બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / After 12 years Gujarat government decided to increase Jantri

તમારા કામનું / શું હોય છે જંત્રી? કેવી રીતે નક્કી થાય છે તેના રેટ, જાણો ફોર્મ્યુલાથી લઇને તમામ વિગતો એક ક્લિકમાં

Malay

Last Updated: 05:09 PM, 7 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત સરકાર દ્વારા 12 વર્ષ પછી જંત્રી વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે તમારા મનમાં એક સવાલ ચોક્કસથી થતો હશે કે જંત્રી એટલે શું? ચાલો જાણીએ આ વિશે બધું જ...

  • ભૂપેન્દ્ર સરકારે રાજ્યમાં જંત્રી દર વધાર્યો 
  • ગુજરાતમાં છેલ્લાં 12 વર્ષોથી વધ્યાં નહોતાં આ દર
  • જાણો જંત્રી એટલે શું અને કેવી રીતે નક્કી થાય છે ભાવ

ગુજરાતમાં જંત્રીને લઈ મોટો નિર્ણય લેવાયો છે. ભૂપેન્દ્ર સરકારે રાજ્યમાં જંત્રી દરમાં બમણો વધારો કર્યો છે. સમગ્ર રાજ્યમાં સોમવારથી આના પર અમલ શરૂ થઈ ગયો છે. જંત્રીમાં વધારો થતાં રાજ્યમાં 'કહી ખુશી કહી ગમ' જેવી સ્થિતિ દેખાઈ રહી છે. મહત્વનું છે કે ગુજરાતમાં આ દર છેલ્લાં 12 વર્ષોથી વધ્યાં નહોતાં. હવે તેમાં ડબલ વધારો કરવામાં આવ્યો છે. આજે અમે આપને આ લેખમાં જંત્રી વિશે વિગતવાર માહિતી આપવા જઈ રહ્યા છીએ. જેના વિશે જાણવું તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. 

BIG NEWS : ગુજરાતમાં જંત્રી દરોમાં બમણો વધારો, સોમવારથી અમલ, દસ્તાવેજો માટે  ચુકવવી પડશે બમણી ફી | Decision to double Jantri in Gujarat

જંત્રી એટલે શું અને તે કોણ નક્કી કરે છે?

- જંત્રી એટલે કે રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવતું લૅન્ડ વૅલ્યૂ સર્ટિફિકેટ. જંત્રી એટલે જમીન કે કોઈપણ પ્રોપર્ટીના ખરીદ વેચાણ માટે સરકાર દ્વારા નિર્ધારિત કરવામાં આવેલા લઘુતમ ભાવ. 

- જો તમારો વેચાણ દસ્તાવેજ જંત્રી કરતા વધુ હશે તો જ સરકારી ચોપડે તમે તે પ્રૉપર્ટીના માલિક છો તેવી નોંધણી થશે નહીંતર નહીં થાય. 

- જંત્રીના ભાવથી કોઈપણ પ્રોપર્ટીનો દસ્તાવેજ કરતી વખતે તમારે કેટલી સ્ટેમ્પ ડ્યુટી અને કેટલો રજિસ્ટ્રેશન ચાર્જ ચૂકવવો એ નક્કી કરવામાં મદદ મળે છે. બીજા રાજ્યોમાં તેને સર્કલ રેટ તરીકે ઓળખવામાં આવે છે.

- રાજ્ય સરકાર દ્વારા જમીન અને મિલકતની બજાર કિંમતના આધારે નિયમિત સમયે સમીક્ષા કરવામાં આવે છે. અને ત્યાર બાદ સર્કલ રેટ એટલે કે જંત્રીના દર નક્કી કરવામાં આવે છે. 

 

કેવી રીતે નક્કી થાય છે જંત્રીનો દર, જાણો ફોમ્યુલા

- જંત્રીનો દર જમીન અને મિલકતનો પ્રકાર, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને લોકાલિટીને આધાર બનાવીને નક્કી કરવામાં આવે છે. આ ઉપરાંત જંત્રી દરમાં પ્રોપર્ટીની બજાર કિંમત પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. પ્રોપર્ટીની માર્કેટ વેલ્યુ જેટલી વધારે હશે, જંત્રીનો રેટ પણ તેટલો વધારે થશે.

- અહીં સૌથી વધારે ધ્યાન આપવા જેવી બાબત એ છે કે કોમર્શિયલ પ્રોપર્ટીનો જંત્રી દર વધારો હોય છે, જ્યારે રહેણાંક સપંત્તિનો જંત્રી દર વધારે હોય છે. 

- ગુજરાતમાં જંત્રીના રેટ નક્કી કરવા માટે પાડોશી મહારાષ્ટ્રની પેટર્નનું અનુકરણ કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્રમાં દર વર્ષે જંત્રીના દર બદલવામાં આવે છે. 

- જો બજાર કિંમતમાં સતત વધારો થતો રહે તો જંત્રીના દર વધે છે અને બજારમાં કોઈ નેગેટિવ ઇફેકટ આવે તો દરમાં ઘટાડો પણ થઈ શકે છે.

જંત્રીના દરને કયા પરિબળો અસર કરે છે ? 

- જમીનના લોકેશન આધારે જંત્રીના દર નક્કી થાય છે અને રાજ્યના કોઈ પણ વિસ્તારમાં જમીન અથવા મકાનની લઘુત્તમ કિંમત નક્કી કરાય છે. મિલકતના પ્રકારના આધારે જંત્રી નક્કી થાય છે અને મિલકતની આસપાસના ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી પણ જંત્રી નક્કી થાય છે.

- તેમજ પ્રોપર્ટીની ઉંમર આધારે પણ જંત્રી નક્કી થાય છે. ઔદ્યોગિકની મિલકતની સરખામણીમાં રહેણાંક પ્રોપ્રટીની જંત્રી વધુ હોય છે અને પોશ વિસ્તારની મિલકતની જંત્રી ઉંચી હોય છે.

જંત્રીનું મહત્વ કેમ?

- જંત્રીનો દર અનેક જગ્યાએ ઉપયોગમાં લેવાય છે. બેંક પાસેથી લોને લેવા માટે જંત્રીનો ઉપયોગ થાય છે તેમજ વિઝા માટે અરજી કરવા માટે દસ્તાવેજમાં જંત્રી ભૂમિકા ભજવે છે.

- તેમજ જમીન હેતુ માટે લોન માટે પણ જંત્રીનો દર ઉપયોગમાં આવે છે અને ઉધારમાં લીધેલી લોનની ક્રેડિટ મર્યાદા વધારવા પણ જંત્રી ઉપયોગમાં આવે છે. કેપિટલ ગેઈનમાં ટેક્સની ગણતરી વખતે જંત્રી ધ્યાને લેવાય છે. 

આ રીતે ચેક કરો જંત્રીનો દર

ગુરવી ગુજરાતની સત્તાવાર વેબસાઈટ પરથી 
- તમે ગુરવી ગુજરાતની સત્તાવાર વેબસાઈટ પરથી પણ જંત્રી દર જાણી શકો છે. આ માટે સૌથી પહેલા garvi.gujarat.gov.in પર જાવ. હવે જંત્રી પર ક્લિક કરો. જે બાદ મારી સ્ક્રિનની સામે નવું પેજ ખુલશે.

- જેમાં તમારે જિલ્લો, તાલુકો, ગામ અને સર્વે નંબરની વિગતો ભરવાની રહેશે. જરૂરી માહિતી ભર્યા બાદ તમારે નીચે દેખાતા SHOW JANTRI પર ક્લિક કરવાનું રહેશે. આના પર ક્લિક કર્યા બાદ તમને જંત્રીની તમામ વિગતો મળી રહેશે.

મહેસુલ વિભાગની વેબસાઈટ પરથી 

મહેસુલ વિભાગની વેબસાઈટ પરથી પણ તમે જંત્રીનો દર જાણી શકો છો. આ માટે સૌથી પહેલા  revenuedepartment.gujarat.gov.in. પર જાવ. હવે તમને ગુજરાતનો નકશો દેખાશે, આ નકશામાં તમારે તમારો જિલ્લો, તાલુકો, ગામ અને સર્વે નંબર પસંદ કરવાનો રહેશે. જે બાદ તમને જંત્રીનો દર મળી રહેશે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Big decision regarding Jantri Gujarat Jantri rates Gujarat government ગુજરાત સરકારનો મોટો નિર્ણય જંત્રીને લઈને મોટા સમાચાર Jantri rate
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ