બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / પહેલા જ દિવસે રૂપિયા ડબલ કરી દેશે આ IPO, પ્રાઇસ બેન્ડ છે 58, આ તારીખથી મળશે રોકાણનો મોકો
Last Updated: 01:09 PM, 6 August 2024
જો તમે કોઈ IPOમાં પૈસા લગાવવાનું વિચારી રહ્યા હોવ તો તમારા માટે સારા સમાચાર છે. આ અઠવાડિયે ઘણી કંપનીઓના IPO રોકાણ માટે ઓપન થઈ રહ્યા છે. એસ્થેટિક એન્જીનિયર્સનો IPO પણ આ અઠવાડિયે આવી રહ્યો છે, જેના ગ્રે માર્કેટમાં 100 ટકા પ્રીમિયન પર શેર છે. એસ્થેટિક એન્જીનિયર્સનો IPO 8 ઓગસ્ટથી 12 ઓગસ્ટ સુધી સબસ્ક્રિપ્શન માટે ખુલ્લો રહેશે. આ IPO 26.47 કરોડ રૂપિયાનો બૂક-બિલ્ટ ઇશ્યૂ છે. આમાં 45.64 લાખ શેરોના ફ્રેશ ઇશ્યૂ સામેલ છે, જેમાં વેચાણનો કોઈ પ્રસ્તાવ નથી.
ADVERTISEMENT
શું છે પ્રાઇસ બેન્ડ
એસ્થેટિક એન્જીનિયર્સ માટે IPO પ્રાઇસ બેન્ડ 55 અને 58 રૂપિયા પ્રતિ શેર વચ્ચે નક્કી કરવામાં આવ્યો છે. IPO માટે બૂકનું મેનેજમેન્ટ નારનોલિયા ફાઇનેન્શિયલ સર્વિસીસ લિમિટેડ કરી રહી છે, જયારે સ્કાઇલાઇન ફાઇનેન્શિયલ સર્વિસીસ પ્રાઈવેટ લિમિટેડ રજિસ્ટ્રાર તરીકે કામ કરી રહી છે. નિકુંજ સ્ટોક બ્રોકર્સ એસ્થેટિક એન્જીનિયર્સ IPO માટે બજાર નિર્માતા છે.
ADVERTISEMENT
કેટલું ચાલી રહ્યું છે ગ્રે માર્કેટ પ્રીમિયમ?
એસ્થેટિક એન્જીનિયર્સ આઇપીઓ ગ્રે માર્કેટમાં 58 રૂપિયા પ્રીમિયમ પર ઉપલબ્ધ છે. આનો અર્થ છે કે પ્રાઇસ બેન્ડ 58 રૂપિયા પ્રમાણે આની લિસ્ટિંગ 116 રૂપિયા પર થઈ શકે છે. એટલે કે રોકાણકારોને પહેલા જ દિવસે 100 ટકા ફાયદો થઈ શકે છે. જણાવી દઈએ કે આની સંભવિત લિસ્ટિંગ ડેટ 16 ઓગસ્ટ છે.
આ પણ વાંચો: OLA ઇલેક્ટ્રિક IPOના સબસ્ક્રિપ્શનનો આજે અંતિમ દિવસ, 9મીએ થઈ શકે છે લિસ્ટિંગ
કંપનીનો બિઝનેસ
એસ્થેટિક એન્જીનિયર્સ ડિઝાઇનિંગ, એન્જીનિયરીંગ, ઉત્પાદન અને રવેશ સિસ્ટમ્સ ઇન્સ્ટોલ કરવા માટે કામ કરે છે. કંપની બિલ્ડીંગની આગળ, એલ્યુમિનિયમના દરવાજા અને બારીઓ, રેલિંગ અને સીડી, ગ્લાસફાઈબર રિઇનફોર્સ્ડ કોંક્રીટ વગેરે સહિતની સર્વિસની વિશાળ શ્રેણી ઓફર કરે છે અને હોસ્પિટાલિટી, રેસિડેન્શિયલ, કોમર્શિયલ અને ઈન્ફ્રા પ્રોજેક્ટ્સ જેવા ઉદ્યોગોમાં વ્યાપક ગ્રાહક આધારને સેવાઓ પૂરી પાડે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Multibagger Stock / 12 રૂપિયાનો શેર 2500 ટકા ચડ્યો, એક્સપર્ટની ભવિષ્યવાણીથી હજુ પણ થશે અપરંપાર લાભ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.