બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Afghanistan crisis what is the meaning of taliban ? know everything about the Organization

વિશેષ / તાલિબાનનો અર્થ શું, ક્યાંથી આવ્યા, આ આતંકવાદીઓ છે કે નહીં, ભારતને કેટલો ખતરો? સમજો સરળ ભાષામાં

Kavan

Last Updated: 05:30 PM, 16 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અફઘાનિસ્તાનમાં તાલિબાનોની એન્ટ્રી બાદ અરાજકતા ફેલાઈ છે, તાલિબાનોએ સમગ્ર રાષ્ટ્રને બાનમાં લીધું છે ત્યારે શું થાય છે તાલિબાનનો સાચો અર્થ અને ક્યાંથી ઉભું થયું આ સંગઠન તેના વિશે અમે આપને જણાવીશું સરળ ભાષામાં...

દુનિયામાં ઘણા દેશોમાં આતંકવાદી સંગઠનો છે અને હુમલાઓ કરે છે. જેમાં પાકિસ્તાન મુખ્ય મથક સમાન દેશ છે.આજે બનેલી મહત્વની ઘટનામાં ભારતનો એક પાડોશી દેશ જ્યાં ડેમોક્રેટિક સરકાર ચાલતી હતી અને સત્તા પર રાષ્ટ્રપતિ હતા એવી આખી સરકારને ઉથલાવીને એક આતંકવાદી સંગઠને આખા દેશનું શાસન પોતાના હાથમાં લઈ લીધું હતું. વાત છે આખા અફઘાનિસ્તાન ઉપર પોતાનો કબજો જમાઈ લેનાર તાલિબાનની. 

1. શું તાલિબાન એક આતંકવાદી સંગઠન છે? 

2. તાલિબાન ક્યાંથી ઊભું થયું?

3. અમેરિકાનો શું રોલ હતો?

4. ભારતની સુરક્ષા ઉપર શું અસર થઈ શકે છે?

શું તાલિબાન એક આતંકવાદી સંગઠન છે?
જવાબ છે હા અને ના બંને! 

તાલિબાન પોતાની જાતને એક પોલિટિકલ ગ્રુપ ગણાવે છે. આ એક મિલીટરી ઓર્ગેનાઇઝેશન છે જેમણે 1996 થી 2001 સુધી 5 વર્ષ માટે અફઘાનિસ્તાન ઉપર શાસન કર્યું હતું. અત્યારે એમનું સંખ્યાબળ લગભગ 2 લાખ સૈનિકો જેને એ લોકો મુજાહિદ કહે છે. 

એમની વિચારધારા જો કે આતંકવાદી સંગઠનો જેવી જ છે. એ લોકો કડક મુસ્લિમ કાયદા જેને શરીયા કહેવાય છે એના સખત અમલ કરાવવામાં માને છે. ફોર એક્ઝામ્પલ કોઈએ ચોરી કરી તો એના હાથ કાપી નાખવા, કોઈ મહિલાએ હિજાબ નથી પહેર્યો તો એને જાહેરમાં ચાબુક મારવી, ઇસ્લામ ધર્મને કોઈ છોડી દે તો એને પથ્થરો મારીને મારી નાખવો, છોકરીઓને ભણવાનો કે જોબ કરવાનો અધિકાર ન આપવો, એમણે બહાર જવું હોય તો કોઈ પુરુષ સાથે હોય તો જ જઈ શકે, આ બધા પ્રકારની ચરમપંથી વિચારધારાને એ લોકો સપોર્ટ કરે છે. ટૂંકમાં માનવ અધિકારોનો કોઈ કન્સેપ્ટ ત્યાં લાગુ પડતો નથી. 

તાલિબાને હાર્ડકોર ટેરરિસ્ટ ગ્રુપ અલ કાયદાને ખુલ્લો સપોર્ટ આપ્યો છે. એમણે ઓસામા બિન લાદેનને સિક્યોરીટી આપી હતી અને બીજા ઈસ્લામિક ફન્ડામેન્ટલ ગ્રુપ્સ છે જેમ કે લશ્કર એ તોઈબા, જઇ શે મહોમ્મદ એ બધાને પણ સપોર્ટ આપ્યો છે. 

america us president joe biden deployment of additional 1000 troops to afghanistan to fight with taliban

તાલિબાન આવ્યું કયાથી? 

પશ્તો ભાષામાં તાલિબાનનો અર્થ થાય છે વિદ્યાર્થીઓ.બેઝિકલી 1990નાં દશકમાં અફઘાનિસ્તાનમાં સોવિયટ યુનિયન અને અફઘાનિસ્તાન વચ્ચેના યુધ્ધ અને ત્યાંની સરકાર અને આંદોલનકારીઓ વચ્ચેના સીવીલ વોરથી બહુ જ પ્રોબ્લેમ્સ થઈ ગયા હતા. પાણી, ઇલેક્ટ્રિસિટી, ટેલિફોન્સ ઇન્ફ્રાસ્ટ્રકચર આ બધાની તંગી હતી. 

તાલિબાને 1996માં શરૂઆતમાં આવીને સારું કામ કર્યું. લોકો પણ ખુશ હતા. ધીમે ધીમે એમણે પોતાના અસલી રંગો દેખાડવા માંડ્યા. એમના આ બધા ગોરખધંધામાં એમને પાકિસ્તાનની આર્મી અને ISIનો ફૂલ સપોર્ટ મળતો હતો. 

હવે અમેરિકાનો શું રોલ હતો?

અમેરિકા શરૂઆતમાં તાલિબાનથી બહુ ખુશ હતું. કારણ કે એ લોકો 1980sના ટાઈમમાં અમેરિકાના દુશ્મન એટલે કે સોવિયત યુનિયન સામે લડતા હતા. એવા રિપોર્ટ્સ પણ છે કે અમેરિકાની CIA સંસ્થાએ જ તાલિબાનના મુજાહિદોને લડવાની ટ્રેનિંગ આપી હતી. 

2001માં 11 સપ્ટેમ્બરે તાલિબાનના સપોર્ટ હેઠળ કામ કરતી સંસ્થા અલ કાયદાએ ઓસામા બિન લાદેનની લીડરશીપમાં અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેંટર ઉપર હુમલો કર્યો જેમાં આશરે 3000 જેટલા અમેરિકન મૃત્યુ પામ્યા. પછી અમેરિકાનું મગજ ગયું. ત્યારે જ્યોર્જ બુશ રાષ્ટ્રપતિ હતા એમણે War Against Terror નામના એક કેમ્પેઇન હેઠળ અફઘાનિસ્તાન ઉપર હુમલો કર્યો અને ત્યાંની આર્મીએ તાલિબાન સરકારને પાડી નાખી. 

પછી ત્યાં અમેરિકન આર્મી રોકાઈ કે અમે જ્યાં સુધી તાલિબાન ખતમ નહીં થાય અને અમે અફઘાનિસ્તાનની આર્મીને ટ્રેન નહીં કરીએ તાલિબાન સામે લડવા માટે ત્યાં સુધી અહિયાં રહીશું. 

આવું કરતાં કરતાં અમેરિકન આર્મી અહિયાં 20 વર્ષ રોકાઈ. તાલિબાન છુપાઈ છુપાઈને અમેરિકાન આર્મી સામે હુમલા કરતાં રહ્યા અને અત્યાર સુધી અમેરિકાના 2300થી વધારે સૈનિકો શહિદ થઈ ગયા પણ તાલિબાનને એ લોકો ખતમ ના કરી શક્યા. 

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને જેવી જાહેરાત કરી કે અમે અમેરિકાનું સૈન્ય અફઘાનિસ્તાનથી પાછું ખેંચીએ છીએ અને હવે અફઘાનિસ્તાન પોતાનું ભવિષ્ય પોતે નક્કી કરશે અને ગણતરીના મહિનાઓમાં તાલિબાને ફરી એક વખત અફઘાનિસ્તાન પોતાના કબજે કરી લીધું. 

ખરાબ વાત એ છે કે અમેરિકાએ 20 વર્ષમાં અફઘાનિસ્તાનની આર્મીને તાલિબાન સામે ટ્રેન કરવામાં 88 અબજ ડોલર ખર્ચ્યા અને ફક્ત 1 મહિનામાં આ આર્મી તાલિબાનો સામે હારી ગઈ અને ત્યાંના રાષ્ટ્રપતિ અશરફ ઘાનીએ દેશ છોડીને ભાગી જવું પડ્યું. 

તાલિબાન શાસનની ભારત ઉપર શું અસર થઈ શકે? 

તાલિબાન અત્યારે એવું કહે છે કે એ લોકો ભારત સાથે સારા સંબંધો રાખવા માંગે છે પણ ભારતનું સૌથી મોટું ટેન્શન એના પાકિસ્તાન સાથેના સારા રિલેશનને કારણે છે. અને એકદમ સાચું ટેન્શન છે. તાલિબાનમાં સૌથી વધુ પશતુન કોમ્યુનિટીના લોકો છે. હવે પાકિસ્તાનમાં 15% પશતુન લોકો રહે છે. અફઘાનિસ્તાન અને પાકિસ્તાનની સરહદ ઉપર હિન્દુકુશના પર્વતો આવેલા છે અને અહીની ખીણમાં આતંકવાદીઓ એક દેશમાંથી બીજા દેશમાં આવ જા કરે છે.     

હવે જો પાકિસ્તાનની સાથે સાથે તાલિબાને પણ કાશ્મીરને ભારતથી અલગ કરવા માટે જે આતંકવાદી ગ્રુપ્સને સપોર્ટ કરવાનું સ્ટાર્ટ કરી દીધું તો ભારતના એક સાથે બે બે દુશ્મનો થઈ જશે અને બોર્ડરમાંથી આતંકવાદી ઘૂસણખોરીનું પ્રમાણ પણ વધી જશે એવું પોસિબલ છે.અધૂરામાં પૂરું ચીનના પોતાના તાલિબાન સાથે બહુ સારા સંબધો છે. 

બીજી વસ્તુ: ભારતે અફઘાનિસ્તાનના Zaranj-Delaram Road નો ઉપયોગ કરીને સેન્ટ્રલ એશિયા સાથે વેપાર કરવાનું પ્લાનિંગ કર્યું હતું. હવે તાલિબાનના શાસનમાં આ વેપાર કેટલો સલામત છે એ નક્કી કરવું અઘરું છે. 

તો ભવિષ્યમાં ભારત અને અફઘાનિસ્તાનના સંબંધો કેવા હશે એ માટે ભારતે અત્યારથી તૈયારી કરી લેવી પડશે.

સંકળાયેલા મુદ્દાઓ

Afghanistan Crisis Taliban Vtv Exclusive afghanistan અફઘાનિસ્તાન તાલિબાન Afghanistan crisis
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ