બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / afghanistan indian workers trapped in factory interview

વિનંતી / પ્લીઝ મોદીજી અમને અહિયાંથી નિકાળો : અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીયોની વધી મુશ્કેલી, પરિજનોના જીવ તાળવે ચોંટ્યા

Dharmishtha

Last Updated: 11:31 AM, 17 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કાબૂલની એક ફેક્ટ્રીમાં ફસાયેલા 18 ભારતીય કર્મચારીઓએ સરકારને કહ્યું કે અમને અહીંથી કાઢો.

  • કંપનીએ પાસપોર્ટ રાખી લીધો છે તે અમને આવવા નથી દઈ રહી
  • સરકારને કહેવા માંગીએ છીએ કે અમને અહીંથી કાઢો- ભારતીય
  • પરિવારજનો ઘરે રોઈ રહ્યા છે- કર્મચારી

સરકારને કહેવા માંગીએ છીએ કે અમને અહીંથી કાઢો- ભારતીય

અફઘાનિસ્તાનના કાબૂલમાં આ સમય સેંકડોં ભારતીય ફસાયેલા છે. જે ઘરે પાછા આવવા માંગે છે. કાબૂલની એક ફેક્ટ્રીમાં ફસાયેલા આવા 18 ભારતીય કર્મચારીઓએ પોતાની વેદના એક ખાનગી ચેનલ સાથેની વાતચીતમાં ઠાલવી હતી. કર્મચારીઓનું કહેવું છે કે તેમની કંપનીએ પાસપોર્ટ રાખી લીધો છે અને તેમને પાછા આવવા નથી દઈ રહ્યા.   ફસાયેલા કર્મચારીઓનું કહેવું છે કે હાલ કોઈ રીતે અમે કંપનીમાં સેફ છીએ પણ સરકારને કહેવા માંગીએ છીએ કે અમને અહીંથી કાઢો.

પરિવારજનો ઘરે રોઈ રહ્યા છે- કર્મચારી

આ કર્મચારીઓમાં ઉત્તર પ્રદેશના ચંન્દૌલીના રહેવાસી એક વ્યક્તિએ કહ્યું કે ભારત સરકારને અમારી વિનંતી છે કે અમને કોઈ રીતે અહીંથી બહાર કાઢે. જેથી તે પોતાના ઘરે જઈ શકે. કર્મચારીઓનું કહેવું છે કે તેમના પરિવારજનો ઘરે રોઈ રહ્યા છે. અમારા માટે ચિંતિત છે. કેમક સ્થિતિ સારી નથી.

મોટા ભાગના ઉત્તર પ્રદેશના કર્મચારી

કાબૂલમાં ફસાયેલા આ કર્મચારીઓએ જણાવ્યું કે તેમની કંપનીએ તેમને પાસપોર્ટ રાખી લીધો છે અને તે પાછો નથી આપતા.  આમાં મોટા ભાગના ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ, ચંન્દ્રૌલી, ગાજીપુર અને અન્ય વિસ્તારોમાંથી અહીં કામ કરવા આવેલા છે.

સરકાર અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીયોને લાવવા પ્રયાસ કરી રહી છે

અહીં જે કર્મચારી ફસાયેલા છે તેમાંથી કેટલાક લોકો એક મહિના પહેલા જ આવ્યા છે જ્યારે કેટલાક અનેક મહિના પહેલાથી આવ્યા હતા. કર્મચારીનું કહેવું છે કે કંપની પાસપોર્ટ નથી આપી રહી. કંપનીનું કહેવું છે કે તેમની મરજી વગર કોઈ બહાર નહીં જઈ  શકે. જે ભારતીય ફસાયેલા છે તે સ્ટીડ કંપનીમાં કામ કરે છે. ઉલ્લેખનીય છે કે સરકાર અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીયોને લાવવા પ્રયાસ કરી રહી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Kabul afghanistan factory અફઘાનિસ્તાન ઉત્તર પ્રદેશ કાબૂલ Afghanistan crisis
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ