બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / શરદીની સિઝનમાં અપનાવો આ 5 સ્કીનકેર ટિપ્સ, ત્વચાને નહીં થાય નુકસાન

હેલ્થ ટિપ્સ / શરદીની સિઝનમાં અપનાવો આ 5 સ્કીનકેર ટિપ્સ, ત્વચાને નહીં થાય નુકસાન

Last Updated: 06:14 PM, 11 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શિયાળામાં આપણી ત્વચાની સુંદરતા જતી રહે છે. જેથી આ ઋતુમાં સ્કિન કેર કરવી ખૂબ જરૂરી બની જાય છે. આથી અમે તમને કેટલીક ઉપયોગી પ્રોડક્ટ વિશે માહિતી આપીશું.

શિયાળાની ઋતુની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે તેની અસર આપણી સ્કિન પર પણ પડે છે. સ્કિન ડ્રાય થઈ જાય છે અને ફાટવા પણ લાગે છે. જેથી ત્વચા તેની સુંદરતા ગુમાવી દે છે. આથી શિયાળામાં ઋતુમાં ત્વચાની દેખભાળ રાખવી ખૂબ જરૂરી બની જાય છે. એના માટે અમે તમને કેટલીક સ્કિન કેર ટિપ્સ અને પ્રોડક્ટ વિશે જણાવીશું.

  • આ રીતે કરો સ્કિનની સફાઈ

મેકઅપ દૂર કરતી વખતે અથવા તમારી ત્વચાને સાફ કરતી વખતે એવા ફોર્મ્યુલાને અપનાવો જેનાથી તમારી ત્વચા ડ્રાય થાય નહીં. O3 + પ્લંજ ગ્રીક યોગર્ટ ક્લિંજિંગ મિલ્કમાં ઓર્ગેનિક બેઝ હોય છે જે શુષ્કતા ઘટાડીને તમારી ત્વચાને સંપૂર્ણપણે સાફ કરે છે. આ સેન્સ ડીપ નરિસિંગ ફેસ ક્લીન્જિંગ ઓઇલમાં મેકાડેમિયા નટ ઓઇલ હોય છે, જે કુદરતી અશુદ્ધિઓને સાફ કરવામાં મદદ કરે છે.

  • સ્કિનક્રીમનો કરો ઉપયોગ
    બ્યુટી કંપની સનસ્ક્રીન લોશનમાં SPF 50 અને એલોવેરા, ગ્લિસરીન, નારિયેળ તેલ હોય છે જે તમારી ત્વચાને ડ્રાય નથી થવા દેતું. આ સનસ્ક્રીન સ્પેક્ટ્રમ SPF 50 PA+++ જેલ આધારિત ફોર્મ્યુલા હોય છે. તમે કોઈપણ ઋતુમાં આ સનસ્ક્રીનનો ઉપયોગ કરી શકો છો.
PROMOTIONAL 4
  • મુલાયમ ત્વચા માટે કરો આ કામ

ડ્રાયનેસથી બચવા માટે હળવા પદાર્થથી બનેલી ક્રીમને બદલે એવી ક્રીમનો ઉપયોગ કરો જે તમારી ત્વચાને મુલાયમ રાખો. બોડી શોપનું વિટામીન ઈ તમારી ત્વચાને મુલાયમ બનાવશે અને તમારી ત્વચાને 48 કલાક સુધી ડ્રાય નહીં થવા દે.

  • બોડીનો રાખો ખયાલ
    તમારી સ્કિનને તમે તમારી મરજી મુજબ બનાવી શકો છો, એના  માટે તમારે નારિસિંગ ક્રીમનો ઉપયોગ કરવો જોઈએ. આ ક્રીમ તમારી ત્વચાને નિખારવામાં મદદ કરશે અને ત્વચાને ડ્રાય પણ નહીં થવા દે. સાથે તે તમારા શરીરમાં પાણીની કમી નથી થવા દે.

વધુ વાંચો : ઠંડીમાં વારંવાર નાક થઈ જાય છે બંધ? આ ઘરેલું નુસખાઓથી મળશે આરામ

  • રાત્રે ત્વચાની કાળજી રાખો
    સૂતા પહેલા એવા પ્રોડક્ટનો ઉપયોગ કરો જે તમારી ત્વચાને મુલાયમ બનાવે. ક્લિનિક મોઇશ્ચર સર્જ ઓવરનાઇટ માસ્ક એ ઓઇલ ફ્રી માસ્ક હોય છે જે ત્વચાની ખોવાયેલી નમીને રિસ્ટોર કરે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Skin Care Dry Skin Winter
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ