બ્રેકિંગ ન્યુઝ
VTV / આરોગ્ય / Adopt these 10 remedies from today to avoid scorching heat amid heatwave forecast, you will get great relief from 'loo'
Megha
Last Updated: 12:22 PM, 3 March 2023
ADVERTISEMENT
Heatwave Advisory: આ વર્ષે ફેબ્રુઆરી મહીનામાં દેશના ઘણા વિસ્તારોમાં તાપમાનમાં વધારો જોવા મળ્યો છે. તાપમાનમાં વધારો જોઈને અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આવનારા દિવસોમાં જોરદાર ગરમી અનુભવાશે. ભારતીય હવામાન વિભાગે હીટવેવને લઈને એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વર્ષે ફેબ્રુઆરીમાં ગરમીએ છેલ્લા 122 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. ફેબ્રુઆરી મહિનામાં ઘણી વખત સામાન્ય ઠંડીનો અનુભવ થતો હતો. પરંતુ આ વખતે લોકોએ સમય પહેલા જ ગરમ કપડાંને અલવિદા કહી દીધું છે જે ચોંકાવનારી બાબત છે. જો ફેબ્રુઆરીમાં ઉનાળાની આ સ્થિતિ છે તો મે-જૂન મહિનાનો સમય કેટલો મુશ્કેલ રહશે તેનો અંદાજ લગાવી શકાય છે.
ADVERTISEMENT
હીટેવેવને લઈ સ્વાસ્થ્ય મંત્રાલયે પણ એડવાઈઝરી જાહેરી કરી છે. જેથી લોકો કાળઝાળ ગરમીથી પોતાને સુરક્ષિત રાખી શકે. મંત્રાલયે હીટવેવની અસરથી બચવા માટે કેટલીક મહત્વપૂર્ણ માહિતી શેર કરી છે જેના વિશે તમારે જાણકારી રાખવી જોઈએ જેથી તમે વધતા તાપમાનની અસરથી બચી શકો.
આ રીતે કરો 'હીટવેવ'થી પોતાનો બચાવ
1. ભીષણ ગરમી દરમિયાન વધુ પડતા પ્રોટીન યુક્ત ખોરાક ખાવાનું અને રાંધવાનું ટાળવું જોઈએ.
2. ગરમીમાં ખાસ કરીને બપોરે 12 થી 3 વાગ્યા વચ્ચે ઘરેથી બહાર જવાનું ટાળો.
3. ભલે તમને તરસ ન લાગી હો તો પણ પર્યાપ્ત માત્રામાં પાણી પીવાનું ભૂલશો નહીં.
4 ગરમીમાં ડિહાઈડ્રેશનથી બચવા માટે લીંબુ પાણી, દહી, લસ્સી, છાસ સાથે-સાથે ફળોના જ્યૂસ પ
5. તાજા ફળો જેમ કે કાકડી, તરબૂચ, લીંબુ, નારંગીનું સેવન કરો.
6. હળવા રંગના પાતળા અને ઢીલા સુતરાઉ કપડાં પહેરો.
7. બહાર ખુલ્લા પગે જવાનું ટાળો. બહાર જતી વખતે કે ખુલ્લા તડકામાં જતી વખતે છત્રી, ટોપી, ટુવાલ અથવા કોઈપણ વસ્તુથી તમારા માથાને ઢાંકવાનું રાખો.
8. હીટ સ્ટ્રેસના લક્ષણો પર વિશેષ ધ્યાન આપો, જેમ કે ચક્કર, બેભાન, ઉબકા કે ઉલટી, માથાનો દુખાવો, વધુ પડતી તરસ લાગવી, એકદમ પીળો પેશાબ, પેશાબ ઓછો થવો, શ્વાસ લેવાની ગતિ અને હ્રદયમાં ધબકારા વધવા.
9. બાળકો અને પાલતુ પ્રાણીઓને કારમાં એકલા છોડવાથી બચો, કારણ કે વાહનની અંદરનું તાપમાન વધી શકે છે જેનાથી ખતરનાક સ્થિતિ ઉત્પન્ન થવાની સંભાવના વધી શકે છે.
10. તડકામાં જતા પહેલા સનસ્ક્રીનનો ઉપયોગ કરવાનું રાખો અને નિયમિતપણે તેન લગાવતા રહો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મંત્રીમંડળ વિસ્તરણ / ગુજરાતના મંત્રીમંડળમાંથી 8થી વધુ મંત્રીઓના પત્તા કપાઇ શકે છે, સચિવાલયમાં ચર્ચા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
મંત્રીમંડળ વિસ્તરણ / ગુજરાતના મંત્રીમંડળમાંથી 8થી વધુ મંત્રીઓના પત્તા કપાઇ શકે છે, સચિવાલયમાં ચર્ચા
ADVERTISEMENT