બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / દુનિયામાં નંબર 1 ઓલરાઉન્ડરે સંન્યાસનું કર્યું એલાન, ચાહકોને લાગ્યો આઘાત, કરિયર શાનદાર
Last Updated: 06:30 PM, 12 November 2024
હાલમાં ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને દૂનિયાભરમાં ચર્ચા ચાલી રહી છે. આ વચ્ચે હવે ક્રિકેટ જગતમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. જી હાં એક દિગ્ગજ ક્રિકેટરે અચાનક નિવૃત્તીની જાહેરાત કરીને સૌ કોઈને ચોંકાવી દીધા છે. અફઘાનિસ્તાન ટીમના અનુભવી ઓલરાઉન્ડર મોહમ્મદ નબીએ ODI ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા છે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025 બાદ નબી અફઘાનિસ્તાન તરફથી રમતા જોવા નહીં મળે. તેની 16 વર્ષની કારકિર્દીમાં તેણે અફઘાનિસ્તાન ટીમને ઉંચાઈ પર લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
ADVERTISEMENT
.@MohammadNabi007 was awarded the Player of the Series for his heroic all-round performance of scoring 135 runs at 67.50 and taking 2 wickets with an E. Rate of <4.5. 🏆
— Afghanistan Cricket Board (@ACBofficials) November 11, 2024
A well-deserved recognition for his pivotal role throughout the series! 👏#AfghanAtalan | #AFGvBAN pic.twitter.com/Q8LixHgZhC
ADVERTISEMENT
અફઘાનિસ્તાનની ટીમ અપસેટ સર્જવામાં નિષ્ણાત માનવામાં આવે છે. તાજેતરમાં આ ટીમે બાંગ્લાદેશને શ્રેણીમાં 2-1થી ખરાબ રીતે હરાવ્યું હતું. આ શ્રેણીમાં નબીએ બેટ અને બોલથી પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. પ્રથમ વનડેમાં તેણે 84 રનની અણનમ ઇનિંગ રમી અને એક વિકેટ પણ લીધી. આ પછી ત્રીજી વનડે મેચમાં તેણે અણનમ 34 રન આપીને એક વિકેટ લીધી હતી. આ શ્રેણી બાદ તેણે વનડે ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. બાંગ્લાદેશ સામેની વનડે શ્રેણીમાં નબીને પ્લેયર ઓફ ધ સિરીઝ પસંદ કરવામાં આવ્યો હતો. એવોર્ડ પ્રાપ્ત કરતી વખતે તેણે કહ્યું, 'મેં ગત વર્લ્ડ કપ પછી નિવૃત્તિ લેવાનું મન બનાવી લીધું હતું, પરંતુ પછી અમે ચેમ્પિયન્સ ટ્રોફી માટે ક્વોલિફાય કર્યું. મને લાગ્યું કે હું આ ટુર્નામેન્ટમાં રમી શકીશ.
નબીએ વર્ષ 2009માં અફઘાનિસ્તાન ટીમ માટે ડેબ્યૂ કર્યું હતું. તેની 16 વર્ષની ODI કરિયરમાં તેણે 167 મેચ રમી છે જેમાં તેના નામે 3,600 રન છે અને બોલિંગમાં 172 વિકેટ છે. હાલમાં નબી વિશ્વનો ટોપ ઓલરાઉન્ડર છે. હવે ચેમ્પિયન્સ ટ્રોફી બાદ નબી ODI ક્રિકેટમાં રમતા જોવા નહીં મળે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Mans Junior Asia Cup / ભારતે જીત્યો જુનિયર એશિયા કપનો ખિતાબ, ફાઈનલ મેચમાં પાકિસ્તાનને હરાવી બન્યું ચેમ્પિયન
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.