બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Admirable performance of fire department on Diwali festival in Ahmedabad
Dinesh
Last Updated: 12:02 PM, 27 October 2022
ADVERTISEMENT
સમગ્ર દેશમાં દિવાળીના તહેવારમાં લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે, સાથો સાથ દેશભરમાં આગના બનાવો પણ બનતા હોય છે અને દુર્ઘટના પણ સર્જાય છે. અમદાવાદ શહેરમાં દિવાળીના તેહવારમાં ફાયર વિભાગની પ્રશંસનીય કામગીરી સામે આવી છે. અમદાવાદ શહેરમાં ફાયર વિભાગને દિવાળીના તહેવાર પર આગની ઘટનના 177 કોલ મળ્યા હતા
ફાયર વિભાગની પ્રશંસનીય કામગીરી
જ્યારે પણ આગની દુર્ઘટના સર્જાય ત્યારે સૌ કોઈ એક બાબતે યાદ આવે અને છે ફાયર વિભાગ. તેઓ દિવાળીના તહેવાર પર રજા પર નહી જતા અને ક્યાં મોટી દુર્ઘટના ન સર્જાય અને કોઈની દિવાળી ન બગડે તેના માટે સતત પ્રયત્નશીલ રહેતા હોય છે. જેમને સૌ કોઈ નાગરિકોએ અભિનંદ પાઠવી તમની સરાહનીય કરવી જોઈએ. અમદાવાદ શહેરમાં ફાયર વિભાગને દિવાળીના તહેવાર પર 177 આગની ઘટનના કોલ મળ્યા હતા. જેમાં ફટાકડાના કારણે આગના બનાવના 93 જેટલા કોલ મળ્યા હતાં.
ADVERTISEMENT
ફાયર વિભાગને ત્રણ મેજર કોલ મળ્યા હતાં
દિવાળીના તહેવાર પર ફાયર વિભાગને કુલ 177 સ્થળો પરથી આગની ઘટનાના કોલ મળ્યા હતાં. જેમાં ફટાકડાના કારણે 93 જગ્યા પર આગનો બનાવ બન્યા હતા. જેમાં ફાયર વિભાગના કંટ્રોલ સેન્ટરને 3 મેજર કોલ પણ મળ્યા હતા. ફાયર વિભાગે મેજર કોલ આવ્યા હતા ત્યાં ગણતરીની કલાકોમાં આગ પર કાબુ મેળવ્યો હતો. મેજર કોલમાં ફાયર વિભાગની ટીમે પાંચ કલાકની મહેનતમાં આગ પર કાબુ મેળવ્યો હતો. અમદાવાદ શહેરના કાંકરીયા, સીટીએમ અને સારંગપુર ખાતેથી મેજર કોલ આવ્યા હતાં. ઉલ્લેખનીય છે કે, સૌથી વધુ આગની ઘટનાના કોલ દિવાળી અને નવા વર્ષના દિવસે ફાયર વિભાગના કંટ્રોલ સેન્ટરને મળ્યા હતા
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સાંસદ સેક્સ સ્કેન્ડલ / લેડી બોસના સેક્સી કારનામા, ઓફિસના મર્દો સાથે બાંધ્યાં સંબંધો, ઓરલ કરાવ્યું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સાંસદ સેક્સ સ્કેન્ડલ / લેડી બોસના સેક્સી કારનામા, ઓફિસના મર્દો સાથે બાંધ્યાં સંબંધો, ઓરલ કરાવ્યું
ADVERTISEMENT