બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / adipurush director om raut kiss to kriti sanon in balaji temple big controversy
Last Updated: 08:51 AM, 8 June 2023
ADVERTISEMENT
ફિલ્મ 'આદિપુરૂષ'ના ડાયરેક્ટર ઓમ રાઉતે કૃતિ સેનને તિરૂમાલા મંદિર પરિસરમાં Kiss કરવા પર વિવાદ ઉભો થયો છે. ઓમ રાઉતના બિહેવિયર પર સવાલ ઉઠાવવ્યા બાદ હવે કૃતિ સેનન પણ નિશાને આવી ગઈ છે. તેની આલોચના કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
મંદિરના પુજારીએ કરી નિંદા
ચિલકુર બાલાજી મંદિરના મુખ્ય પુજારીએ એક્ટ્રેસના બિહેવિયરની નિંદા કરી છે. તેમણે તેને અપમાનજનક જણાવ્યું છે. તેમણે જણાવ્યું- આ નિંદનીય વસ્તુ છે. અહીં મંદિરમાં પતિ-પત્ની એક સાથે નથી આવતા. તમે હોટલ રૂમમાં જઈને આ બધુ કરી શકો છો.
વર્તનથી રામાયણ અને સીતા માતાનું અપમાન
પુજારીએ જણાવ્યું, તમે પોતાના વર્તનથી રામાયણ અને સીતા માતાનું અપમાન કર્યું છે. ધ્યાન રાખવું જોઈએ કે આગળ કે આવું ન થાય. હકીકતે 'આદિપુરૂષ'ના એક્શન ટ્રેલર લોન્ચ પહેલા આખી ટીમ તિરૂમાલા મંદિરના દર્શન માટે પહોંચી હતી. જ્યાંથી નિકળતી વખતે કૃતિ દરેકને ગુડબાય કહી રહી હતી.
તે સમયે ઓમ રાઉત એક્ટ્રેસને ગળે મળે છે અને ગાલ પર કિસ કરતા ગુડબાય કહે છે. આ બધુ મંદિરના પરિસરમાં થાય છે. સોશિયલ મીડિયા પર ઓમ રાઉતનો કૃતિને કિસ કરવાનો વીડિયો જેવો સામે આવ્યો હોબાળો મચી ગયો છે.
રમેશ નાયડૂએ કરી નિંદા
આંધ્ર પ્રદેશના બીજેપી રાજ્ય સચિવ રમેશ નાયડૂએ તેની નિંદા કરી. તેમણે ટ્વીટ કરી લખ્યુ હતું- "શું પવિત્ર જગ્યા પર આવી હરકત કરવી જરૂરી છે? તિરૂમાલામાં ભગવાન વેંકટેશ્વર સ્વામી મંદિરના સામે Kiss કરવી અને ગળે મળવું... જેવી વસ્તુઓ અપમાનજનક છે. તેને સ્વીકારી લેવામાં ન આવે." ટ્વીટર કર્યા બાદ તેમણે તેને ડિલિટ કરી દીધુ હતું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
મનોરંજન / ‘ખોટું નથી બોલતી…’, Rj Mahvash એ ચહલ સાથે ડેટિંગની ચર્ચા વચ્ચે કરી જોરદાર પોસ્ટ
Ajit Jadeja
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.