બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / અફઘાનિસ્તાનના કાબુલમાં બોમ્બ બ્લાસ્ટ, તાલિબાન સરકારના મંત્રી હક્કાની સહિત ચાર લોકોના મોત

BIG NEWS / અફઘાનિસ્તાનના કાબુલમાં બોમ્બ બ્લાસ્ટ, તાલિબાન સરકારના મંત્રી હક્કાની સહિત ચાર લોકોના મોત

Last Updated: 05:17 PM, 11 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Afghanistan : અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં આજે થયેલા આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં શરણાર્થી મંત્રી ખલીલ રહેમાન હક્કાનીનું મોત

Afghanistan : તાલિબાનના પ્રવાસન મંત્રી અને તાલિબાનના ગૃહ પ્રધાન સિરાજુદ્દીન હક્કાનીના કાકા ખલીલુર રહેમાન હક્કાની કાબુલમાં વિસ્ફોટમાં માર્યા ગયા છે. અફઘાનિસ્તાનના સ્થાનિક મીડિયાએ આ જાણકારી આપી છે. અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં આજે થયેલા આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં શરણાર્થી મંત્રી ખલીલ રહેમાન હક્કાનીનું મોત થયું હતું. તાલિબાનના બે વરિષ્ઠ નેતાઓએ આ ઘટનાની પુષ્ટિ કરી છે. આ વિસ્ફોટ અફઘાનિસ્તાનના શરણાર્થી મંત્રાલય પાસે થયો હતો. ખલીલ રહેમાન હક્કાની અફઘાનિસ્તાનમાં સૌથી પ્રભાવશાળી તાલિબાન જૂથોમાંના એક હક્કાની નેટવર્કના મુખ્ય સભ્ય હતા. તે અફઘાનિસ્તાનના ગૃહમંત્રી સિરાજુદ્દીન હક્કાનીના કાકા હતા. હક્કાની પરિવારે તાલિબાન અને અફઘાનિસ્તાનના રાજકીય મામલામાં મહત્વની ભૂમિકા ભજવી છે.

ખલીલ રહેમાન હક્કાનીના મૃત્યુને તાલિબાન માટે મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે, કારણ કે તે આ સંગઠનના ટોચના નેતૃત્વનો ભાગ હતો. આ બ્લાસ્ટ ત્યારે થયો જ્યારે ખલીલ રહેમાન હક્કાની મંત્રાલયમાં મહત્વની મીટિંગ માટે હાજર હતા. આત્મઘાતી બોમ્બરે જ્યાં મંત્રીઓ હાજર હતા તે સ્થળે પોતાની જાતને ઉડાવી દીધી હતી જેમાં હક્કાનીનું સ્થળ પર જ મોત થયું હતું. વિસ્ફોટ બાદ મંત્રાલય પરિસરમાં અરાજકતાનું વાતાવરણ હતું અને અન્ય ઘણા લોકો ઘાયલ પણ થયા હતા. જોકે તાલિબાન સરકારે હજુ સુધી અન્ય મૃતકો અને ઘાયલોની સંખ્યાની પુષ્ટિ કરી નથી.

શું છે હક્કાની નેટવર્કનો ઈતિહાસ ?

હક્કાની નેટવર્ક એક કટ્ટરવાદી જેહાદી જૂથ છે જે લાંબા સમયથી અફઘાનિસ્તાનમાં તાલિબાન સાથે મળીને કામ કરી રહ્યું છે. આ જૂથ ખાસ કરીને અફઘાનિસ્તાનમાં સુરક્ષા દળો અને વિદેશી મિશન પર હુમલા કરવા માટે કુખ્યાત છે. હક્કાની નેટવર્ક અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના સરહદી વિસ્તારોમાં પ્રભાવશાળી નેટવર્ક ધરાવે છે અને આ જૂથના સભ્યો અનેક મોટા આતંકવાદી હુમલાઓમાં સામેલ રહ્યા છે.

વધુ વાંચો : 48 કલાકમાં 480 એરસ્ટ્રાઈક, શું છે સીરિયામાં નેતન્યાહૂનો પ્લાન

શું કહ્યું તાલિબાને ?

તાલિબાન સરકારે હુમલાની નિંદા કરી છે અને કહ્યું છે કે, આ હુમલાનો હેતુ તેમના નેતૃત્વને અસ્થિર કરવાનો હતો. જોકે તાલિબાને આ હુમલા પાછળ કોઈ ચોક્કસ જૂથ કે સંગઠનનું નામ લીધું નથી. આ ઘટના બાદ તાલિબાને સુરક્ષા વધારવાની અને આવા હુમલાઓને રોકવા માટે અનેક પગલાં લેવાની વાત કરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Kabul Bomb Blast Khalil Rehman Haqqani Afghanistan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ