આપણામાં ખાવાની ખોટી આદતો અને વ્યસનના કારણે દાંતોનો રંગ ખરાબ ખરાબ થઇ જાય છે જેના કારણે આપણને જાહેરમાં બોલતા કે હસતા પણ શરમ આવતી હોય છે. જેની પાછળ આપડે ડોક્ટરોની પણ સલાહ લેતા હોય છે. પણ શું તમને ખબર છે કે કેટલાક ઘરેલુ ઉપચારથી પણ આનું નિવારણ આવી શકે છે.
લીંબુમાં બ્લીચિંગ એજેંટ્સ થાય છે જે પીળા દાંતની સમસ્યામાં સારુ કામ કરે છે. તમે તમારા દાંતો પર ચમકાવવા માટે લીંબુના છાલની સત્વનો ઉપયોગ કરી શકો છો કે પછી થોડાક પાણીમાં લીંબુનો રસ મિક્સ કરીને કોગળા પણ કરી શકો છો. આ ઉપરાંત તમે મોટાભાગે જાહેરાતોમાં મોડલ્સને એવુ કહેતા સાંભળ્યુ હશે કે શુ તમરા ટૂથપેસ્ટમાં મીઠુ છે?
જેની પાછા એક કારણ છે. મીઠુ દાંતોને સાફ કરવામાં સહાયતા કરવાની સાથે જ તેને સફેદ પણ બનાવે છે. દાંતોના પીળાશને ઓછી કરવા માટે મીઠાને હલકા હાથે રોજ તમારા દાંત પર રગડો. દાંતોની સફેદીને વધારવાનુ એક પ્રભાવશાળી માધ્યમ છે બેકિંગ સોડા. આ તમારા દાંતોને ચમકાવવા ઉપરાંત તેમા જમા પ્લાકને પણ હટાવશે.
અડચી ચમચી બેકિંગ સોડાને ટૂથપેસ્ટમાં મિક્સ કરો અને અઠવાડિયામાં બે વાર તેનાથી દાંતને બ્રશ કરો. વિકલ્પના રૂપમાં તમે થોડાક ટીપા પાણીમાં અડધી ચમચી બેકિંગ સોડા નાખીને તમારી આંગળીઓથી દાંતો પર મંજન કરી શકો છો. કેટલા વિશેષજ્ઞોની સલાહ છે કે સફરજન પ્રાકૃતિક ઢંગથી દાંતોને સફેદ બનાવે છે. રોજ એક સફરજન ચાવો.
તેના એસિડિક ગુણ દાંતો પર ખૂબ જ શાનદાર કામ કરે છે. પીળા દાંતોની સમસ્યામાં તુલસીના પાનને વાટીને એક પેસ્ટ બનાવો અને તેનાથી તમારા દાંતો પર બ્રશ કરો. સંતરાની છાલમાં કેલ્શિયમ અને વિટામીન સી રહેલા છે જે મોઢાના બેક્ટેરિયા સામે લડે છે. આ સાથે જ દાંતોની પીળાશને પણ દૂર કરે છે.