WWE હોલ ઓફ ફેમથી એડલ્ટ સ્ટાર બનેલી મહિલાની ગંભીર આરોપોમાં ધરપકડ કરવામાં આવી છે.
WWEની સ્ટારની ધરપકડ
આતંકવાદની ધમકી આપવાના આરોપ
પોલીસે શરૂ કરી કાર્યવાહી
WWE હોલ ઓફ ફેમથી પોર્ન સ્ટાર બનેલી 49 વર્ષીય ટૈમી લિન એક વખત ફરી વિવાદોમાં છે. ટૈમી લિનની ધરપકડ કરવામાં આવી છે. આ વખતે તેના પર "આતંકવાદની ધમકી" આપવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. તેમને અમેરિકાના ન્યૂ જર્સીથી અરેસ્ટ કર્યા બાદ કસ્ટડીમાં લેવામાં આવી છે.
જણાવવામાં આવી રહ્યું છે કે ટૈમી લિનની ઘણા આરોપોમાં ધરપકડ કરવામાં આવી છે. "આતંકવાદની ધમકી" આપવાની સાથે પોલીસ અધિકારીને ચકમો આપવા, સરકારી આદેશોનું ઉલ્લંઘન, પ્રતિબંધિત રહેવા છતાં ગાડી ચલાવવા અને અવૈધ હથિયાર રાખવા જેવા આરોપો પણ લાગ્યા છે.
એડલ્ટ સ્ટરનો વિવાદો સાથે જૂનો સંબંધ
એક રિપોર્ટ અનુસાર ટૈમી લિન જેને WWE રિંગમાં સનિ નામથી પમ ઓળખવામાં આવતુ હતું. તેની ગયા અઠવાડિયે પોલીસે ધરપકડ કરી. જો ઉપરોક્ત આરોપ સાબિત થયા તો ટૈમીને 3-5 વર્ષની જેલ થઈ શકે છે. જોકે આ પહેલી વખત નથી જ્યારે ટૈમી લિનને જેલની હવા ખાવી પડી હોય.
તેનો વિવાદો સાથે જુનો સંબંધ છે. ફેબ્રુઆરી 2019માં ગેરકાયદેસર રીતે ડ્રાઈવિંગ કરવા માટે દોષિ જાહેર કરવામાં આવી હતી. ત્યાર બાદ અલગ અલગ કેસોમાં ઓછામાં ઓછી 6 વખત તેની ધરપકડ થઈ. તેમણે જેલની પાછળ પણ ઘણો સમય પસાર કર્યો. 2018માં તે લગભગ 8 મહિના માટે જેલમાં રહી.