainment
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ