કંપનીઓ અને ઈન્વેસ્ટર્સ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. અદાણી ગ્રુપ ઓફ કંપનીઝ પર ચાલી રહેલી સેબીની તપાસના કારણે હવે અદાણીને નુકસાન જાય તેવી સંભાવના છે.
અદાણી વિલમર 4,500 કરોડ રૂપિયાના આઇપીઓ લાવવાની હતી
અદાણી આ પગલાંથી નહીં શરૂ કરી શકે IPO
આ માર્કેટમાં લિસ્ટિંગ પામનરી આ સાતમી કંપની હશે.
કંપનીઓ અને ઈન્વેસ્ટર્સ આઇપીઓ ભરવા અને રોકાણ કરવા માટે છેલ્લા ઘણા સમયથી ખૂબ ઉત્સાહ બતાવી રહ્યા છે. મોટી અને સારી કંપનીઓના આઇપીઓ લેવા માટે મોટી મોટી કંપનીઓ જાણે રીતસર લાઇનમાં ઊભી રહે છે. ત્યારે હવે સેબીએ ગુજરાતનાં અબજપતિ ગૌતમ અદાણીને મોટો ઝટકો આપ્યો છે. સેબીએ ગૌતમ અદાણીના નેતૃત્વમાં અદાણી ગ્રુપ ઓફ કંપનીઝની કંપની અદાણી વીલ્મરના આઇપીઓ પર નિયંત્રણ લગાવી દીધું છે.
લોકપ્રિય ખાદ્ય તેલની કંપની ફોર્ચ્યુન ઓઇલ અને ફૂડ આઈટમ બનાવતી કંપની અદાણી વિલમર 4,500 કરોડ રૂપિયાના આઇપીઓ લાવવાની હતી. પરંતુ અદાણી એન્ટરપ્રાઇઝ વિરુદ્ધ ચાલતી તપાસના પગલે આ આઇપ;ઇઑ પ્ર નિયંત્રણ લગાવી દેવામાં આવ્યું છે.
સેબીની પોલિસી
સેબીની પોલિસી અનુસાર જો કોઈ આઇપીઓ માટે કંપની આવેદન કરે તો તે કંપનીના કોઈ પણ ડિપાર્ટમેન્ટમાં તપાસ ચાલતી હોવી ન જોઈએ. જો તપાસ ચાલતી હશે તો તેના આઇપીઓ ને 90 દિવસ માટે મંજૂરી નથી આપવામાં આવતી. ત્યાર બાદ પણ આઇપીઓને 45 દિવબસ સુધી ટાળી શકાય છે.
1999 માં થઈ હતી સ્થાપના
અદાણી વીલ્મર કંપનીની સ્થાપના 1999 માં થઈ હતી. આ અદાણી ગ્રુપ અને સિંગાપોરની કંપની વીલ્મરનું સંયુક્ત સાહસ છે. કંપની ખાદ્ય તેલ ઉપરાંત બાસમતી ચોખા, લોટ, મેંદો, સૂજી, રવો અને દાળ વગેરે ચીજોના માર્કેટમાં સક્રીય છે. જો કંપની આઇપીઓની યોજનામાં સફળ જશે તો આ માર્કેટમાં લિસ્ટિંગ પામનરી આ સાતમી કંપની હશે. અદાણી ગ્રુપની કંપનીઓમાં અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશ્યલ ઈકોનોમિક જોન, અદાણી ટ્રાન્સમિશન, અદાણી પાવર, અદાણી ગેસ અને અદાણી ગ્રીન એનર્જી શામેલ છે.
ગૌતમ અદાણીની સમસ્યા ઓછી થવાનુ નામ નથી લઈ રહી. થોડાક સમય પહેલા સમાચાર હતા કે કેટલાક એફપીઆઈ અકાઉન્ટ ફ્રીજ કરવામાં આવ્યા છે. જેમણે અદાણીની કંપનીઓમાં મોટુ રોકાણ કર્યુ છે. તે સમાચાર બાદ અનેક દિવસો સુધી સતત ગૌતમ અદાણીની કંપનીઓના શેર ઘટતા જોવા મળી રહ્યા છે.
હજુ તેમની કંપનીના શેરની સ્થિતિ જરાક સારી થઈ જ હતી ત્યાં ઈડી તરફથી આ કંપનીઓની તપાસ કરવાના સમાચાર આવ્યા છે. સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે ઈડી નહીં પણ સેબી અને ડીઆરઆઈ આ કંપનીઓની તપાસ કરી રહી છે. આ સમાચાર બાદ ફરી અદાણીની કંપનીઓના શેરમાં ઘટાડાનો દોર જોવા મળી રહ્યો છે.