બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 03:10 PM, 24 June 2024
આ વખતે વર્ષ 2024માં અષાઢ મહિનાનો કૃષ્ણ પક્ષ 15ની જગ્યા પર 13 દિવસનો હશે. એવો સંયોગ ઘણા વર્ષો બાદ આવે છે. તેને દુર્યોગ કાળ કે વિશ્વઘ્રસ પક્ષ કહે છે. 13 દિવસના આ કાળને શુભ નથી માનવામાં આવતો. આ દિવસોમાં કોઈ પણ શુભ કાર્ય નથી કરવામાં આવતા.
ADVERTISEMENT
15ની જગ્યા પર 13 દિવસનો હશે કૃષ્ણ પક્ષ
ADVERTISEMENT
આ વખતે અષાઢ મહિનાનો કૃષ્ણ પક્ષ 15ની જગ્યા પર 13 દિવસનો રહેશે. આવો સંયોગ ઘણા વર્ષો બાદ આવે છે. તેને દુર્યોગ કાળ કહેવામાં આવે છે. દ્વાપર યુગમાં પણ 13 દિવસનો આવો જ અશુભ સંયોગ બન્યો હતો. આ સમય દરમિયાન મહાભારત યુદ્ધ થયું હતું. આ કાળમાં વધારે જનહાનિ અને કુદરતી ઘટના ઘટી હતી. કૌરવ પાંડવોની વચ્ચે ભીષણ યુદ્ધ વખત અપાર જનહાનિ થઈ હતી.
આ વખતે પણ કુદરતી આફત વધવા અને રાજનૈતિક પક્ષોમાં યુદ્ધ જેવી આશંકાઓ વ્યક્ત કરવામાં આવી શકે છે. પંચાંગ અનુસાર આ વખતે સંવત 2081 એટલે કે ઈ.સ.2024માં ચન્દ્ર માસના આધાર પર 23 જૂને અષાઠ મહિનો પ્રારંભ થશે. જે 21 જુલાઈ સુધી રહેશે. જેમાં કૃષ્ણ પક્ષ 23 જૂનથી 5 જુલાઈ સુધી માત્ર ત્રણ દિવસનો રહેશે. જેમાં પ્રતિપદા અને ચતુર્દશી બન્ને તિથિઓ છે.
ભૂલથી પણ ન કરો આ કામ
કોઈ પણ પક્ષમાં બે તિથિઓનું ક્ષય હોવા પર પક્ષ 13 દિવસનો થાય છે. તેમાં વિશ્વધ્રસ પક્ષ પણ આવે છે. 13 દિવસના પક્ષમાં જગતનો સંહાર થાય છે. મહાભારત કાળ જેવો આ દુર્યોગ કાળ શુભ નથી. આ કાળમાં વિનાશ, આપત્તી, અને ઈમર્જન્સી જેવી પરિસ્થિતિઓ ઉત્પન્ન થાય છે.
કળયુગમાં આ કાળ આ વખતે 100 વર્ષ બાદ ફરીથી બની રહ્યો છે. આ કાળમાં લોકોને ભૂલથી પણ કોઈ માંગલિક કાર્ય જેવા કે લગ્ન, વિવાહ, ગૃહ પ્રવેશ, રોકાણ કે કિમતી વસ્તુઓની ખરીદી ન કરવી જોઈએ.
લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.