બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Afghanistan kabul bomb blast 20 died

BIG NEWS / અફઘાનમાં વિદેશ મંત્રાલયની બિલ્ડિંગ બહાર મોટો બ્લાસ્ટ, 20 લોકોના મોત, અંદર ચીન સાથે ચાલતી હતી બેઠક

Last Updated: 06:36 PM, 11 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં ભીષણ બોમ્બ બ્લાસ્ટ થયો છે. આ વિસ્ફોટ અફઘાનિસ્તાનનાં વિદેશ મંત્રાલયની બહાર થયો છે જેમાં આશરે 20 લોકોનાં મૃત્યુની માહિતી મળી છે.

  • અફઘાનિસ્તાનનાં કાબુલમાં બોમ્બ બ્લાસ્ટ
  • અફઘાનિસ્તાન વિદેશ મંત્રાલયની બહાર થયો ધમાકો
  • ચીની અફસરો સાથેની મીટિંગ દરમિયાન થયો બ્લાસ્ટ
  • વિસ્ફોટમાં આશરે 20 લોકોનાં મૃત્યુ, અનેક ઘાયલ

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં ભીષણ બોમ્બ ધમાકા થયો હોવાની માહિતી મળી છે. આ બોમ્બ વિસ્ફોટ અફઘાનિસ્તાનની વિદેશ મંત્રાલયની બહાર થયો છે. રિપોર્ટ્સ અનુસાર આ બોમ્બ ધમાકામાં ઓછામાં ઓછા 20 લોકોનું મોત થયું છે. મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયાં છે. આ વિસ્ફોટ એવા સમયે થયો જ્યારે વિદેશ મંત્રાલયની અંદર ચીની અધિકારીઓની સાથે તાલિબાનની મહત્વની બેઠક ચાલી રહી હતી. અફગાનિસ્તાનની રાજધાની કાબુલમાં ભીષણ બોમ્બ બ્લાસ્ટ થયો છે. આ વિસ્ફોટ અફગાનિસ્તાનનાં વિદેશ મંત્રાલયની બહાર થયો છે જેમાં આશરે 20 લોકોનાં મૃત્યુની માહિતી મળી છે. 

ચીની અધિકારીઓ સાથે ચાલતી હતી મીટિંગ

કાબૂલમાં જ્યારે આ બ્લાસ્ટ થયો ત્યારે અફઘાનિસ્તાન વિદેશ મંત્રાલયની અંદર ચીની અધિકારીઓની સાથે તાલિબાનની અગત્યની મીટિંગ ચાલી રહી હતી. આ મીટિંગ દરમિયાન આંતકી સમૂહે બોમ્બ બ્લાસ્ટ કરતાં તંત્રમાં ભાગા-દોડી મચી ગઈ હતી.

AAFPનાં એક પ્રત્યક્ષદર્શીએ કહ્યું કે ' હું નથી જાણતો કે આ બ્લાસ્ટમાં કેટલા લોકોનું મોત થયું કે કેટલા ઘાયલ થયાં છે. પરંતુ મેં જોયું કે એક વ્યક્તિએ પોતાને ઊડાવી દીધું હતું.' અત્યાર સુધી સામે નથી આવ્યું કે કયાં આતંકવાદી સંગઠને આ હુમલો કર્યો છે.  આ સિવાય કોઈ પણ આતંકી સંગઠને આ હુમલાની જવાબદારી લીધેલ નથી.

સંકળાયેલા મુદ્દાઓ

Afghanistan bomb blast Kabul અફઘાનિસ્તાન Big News
Vaidehi
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ