બ્રેકિંગ ન્યુઝ
Divyesh
Last Updated: 07:45 AM, 31 July 2020
એક ખાનગી ચેનલના અહેવાલ મુજબ લોગાર પ્રાંતની રાજધાની પુલ-એ-આલમ શહેરમાં બોમ્બ બ્લાસ્ટ થયો છે. અફઘાનિસ્તાનના ગૃહ મંત્રાલયના એક નિવેદનમાં જણાવામાં આવ્યું છે કે, આંતકવાદીઓએ પુલ-એ-આલમ શહરમાં એક કારમાં બોમ્બ વિસ્ફોટ કર્યો, જેમાં અંદાજે ઓછામાં ઓછા 8 લોકોના મૃત્યું થયા છે અને અન્ય 30 લોકો ઇજાગ્રસ્ત થયા છે.
ADVERTISEMENT
સુરક્ષા ચોકી પર તપાસ માટે રોકાયા હતા કાર સવાર
અફઘાન ગૃહ મંત્રાલયના પ્રવક્તા તારિક આરિયનના જણાવ્યાં અનુસાર હુમલામાં માર્યા ગયેલામાં સૌથી વધારે આમ નાગરિક હતા પ્રાંતિય પોલીસ પ્રવક્તાએ કહ્યું કે જીવ ગુમાવનારા કાર સવાર તે લોકો હતા, જેમણે સુરક્ષા ચોકી પર તપાસ માટે રોકાયા હતા. જ્યારે જે હોસ્પિટલમાં ઇજાગ્રસ્તોને લઇ જવાયા, ત્યાં હાજર પ્રત્યરદર્શીએ જણાવ્યું કે બોમ્બ હુમલામાં ઇજાગ્રસ્તોમાં કેટલાંક બાળકો પણ છે. તાલિબાને આ હુમલાની જવાબદારી લેવાનો ઇન્કાર કર્યો.
તાલિબાને યુદ્ધવિરામની કહી છે વાત
ઉલ્લેખનીય છે કે 28 જુલાઇના રોજ તાલિબાને કહ્યું હતું કે તેઓ ઇદ-અલ-અજહા જે મુસ્લિમોનો સૌથી મહત્વપૂર્ણ તહેવારમાંથી એક છે, આ દરમિયાન અફઘાનિસ્તાનમાં ત્રણ દિવસીય યુદ્ધવિરામનું પાલન કરશે. આ તહેવાર શુક્રવારથી શરૂ થશે અને 3 ઓગસ્ટના રોજ પુરો થશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
PM Modi US visit / PM મોદી વ્હાઇટ હાઉસ પહોંચ્યા, ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ઐતિહાસિક મુલાકાત
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.