afghanistan witness earthquake with 4 9 magnitude in fayzabad
BIG BREAKING /
સવારમાં-સવારમાં 4.9ની તીવ્રતાના આંચકાથી લોકોમાં ફફડાટ, જુઓ હવે કયા દેશની ધરા ભૂકંપથી ધ્રુજી ઉઠી
Team VTV09:22 AM, 03 Dec 22
| Updated: 09:24 AM, 03 Dec 22
અફઘાનિસ્તાનમાં આજે એટલે કે શનિવારે વહેલી સવારે ધરતી ધ્રૂજી ઉઠી. અફઘાનિસ્તાનના ફૈઝાબાદમાં આજે સવારે લગભગ 8.29 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
અફઘાનિસ્તાનમાં વહેલી સવારે ધરતી ધ્રૂજી
સવારે લગભગ 8.29 વાગ્યે ભૂકંપના આંચકા
ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.9 માપવામાં આવી
અફઘાનિસ્તાનમાં આજે એટલે કે શનિવારે વહેલી સવારે ધરતી ધ્રૂજી ઉઠી. અફઘાનિસ્તાનના ફૈઝાબાદમાં આજે સવારે લગભગ 8.29 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.9 માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપની ઊંડાઈ 170 કિમી હતી.
ઘણા મુશ્કેલ સમયમાં અફઘાનિસ્તાન
હકીકતમાં, અફઘાનિસ્તાનના લોકો એવા સમયે ભૂકંપના આંચકાથી હચમચી ગયા છે જ્યારે થોડા દિવસો પહેલા અફઘાનિસ્તાનમાં એક ધાર્મિક શાળામાં થયેલા બોમ્બ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 10 વિદ્યાર્થીઓ માર્યા ગયા હતા. ઉત્તરી સમંગાન પ્રાંતની રાજધાની એબકમાં થયેલા આ બોમ્બ વિસ્ફોટમાં અન્ય ઘણા લોકો ઘાયલ થયા છે.