આફ્રિકી દેશ નાઈઝીરિયામાં બંદૂકધારીઓએ મોટો હુમલો કર્યો છે. જેમાં કેટલાય લોકોના મોત થયા છે અને કેટલાય લોકો ઘાયલ થયા છે.
નાઈઝીરિયામાં મોટો હુમલો
બંદૂકધારીઓએ બસ પર કર્યો મોટો હુમલો
19 લોકોની કરી નાખી હત્યા
આફ્રિકી દેશ નાઈઝીરિયામાં બંદૂકધારીઓએ એક બસ પર હુમલો કરીને લગભગ 19 લોકોની હત્યા કરી નાખી હતી. આ જાણકારી ગુરૂવારે પરિવહન વિભાગની કંપનીએ આપી હતી અને જણાવ્યું હતું કે, ઘટનાસથળ બુર્કિના ફાસોની સરહદ નજીક ઘટી છે. એસોસિએશને જણાવ્યું હતું કે, મોટરસાઈકલ પર સવાર થઈને આવેલા લગભગ એક ડઝન જિહાદીઓએ બસને ફોનો ગામની પાસે બુધવારે રોકી અને બસમાં આગ લગાવતા પહેલા યાત્રિઓને ગોળી મારી દીધી હતી.
હુમલાની કોઈએ હજુ સુધી જવાબદારી લીધી નથી
તેમણે જણાવ્યું કે, કેટલાય મુસાફરો ઘાયલ થયા છે અને ઘણા તો ગુમ થઈ ગયા છે. તેમણે જણાવ્યું છે કે, બસ બુર્કિના ફાસોની રાજધાની ઔગાડોઉગોઉથી નાઈઝરની રાજધાની નિયામે જઈ રહી હતી. આ હુમલાની હજુ સુધી કોઈએ જવાબદારી લીધી નથી, પણ આવી રીતના હુમલા બુર્કિના ફાસોથી અડીને આવેલા તિલ્લાબેરી વિસ્તારમાં જેહાદી ગ્રુપ દ્વારા પૂર્વે પણ કરવામાં આવ્યા હતા. જેના સંબંધો અલકાયદા અને ઈસ્લામિક સ્ટેટ સાથે રહ્યા છે.
ગત મહિને આફ્રિકાના આ દેશ પર હુમલો
તો વળી ગત મહિને આફ્રિકી દેશ કાંગોમાં વિસ્થાપિત લોકોના કેમ્પ પર આતંકીઓએ હુમલો કરી દીધો હતો. જેમાં લગભગ 60 લોકો માર્યા ગયા હતા. લોકોને ધારદાર હથિયારથી કાપી નાખવામાં આવ્યા હતા. મામલાની જાણકારી સમાચાર એજન્સી રોયટર્સના એક સ્થાનિક એનજીઓના પ્રમુખ અને એક સાક્ષીના હવાલેથી આપવામા આવી હતી. ઘટના દેશના અશાંત ઈટુરી પ્રાંતની હતી, જે દેશના પૂર્વી ભાગમાં છે. અહીં મે 2021થી સરકારે આકરાં પ્રતિબંધો લાગૂ કરી દીધા હતા.
ખનિજ સંપત્તિવાળો વિસ્તાર
મીડિયા રિપોર્ટ્સમાં જણાવ્યા અનુસાર આ વિસ્તાર ખનિજથી સંપન્ન છે અને અહીં સશસ્ત્ર ગ્રુપ ખુલ્લેઆમ ફરતા હોય છે. તેમની સામે ટક્કર લેવા માટે આ વિસ્તારમાં તમામ પ્રતિબંધો લગાવામાં આવ્યા હતા. વિસ્તારામં ચાલી રહેલી હિંસાની દેખરેખ રાખવા માટે કિવુ સિક્યોરિટી ટ્રેકરે ટ્વિટર પર જણાવ્યું હતું.