Monday, June 17, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

આદર્શ કૌભાંડ મામલો નાણા ડૂબી જવાની ભીતિથી રોકાણકારોના બેંકમાં ધામા

આદર્શ કૌભાંડ મામલો  નાણા ડૂબી જવાની ભીતિથી રોકાણકારોના બેંકમાં ધામા
વડોદરામાં આદર્શ ક્રેડિટ સોસાયટીમાં રોકાણકારોનો ધસારો સામે આવ્યો. કૌભાંડ થવાના ભયના કારણે રોકાણકારો ઉમટ્યા હતા. રોકાણકારોએ કરેલા રોકાણના પૈસા પરત લેવા માટે દોડધામ મચાવી નાંખી હતી.



રોકાણકારોએ પોતે રોકેલા પૈસા પરત મળે એવી માગણી કરી છે. જેના પગલે આદર્શ ક્રેડિટ સોસાયટી અને રોકાણકારો વચ્ચે ચકમક ઝરતા રોકાણકારોએ હોબાળો મચાવ્યો હતો. પોતાના પૈસા ડૂબી જવાના ભયના કારણે રોકાણકારોમાં દોડધામ જોવા મળી.
  આપને જણાવી દઇએ કે આદર્શ ક્રેડિટ સોસાયટી કૌભાંડ મામલે વધુ કેટલાક ખુલાસાઓ થઈ રહ્યા છે. ત્યારે આદર્શ ક્રેડિટ સોસાયટી સામે CIDમાં હજુ સુધી કોઈ ફરિયાદ ન થતાં CID ક્રાઈમે લોકોને આદર્શ ક્રેડિટ સોસાયટી વિરુદ્ધ ફરિયાદ કરવા અપીલ કરી છે.

આદર્શ ક્રેડિટ દ્વારા સોફ્ટવેર ખરીદીમાં પણ કૌભાંડ આચરાયું હોવાનું સામે આવ્યું છે. જેમાં એક જ કંપનીને 5 વખત ઓર્ડર આપીને કરોડો રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. તો કાગળ પર જ કંપનીને દર્શાવીને કરોડોની લોન આપવામાં આવી હતી. રોકાણકારોના નાણા આવી કંપનીઓને લોન સ્વરૂપે આપી દીધા હતા. આ તમામ ખુલાસા SFIOની તપાસમાં થયા છે. 

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ