દરેક વ્યક્તિનું એક સપનું હોય કે તે પોતાના માટે અને પોતાના પરિવાર માટે એક ગાડી લઇ શકે. પણ પેટ્રોલના વધતા જતા ભાવમાં શહેરમાં ગાડી ફેરવવી ક્યાંથી પોસાય? હવે આ ચિંતાનો ઉકેલ છે તે છે CNG કીટ ફીટ કરાયેલી ગાડી. એવામાં પણ અદાણી ગેસ એક એવી ફાયદા કારક ઓફર લઇને આવ્યું છે કે હવે ચિંતા મુક્ત થઇને CNG ગાડી ફેરવી શકાશે. અદાણી ગેસ હવે જો તમે કારમાં CNG ગેસ કીટ ફીટ કરાવી હશે તો રૂપિયા ૭૫૦૦ સુધીનો ગેસ તમને મફત આપશે!
કેવી રીતે CNG કીટ કામ કરે છે?
તમે જાણો છો કે ગાડીમાં બળતણ તરીકે એન્જિનના સીલીન્ડરમાં પેટ્રોલ અથવા ડિઝલને ૪ સ્ટ્રોક સાયકલમાં સળગાવવામાં આવે છે. આમ કરવાથી પેદા થતી ઉર્જા ગાડીના વ્હીલ સુધી પહોંચાડવામાં આવે છે અને પરિણામે ગાડી દોડી શકે છે.
CNG કીટ ફીટ કરવાથી સીલીન્ડરમાં પેટ્રોલની જગ્યા એ CNG એટલે કે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ એટલે કે ભારે દબાણ હેઠળ રાખવામાં આવેલ કુદરતી વાયુને એક્સ્ટરનલ પાઈપ વડે દાખલ કરાવીને સળગાવવામાં આવે છે. નોંધનીય છે કે આ CNG ગેસની એફીશ્ય્ન્સી પેટ્રોલ અને ડિઝલ કરતા વધારે સારી હોય છે.
પ્રતિકાત્મક તસ્વીર
CNG કીટનો આર્થિક લાભ
હવે આ CNG કીટ જો તમારી પાસે પહેલેથી જ છે તો શ્રેષ્ઠ પણ જો તમે CNG કીટ લેવાનું વિચારો છો તો તમે આના ફાયદાનું ગણિત સમજી લો.
પેટ્રોલનું ગણિત
અત્યારે અમદાવાદમાં પેટ્રોલની કિંમત છે ૬૭ રૂપિયા પ્રતિ લીટર. ધ્યાન રાખો કે કોરોના વાયરસ મહામારીને કારણે વૈશ્વિક ભાવો ઘટ્યા છે. નિષ્ણાતોનું માનવું છે કે આ ભાવો ફરી પહેલા જેટલા થઇ જાય તેવી શક્યતા ભવિષ્યમાં રહેલી છે જ.
હવે તમારી ગાડી ૧ લીટર પેટ્રોલમાં શહેરમાં ફેરવો તો ૧૨ થી ૧૫ ની એવરેજ આપે. જો પેટ્રોલમાં ન્યુનતમ ૧૨ની એવરેજ પકડો તો તમને પ્રતિ કિમી ૫.૫ રૂપિયાનો ખર્ચ થાય અને અધિકતમ ૧૫ની એવરેજ લઇને ચાલો તો તમને પ્રતિ કિમી ૪.૪ રૂપિયાનો ખર્ચ થાય. બંનેની સરેરાશ પકડો તો એક કિમીના આશરે ૫ રૂપિયાનો ખર્ચ થાય.
CNGનું ગણિત
હવે CNGની વાત કરીએ. અત્યારે અમદાવાદમાં CNG ગેસનો ભાવ પ્રતિ કિલોગ્રામ ૫૫ રૂપિયા છે. સરેરાશ આંકડાઓ પ્રમાણે CNG ગાડી ૨૧ થી ૨૫ કિમી પ્રતિ લીટરની એવરેજ આપે છે. હવે જો CNGમાં ન્યુનતમ ૨૧ની એવરેજ પકડો તો તમને પ્રતિ કિમી ૨.૬ રૂપિયાનો ખર્ચ થાય અને અધિકતમ ૨૫ની એવરેજ લઇને ચાલો તો તમને પ્રતિ કિમી ૨.૨ રૂપિયાનો ખર્ચ થાય. બંનેની સરેરાશ ગણો તો આશરે ૨.૪ રૂપિયામાં એક કિમીની સવારી થાય! નોંધનીય છે કે આ એવરેજ આંકડા છે. તમારી ગાડીની કંડીશન પ્રમાણે આ આંકડાઓમાં થોડો ઘણો ફેરફાર હોઈ શકે છે.
હવે એ પણ નોંધવાલાયક છે કે અદાણી ગેસ આ ગેસકીટ ઉપર બીજા ૭૫૦૦ રૂપિયાનો મફત ગેસ આપે છે! એટલે આટલો આર્થિક લાભ વધુ!!!
CNG કીટના અન્ય ફાયદા
CNG કીટની કિંમત સરેરાશ ફીટીંગના ખર્ચ સહીત ૨૦૦૦૦ થી ૩૦૦૦૦ની વચ્ચે થાય છે. ઉપર જેમ બળતણનો આર્થિક લાભ ગણાવ્યો એ ફાયદો થોડા સમયમાં શરુ થઇ જાય જેમાં CNG ગેસ કીટનો ખર્ચ નીકળી જાય અને બચત શરુ થઇ જાય.
CNG એ એક ક્લીન ફ્યુઅલ છે. અર્થાત તેના વપરાશથી નહિવત માત્રામાં પોલ્યુશન થાય છે. આ ઉપરાંત તેના વપરાશથી ગાડીના એન્જિનને તુલનાત્મક રીતે ઓછો ઘસારો પહોંચે છે.
કારમાં CNG કીટ નાખ્યા પછી કારને જયારે જરૂર પડે ત્યારે પેટ્રોલ મોડમાં એક જ સ્વીચથી બદલી શકાય છે. અર્થાત ગાડી બે પ્રકારના બળતણથી ચાલી શકે છે.
પેટ્રોલની સરખામણીમાં ગાડીનો લુબ્રીકેશનનો ખર્ચ ઓછો આવે છે.
શું CNG કીટનો ઉપયોગ જોખમી છે?
જવાબ છે ના! CNG કીટ ફીટ કરીને તેમાં કેટલાક અગત્યના ભાગો જેવા કે પ્રેશર ગેજ, ક્લોસ લૂપ ફીટીંગ સીસ્ટમ, હાઈ પ્રેશર ટ્યુબ, ફયુલ ચેન્જ સ્વીચ વગેરે ભાગોનું વ્યવસ્થિત રીતે ઇન્સ્ટોલ થયા છે કે નહિ એટલે ધ્યાન રાખવાનું છે. CNG કીટના વાહનો એ RTO માન્ય એન્જિન વાળા વાહનો છે.
શું CNGના ગેસ સ્ટેશન રાજ્યમાં પ્રમાણમાં ઓછા છે?
આખા રાજ્યમાં અદાણીના ૯૪થી વધારે CNG રીફ્યુલીંગ સ્ટેશન્સ છે. એટલે CNG હોય એટલે કલાકો સુધી લાઈનોમાં ઉભા રહેવું પડે તેવા દિવસો હવે પુરા થઇ ગયા છે. નોંધનીય છે કે અદાણી ગેસ એ નેચરલ ગેસનું વિતરણ કરતી ભારતની સૌથી મોટી કંપની છે.
કેવી રીતે અદાણીની આ સ્કીમનો લાભ લેશો?
આ ઓફરનો લાભ લેવા તમારે સૌપ્રથમ તો તમારી ગાડીમાં CNG કીટ ફીટ કરાવવી પડશે અને ત્યાર બાદ ૮૩૦૬૩૦૧૨૩૪ નંબર ઉપર મિસ્ડ કોલ આપવાનો રહેશે.
માટે હવે ગાડી ફેરવવાથી અને બળતણની બચત કરવાથી તમને કોઈ રોકી નહિ શકે!