બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / આફ્રિકી દેશ નાઈઝીરિયામાં દર્દનાક દુર્ઘટના, ફ્યૂલ ટેન્કર બ્લાસ્ટ થતાં 48ના મોત

દુર્ઘટના / આફ્રિકી દેશ નાઈઝીરિયામાં દર્દનાક દુર્ઘટના, ફ્યૂલ ટેન્કર બ્લાસ્ટ થતાં 48ના મોત

Last Updated: 01:25 PM, 9 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નાઈઝીરિયામાં એક મોટો અકસ્માત થયો છે. આ અકસ્માતમાં 48 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. અકસ્માત પછી રસ્તા પર ટ્રાફિક જામ થઈ ગયો હતો.

આફ્રિકન દેશ નાઈઝીરિયામાં મોટી ઘટના સર્જાઈ છે. નાઈઝીરિયામાં એક ફ્યુઅલ ટેન્કરમાં બ્લાસ્ટ થયો છે જેના પછી તેમાં ભીષણ આગ લાગી બતી. આ ઘટનામાં 48 લોકોના મોત થયા છે. રાજ્યાની એજન્સીએ કહ્યું કે, ફ્યુઅલ ટેન્કર પેસેન્જરને લઈ જતી ટ્રાક સાથે અથડાયું હતું. આ દુર્ઘટના પછી રસ્તામાં કેટલીક અન્ય ગાડીઓ પણ ફસાય ગઈ હતી.

બ્લાસ્ટ થતાં 48 લોકોના મોત થયા

એજન્સીના પ્રવક્તા હુસૈન ઈબ્રાહિમે મૃતકોની સંખ્યા 48 જણાવી છે અને અધિકારીઓ અત્યારે પણ ઘટનાસ્થળને સાફ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. નાઈઝીરિયાની સરકારી માલિકીની કંપની એનએનપીસી લિમિટેડે ગયા અઠવાડિયે ગેસોલીનની કિંમતમાં 39 ટકાનો વધારો કર્યો હતો જે એક વર્ષથી વધુના સમયમાં બીજો મોટો વધારો છે. દેશના મુખ્ય શહેરોમાં વાહન ચાલકોની લાઈન લાગી હતી.

એક્સપર્ટ પાસેથી જાણો કેનેડામાં બદલાયા નિયમોની ભારતીયો પર કેટલી અસર થશે

નાઈઝીરિયામાં ટ્રક દુર્ઘટના સામાન્ય છે

નાઈજર રાજ્યના ગવર્નર મોહમ્મદ બાગોએ જણાવ્યું કે, અસરગ્રસ્ત વિસ્તારના રહેવાસીઓએ શાંત રહેવું જોઈએ. તેમને લોકોને સાવધાન રહેવા અને સંપત્તિની સુરક્ષા માટે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ. રેલવે પ્રણાલી યોગ્ય ન હોવાને કારણે નાઈઝીરિયામાં ટ્રક અકસ્માતની ઘટનાઓ સામાન્ય છે.

વધુ વાંચોઃ- કયા દેશ પાસે છે સોનાનો સૌથી વધુ ભંડાર? ભારત પાસે કેટલું, જાણો ગોલ્ડન આંકડા

2020માં 1,531 ગેસોલીન ટેન્કર દુર્ઘટના થઈ હતી

નાઈઝીરિયાના રોડ સેફ્ટી રિપોર્ટના અનુસાર, 2020માં 1,531 ગેસોલીન ટેન્કરની દુર્ઘટનાઓ થઈ હતી. આ દુર્ઘટનાઓમાં 535 લોકોના મોત થયા હતા અને 1,142 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. એક રિપોર્ટના અનુસાર, નાઈઝીરિયાના રસ્તા ખરાબ છે અને તેના કારણે રસ્તા પર દુર્ઘટના થવી સામાન્ય છે. તે સિવાય ટ્રક ડ્રાઈવર્સની બેદરકારીને કારણે પણ દુર્ઘટનાઓ સર્જાય છે.

સંકળાયેલા મુદ્દાઓ

Nigeria Nigeria Accident blast
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ