Team VTV04:59 PM, 08 Feb 23
| Updated: 05:02 PM, 08 Feb 23
અદાણી પોર્ટ્સને લઈને અદાણી ગ્રુપે મોટું એલાન કર્યું છે. કંપનીની ઈમેજ સુધારવા માટે કરોડોની લોનનું પ્રીપેમેન્ટ કરવાની ઘોષણા કરવામાં આવી છે.
અદાણી ગ્રુપે કર્યું મોટું એલાન
કરોડોની લોનનું પ્રીપેમેન્ટ કરવાની કરી ઘોષણા
અદાણી પોર્ટ્સનાં CEOએ લીધો મોટો નિર્ણય
અમેરિકી રિસર્ચ ફર્મ હિંડનબર્ગનાં નેગેટિવ રિપોર્ટનાં કારણે અદાણી સમૂહની ઈમેજને ઘણું નુક્સાન પહોંચ્યું છે ત્યારે કંપની પોતાની ઈમેજ સુધારવામાં લાગી ગઈ છે. વારંવાર અદાણી પર આવેલા ભારી બોજ વિષે પ્રહારો કરવામાં આવી રહ્યાં છે ત્યારે હવે કંપનીએ એક મોટો નિર્ણય કર્યો છે. આ સ્ટેપથી અદાણીનાં રોકાણકારોનો વિશ્વાસ વધારવામાં આવશે.
1.11 અરબ ડોલરની લોન્સનું પ્રીપેમેન્ટ
અદાણી પર થઈ રહેલાં અનેક પ્રશ્નો અને ઈમેજને સુધારવા માટે ગૌતમ અદાણીએ એક મોટો સ્ટેપ લીધો હોય તેવું લાગી રહ્યું છે. સોમવારે કંપનીએ પોતાના ગિરવી રાખએલા શેરોને છોડાવવા માટે 1.11 અરબ ડોલરની લોન્સનું પ્રીપેમેન્ટ કરવાની ઘોષણા કરી છે. હવે ગૌતમ અદાણીએ અદાણી પોર્ટ્સને લઈને મોટું એલાન કર્યું છે.
અદાણી પોર્ટ્સની કમાન હવે દીકરાનાં હાથમાં
અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશન ઈકોનોમિક ઝોનનાં CEO કરણ અદાણીએ એક રિર્કોડેડ વીડિયો મેસેજની મદદથી જણાવ્યું કે અમે માર્ચ 2024 સુધી આશરે 5000 કરોડની લોનનું પેમેન્ટ કરવા જઈ રહ્યાં છીએ. તેમણે કહ્યું કે અમે પ્રીપેમેન્ટની યોજના તૈયાર કરી રહ્યાં છીએ. તેમણે આગળ કહ્યું કે અમે લોનનો બોજ ઘટાડવામાં લાગી ગયાં છે. લોનનાં પ્રીપેમેન્ટ સિવાય નાણાકીય વર્ષ 2023 દરમિયાન અદાણી પોર્ટ્સી કેપિટલ એક્સપેંડિચર અંતર્ગત 4000-5000 કરોડ રૂપિયાનાં રોકાણની યોજના બનાવી રહ્યું છે.
અદાણીનાં શેરોમાં તેજી જોવા મળી
કરણ અદાણીએ એવા સમયે આ ઘોષણા કરી છે જ્યારે હિંડનબર્ગનાં રિપોર્ટનાં કારણે અદાણીને મોટું આર્થિક નુક્સાન ભોગવવું પડી રહ્યું છે. રિપોર્ટનાં કારણે કંપનીને 20 હજાર કરોડ રૂપિયાનાં પોતાના એફ.પી.ઓ પણ પાછા ખેંચવા પડ્યાં હતાં. જો કે સોમવારે અદાણીનાં શેરોમાં તેજી જોવા મળી હતી.