બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / વિરાટ કોહલી પાસે એડિલેડમાં ઈતિહાસ રચવાની તક, લારા અને વિવિયન રિચર્ડ્સને પાછળ છોડી શકે
Last Updated: 03:08 PM, 5 December 2024
Virat Kohli: ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં ટીમ ઈન્ડિયાનું અત્યાર સુધીનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. ટીમ ઈન્ડિયાએ પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાને 295 રનથી હરાવ્યું હતું. હવે તમામની નજર એડિલેડમાં રમાનારી ડે-નાઈટ ટેસ્ટ પર છે. આ ટેસ્ટ મેચ આવતીકાલથી (6 ડિસેમ્બર)થી શરૂ થશે. ભારતને વર્ષ 2020માં અહીં ડે-નાઈટ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આવી સ્થિતિમાં હવે ટીમ ઈન્ડિયા આ મેચ જીતવાનો પ્રયાસ કરશે. આ સાથે જ ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટર વિરાટ કોહલીને પણ ઈતિહાસ રચવાની તક મળશે.
ADVERTISEMENT
કોહલી પાસે ઈતિહાસ રચવાની તક
વિરાટ કોહલી એકમાત્ર એવો ભારતીય બેટર છે જેણે ડે-નાઈટ ટેસ્ટ મેચમાં સદી ફટકારી હોય. તેણે 2019માં બાંગ્લાદેશ સામે આ સિદ્ધિ મેળવી હતી. હવે તેની પાસે ડે-નાઈટ ટેસ્ટ મેચમાં વધુ એક શાનદાર સદી ફટકારવાની સુવર્ણ તક છે. તેણે પર્થ ટેસ્ટ મેચમાં પણ સદી ફટકારી હતી. આવી સ્થિતિમાં તે હવે શાનદાર ફોર્મમાં છે. જો વિરાટ કોહલી એડિલેડ ટેસ્ટ મેચમાં સદી ફટકારવામાં સફળ થાય છે, તો તે વિવિયન રિચર્ડ્સ અને બ્રાયન લારા જેવા દિગ્ગજોને પાછળ છોડી દેશે.
ADVERTISEMENT
કોહલીએ આ મેદાન પર 509 ટેસ્ટ રન બનાવ્યા
નોંધનીય છે કે, એડિલેડ ઓવલમાં સૌથી વધુ ટેસ્ટ રન બનાવવાનો રેકોર્ડ વેસ્ટ ઈન્ડિઝના મહાન બેટર બ્રાયન લારાના નામે છે. તેણે આ મેદાન પર 610 રન બનાવ્યા છે. આ યાદીમાં તેમના પછી સર વિવિયન રિચર્ડ્સ છે. તેણે આ મેદાન પર ટેસ્ટમાં 552 રન બનાવ્યા છે. વિરાટ કોહલીએ આ મેદાન પર 509 ટેસ્ટ રન બનાવ્યા છે. આવી સ્થિતિમાં જો વિરાટ એડિલેડમાં 101 રન બનાવશે તો તે આ દિગ્ગજોને પાછળ છોડી દેશે.
એડિલેડમાં સૌથી વધુ રન બનાવનાર બેટર
વિરાટ આ સિદ્ધિ મેળવનાર પ્રથમ ભારતીય બની શકે
વિરાટ કોહલી પિંક બોલ ટેસ્ટમાં 300 રન બનાવનાર પ્રથમ ભારતીય બેટર બનવાની ખૂબ નજીક છે. જો તે એડિલેડમાં આ 23 રન બનાવશે તો તે આ સિદ્ધિ મેળવનાર પ્રથમ ભારતીય બની જશે.
પિંક બોલ ટેસ્ટમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય બેટર (ડે-નાઈટ ટેસ્ટ)
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
એક વાત કઉં / બહુ ગરમ ચા પીવાની આદત છે? આ રોગ થઇ શકે છે
ADVERTISEMENT