બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Aerial view of Banas Bhumi Desa fields and villages inundated banaskantha rain

જળતાંડવ / બનાસ ભૂમિનો આકાશી નજારો : ડીસાના ખેતરો અને ગામ થયા જળમગ્ન, સૌથી વધુ નુકસાન ખેડૂતો અને પશુપાલનને

Mahadev Dave

Last Updated: 10:46 PM, 20 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બનાસકાંઠામાં બે દિવસ પહેલા પડેલા ધોધમાર વરસાદને કારણે પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે. જેમાં અનેક ગામડાઓ પૂરમાં ગરકાવ થયા હતા. જેને લીધે ખેડૂતો અને પશુપાલનને નુકસાન થયું છે.

  • બનાસકાંઠામાં ખેતરોમા ફરી વળ્યા પૂરના પાણી
  • ખેતરો અને ગામ થયાં જળમગ્ન
  • ખેતી પાકનું ધોવાણ થતા ખેડૂતોમાં ચિંતા

બનાસકાંઠામાં મેઘપ્રકોપને લઈને ડીસા તાલુકાના અનેક ગામડાઓ પૂરમાં ગરકાવ થયા છે.જેને કારણે સૌથી મોટું નુકશાન ખેડૂતો અને પશુપાલનને થયું છે. બનસાકાંઠામાં થયેલું જળતાંડવથી ખેતરો અને રસ્તા બધું પાણીમાં ગરકાવ થઈ ગયું છે જેના કારણે ખેતી પાકને મોટા પાયે નુકસાન થયું છે. વધુમાં દામા ગામના ખેતરોમાં પૂરના ફરી વળેલા પાણીના કારણે મગફળી અને બાજરી જેવા ચોમાસું પાકોનો સોથ વળી ગયો છે.એટલું જ નહીં જમીનનું ધોવાણ થવાના કારણે પણ ખેડૂતોને ખૂબ જ મોટું નુકસાન થયું છે. તો બીજી તરફ રોડ રસ્તાઓ તૂટવાના કારણે હજુ પણ કેટલાક ગામો સંપર્ક વિહોણા છે. ક્યાંક ખેડૂતોના ખેતરમાં ફીટ કરેલી ડ્રીપ ઇરીગેશન પણ પાણીમાં તણાઈ જતા ખેડૂતોને મોટી નુકસાની વેઠવી પડી છે. ત્યારે નુકસાનથી  થયેલ ખેડૂતો સરકાર પાસે સહાયની માગણી કરી રહ્યા છે.


 

અનેક ગામોનો કપાયો સંપર્ક

આવી સ્થિતિ વચ્ચે બનાસકાંઠાના થરાદનું નાગલા ગામ ફરી વાર વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયું છે. ગામની ડેરી અને પંચાયત કચેરીમાં વરસાદી પાણી ભરાતા બંધ કરવાની ફરજ પડી છે. આમ હાલ તો નાગલા ગામ સંપૂર્ણ રીતે ફરી વળી બેટમાં ફેરવાયું ગયેલું જોવા મળે છે. હાલ નાગલા ગામમાં ફરી વળેલા વરસાદના પાણીએ 2017ના પૂરની ત્રાસદીને ફરીવાર યાદ અપાવી દીધી છે. આ સ્થિતિમાં બનાસકાંઠાના સાંસદ પરબત પટેલ નાગલા ગામની મુલાકાતે પહોંચ્યા હતા. જો કે તેમને ગામ સુધી પહોંચવા માટે ટ્રેકટરનો સહારો લેવો પડ્યો હતો. તેમણે ગામલોકોને મળીને પાણીના નિકાલની સમસ્યા દૂર કરવાની ખાતરી આપી હતી. 

કોઈ અધિકારી કે તંત્ર ખેડૂતોની ભાળ લેવા ન પહોંચતા ખેડૂતોમાં રોષ 
 
બનાસકાંઠામાં વિનાશની ગ્રાઉન્ડ ઝીરો સ્થિતિ નિહાળવા VTV પુરગ્રસ્ત  વરણ ગામે પહોંચ્યું હતું. વરણ ગામના ખેતરોમાં 3 ફૂટ જેટલું પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. પાણીના કારણે ખેડૂતોના પાક સાફ થઈ જતાં ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી છે. ક્યાંક ખેતરો ધોવાઈ જતાં મોટા મોટા વહોળા પણ પડી ગયેલા જોવા મળી રહ્યા છે. પરંતુ હજુ સુધી કોઈ અધિકારી કે તંત્ર ખેડૂતોની ભાળ લેવા ન પહોંચતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Banaskantha rain ખેતરો અને ગામ પાણિમાં ડૂબ્યાં ડીસા બનાસ ભૂમિ બનાસકાંઠા rain in banaskantha
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ