બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / શરદી-ઉધરસથી બચવા અપનાવો આ ઘરેલુ ઉપાય, ભૂલથી પણ આ સંકેતોને ઇગ્નોર ન કરતા

હેલ્થ કેર / શરદી-ઉધરસથી બચવા અપનાવો આ ઘરેલુ ઉપાય, ભૂલથી પણ આ સંકેતોને ઇગ્નોર ન કરતા

Last Updated: 03:36 PM, 11 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શિયાળાની શરૂઆતની સાથે શરદી, ઉધરસનું પ્રમાણ પણ વધી જાય છે. જ્યારે આ સમસ્યા થવાની હોય ત્યારે શરીરમાં પહેલા કેટલાક સંકેત મળે છે. આ સંકેત મળે તો સાવચેત થઈ જવું.

ધીરે ધીરે ડિસેમ્બર મહિનામાં ઠંડી વધી રહી છે. તાપમાન ઘટવાની સાથે શરદી અને ઉધરસનું જોખમ પણ વધી જાય છે. જેમની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય તેમને વધુ અસર થાય છે. હવામાન બદલાતા જ તમને શરદી અને ઉધરસ થવા લાગે છે. જેથી આજે તમને શરદી ઉધરસના સંકેતો વિશે જણાવિશું જે તમારી બીમારીના પુરાવા હોય છે. સાથે તમને કેટલાક નિવારક પગલાં પણ જણાવીશું.

  • શરદી અને ઉધરસના શરૂઆતના સંકેતો

વારંવાર છીંક આવવી કે બંધ નાક - જો તમને વારંવાર છીંક આવે છે અથવા સવાર-સાંજ તમારું નાક બંધ થઈ જાય છે, તો એ સંકેત હોય છે કે તમે શરદી અને ઉધરસથી પીડાવ છો.

ડ્રાય થ્રોટ - ગળામાં શુષ્કતા અથવા ડિહાઇડ્રેશન એ પણ સંકેત હોય છે કે તમે શરદી અને ઉધરસનો શિકાર બનવાના છો.

થાક - જો તમે આ દરમિયાન ખૂબ જ થાક અનુભવો છો અથવા કામ કરવામાં મુશ્કેલી પડે છે તો તે પણ સંકેત હોય છે કે તમને શરદી થઈ શકે છે.

આંખોમાં પાણી - શિયાળામાં ઠંડો પવન ફૂંકાય છે, આ પવનના સંપર્કમાં આવવાથી આંખોમાં પાણી આવવા લાગે છે અથવા ખંજવાળની સમસ્યાનો સામનો કરી રહ્યા હોવ તો આ શરદી થવાના સંકેત છે.

શ્વાસ લેવામાં તકલીફ - કેટલાક લોકોને ઠંડા વાતાવરણમાં શ્વાસ લેવામાં તકલીફ થવા લાગે છે. જો તમને થોડી વાર ચાલ્યા અથવા સખત મહેનત કર્યા બાદ શ્વાસ લેવામાં તકલીફ થાય તો તમારે સાવચેત થઈ જવું.

PROMOTIONAL 9
  • આ ઉપાયોથી રહો સુરક્ષિત

કપડાં - આ ઋતુમાં શરદી, ઉધરસથી બચવા શરીરને ઢાંકીને રાખવું એ સૌથી મહત્વપૂર્ણ પગલું છે. તેના માટે ગરમ કપડાં પહેરવા. દરેક વ્યક્તિનું શરીર અલગ-અલગ હોય છે જેથી કેટલાક લોકોને ઠંડી ઓછી લાગે છે તો કેટલાકને વધુ ઠંડી લાગે છે. જેથી તમારી જરૂરિયાત મુજબ કપડાં પહેરો.

રોગપ્રતિકારક શક્તિ - દરેક ઋતુમાં મજબૂત ઇમ્યુનિટી હોવી જરૂરી છે. કેમ કે, ઇમ્યુનિટીથી જ શરદી, ઉધરસ અથવા વાયરલ ઇન્ફેક્શનથી બચી શકાય છે. આ માટે તમારી ડાયટમાં નારંગી, લીંબુ અથવા કીવીનો સમાવેશ કરો.

હાઇડ્રેશન- શરીરમાં પાણીની ઉણપથી પણ વાયરલ ઇન્ફેક્શનનું જોખમ વધી જાય છે. પાણીની ઉણપને દૂર કરવા તમારી ડાયટમાં હર્બલ ટી, ગરમ પાણી, સાદુ પાણી, સૂપ અને તાજા રસનો સમાવેશ કરો.

વધુ વાંચો : શિયાળામાં નહીં વધે તમારું બ્લડ પ્રેશર, પોટેશિયમથી ભરપૂર ચાર ફળને ડાયેટ લિસ્ટમાં ઉમેરો

હાઈજીન- બીમારીથી બચવા માટે સ્વચ્છતા પણ મહત્વપૂર્ણ છે. દિવસમાં ઓછામાં ઓછા 5 વખત સાબુથી હાથ ધોવો. જો તમે બહાર વધુ રહો છો તો સેનિટાઈઝરને સાથે રાખો અને ઘરની અંદર પણ સ્વચ્છતાનું ધ્યાન રાખો.

ઊંઘ - સારી ઇમ્યુનિટી માટે અને વાયરલ ઈન્ફેક્શનથી બચવા માટે પૂરતી ઊંઘ લેવી ખૂબ જરૂરી છે. બીમારીમાંથી રિકવરી માટે પણ ઊંઘ મહત્વપૂર્ણ હોય છે. દરરોજ 7 થી 8 કલાકની ઊંઘ લો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Cough Cold city Winter
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ