after 12 years taarak mehta ka ooltah chashmah anjali aka neha mehta quits the show
ટેલિવૂડ /
હવે તારક મહેતા...માં નહીં જોવા મળે આ એક્ટ્રેસ, છેલ્લા 12 વર્ષથી શોમાં કરતી હતી કામ
Team VTV09:05 AM, 21 Aug 20
| Updated: 09:08 AM, 21 Aug 20
હવે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં નેહા મહેતા પણ જોવા મળશે નહીં, શો મેકર્સે અનેક પ્રયાસો કર્યા હોવા છતાં પોતાના કેટલાક અલગ કરિયર પ્લાન્સના કારણે હવે નેહા મહેતા શોમાં જોવા મળશે નહીં. છેલ્લા 12 વર્ષથી શોમાં તેઓ અંજલિ મહેતાનો રોલ કરી રહ્યા હતા.
તારક મહેતા...માંથી વધુ એક એક્ટ્રેસે લીધી વિદાય
નેહા મહેતાએ કરિયર પ્લાન્સના કારણે છોડ્યો શો
12 વર્ષથી કરી રહી હતી અંજલિ મહેતાનો રોલ
નેહા મહેતાએ છોડ્યો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો
મળતી માહિતી અનુસાર નેહા મહેતાએ શો છોડી દીધો છે. નેહાએ મેકર્સને કહ્યું હતું કે તે સેટ પર આવી શકે તેમ નથી. નેહા હવે શોમાં જોવા મળશે નહીં, આ પહેલાં પણ નેહાએ મેકર્સને આ વિશે જણાવ્યું હતું. મેકર્સે નેહાને શોમાં રાખવાના શક્ય પ્રયાસ કર્યા પરંતુ એક્ટ્રેસ પાસે તેના પોતાના અલગ કરિયર પ્લાન્સ હોવાના કારણે તેણે શો છોડી દીધો છે.
નેહા પાસે છે અન્ય બેકઅપ પ્લાન
અન્ય તરફ એવા પણ ન્યૂઝ છે કે નેહાને કોઈ અન્ય સારો પ્રોજેક્ટ મળી ચૂક્યો છે જેનું શૂટિંગ તે જલ્દી શરૂ કરી શકે તેમ છે. ઉલ્લેખનીય છે કે 28 જુલાઈએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માએ 12 વર્ષ પૂરા કર્યા છે. અંજલિનો રોલ કરનારી નેહા મહેતા શરૂઆતથી આ શોમાં છે. તે સીરિયલમાં તારક મહેતાની પત્નીનો રોલ અંજલિના નામે કરી રહી હતી. શોમાં તે ડાયટ ફૂડને લઈને ચર્ચામાં રહેતી હતી.
શોની વાત કરીએ તો લોકડાઉન સમયે શોનું શૂટિંગ બંધ થઈ ચૂક્યું હતું. લોકડાઉન બાદ જ્યારે શોનું શૂટિંગ શરૂ થયું તો ફેન્સનો શોને ભરપૂર પ્રેમ મળ્યો, સિરિયલ ટીઆરપી રેટિંગ્સમાં પણ ટોપ પર રહી. જેઠાલાલના સપનાએ ફેન્સને એન્ટરટેન કર્યા.