બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / ગોવાના બીચ પર આદર જૈન અને આલેખાએ કર્યા લગ્ન, ચુંબન કરી પ્રેમ કર્યો વ્યક્ત, જુઓ PHOTOS
Last Updated: 02:53 PM, 14 January 2025
Aadar Jain Marries Alekha Advani: બૉલીવુડ એક્ટ્રેસ કરીના અને કરિશ્મા કપૂરના ફૈબા રીમા જૈનના દીકરા આદર જૈને હાલમાં જ તેની ગર્લફ્રેન્ડ આલેખા સાથે લગ્ન કર્યા છે. આ કપલે ગોવામાં સમુદ્ર કિનારે કે ઇન્ટિમેટ વેડિંગનું આયોજન કર્યું હતું જેમાં માત્ર પરિવારે હાજરી આપી હતી. જો કે આખા પરિવારની હાજરીમાં કરીના કપૂર અને રણબીર કપૂર, આલિયા ભટ્ટ નજર આવ્યા નહોતા. હાલ તેમના લગ્નના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
ADVERTISEMENT
આલેખા સજી વ્હાઇટ વેડિંગ ગાઉનમાં
ADVERTISEMENT
આ લગ્નના ફોટામાં, આલેખાએ સફેદ રંગનો ઓફ શોલ્ડર ગાઉન પહેર્યો છે. આ ગાઉન સાથે પાતળો હાર, કાનમાં બુટ્ટીઓ અને માથા પર સ્કાર્ફ પહેર્યો છે. જ્યારે આદર જૈન સફેદ શર્ટ સાથે ગ્રે કોટ-પેન્ટમાં જોવા મળ્યો હતો.
ખ્રિસ્તી રિવાજથી કર્યા લગ્ન
આલેખા અડવાણી અને આદર જૈને ગોવાના દરિયા કિનારે ખ્રિસ્તી વિધિ મુજબ લગ્ન કર્યા. લગ્ન પછી બંનેએ એકબીજાને કિસ કરી. જેના ફોટા સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. આ ઘનિષ્ઠ લગ્નના ઘણા ફોટા વાયરલ થઈ રહ્યા છે જેમાં અલેખા અને આદર આખા પરિવાર સાથે એક જ ફ્રેમમાં પોઝ આપતા જોવા મળે છે.
વધુ વાંચો: ધૂમ 4માં ધૂમ મચાવશે રણબીર કપૂર, વિલેન બનશે કે હીરો? આ સમયે શરૂ થશે શૂટિંગ?
સમાયરાએ ખેંચ્યું ધ્યાન
આ લગ્નમાં, જ્યાં અલેખા અને આદરના ફોટા વાયરલ થઈ રહ્યા છે, ત્યાં કરિશ્મા કપૂરની લાડલી પુત્રી સમાયરાનો લુક પણ ખૂબ ચર્ચામાં છે. આ પ્રસંગે સમાયરા સફેદ રંગનો સ્ટ્રેપી ગાઉન પહેરેલી જોવા મળી હતી. ચહેરા પરની માસૂમિયત અને હળવી સ્મિત લોકોને આકર્ષિત કરતી હતી. કરિશ્માની 19 વર્ષની દીકરી સમાયરા એટલી સુંદર અને સ્ટાઇલિશ લાગે છે કે તેને જોતા જ લોકોના દિલ ઝડપથી ધડકવા લાગે છે. તમને જણાવી દઈએ કે, આદર અને અલેખાની સગાઈ ગયા વર્ષે સપ્ટેમ્બર 2024માં થઈ હતી. આદર પહેલા તારા સુતારિયાને ડેટ કરી રહ્યો હતો. પરંતુ બાદમાં બંનેનું બ્રેકઅપ થઈ ગયું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.