મુંબઇ: બોલીવુડ અભિનેતા આફતાબ શિવદાસાનીએ ફરીથી એક વખત પોતાની પત્ની સાથે લગ્ન કરી લીધા છે. આ લગ્ન શ્રીલંકામાં કરવામાં આવ્યા છે. આફતાબે સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કરતાં લખ્યું કે 'મેરી પ્રિય. તુમ્હારે લિયે અપને પ્યાર કો મે શબ્દોમાં બયાં નહીં કર શકતા. હું આનાથી વધારે ખુશ થઇ શકીશ નહીં. હું તમે મારી લાઇફમાં મેળવીને દરરોજ ભગવાનનો આભાર માનું છું.'
હકીકત 2014માં આફતાબ અને નિનએ સિમ્પલ કોર્ટ મેરેજ કર્યા હતા. એવામાં શ્રીલંકામાં રજાઓ માણતાં આ દંપતીએ પોતાના લગ્નને સુંદર અંદાજમાં કરવાનું મન બનાવી લીધું હતું. ઇન્સ્ટાગ્રામ પર આફતાબએ આ લગ્નનો એક ફોટો પોસ્ટ કર્યો છે જેમાં નિન દોસાંઝ ડિઝાઇનર યોશિતાવા ડિઝાઇન કરવામાં આવેલા સોફ્ટ પિંક કપડાંમાં જોવા મળી રહી છે.