બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / Adani is included in the worlds top performing stocks Find out which shares have doubled their money
Arohi
Last Updated: 04:33 PM, 16 December 2022
ADVERTISEMENT
વર્ષ 2022 ગૌતમ અદાણી માટે કમાણીના મામલામાં શાનદાર રહ્યું છે. અદાણી દુનિયાના બીજા સૌથી અમીર શખ્સ બની ગયા હતા. ત્યાં જ આ વર્ષે અદાણી ગ્રુપના લગભગ દરેક સ્ટોકનું શાનદાર પરફોર્મન્સ રહ્યું છે.
બ્લૂમબર્ગ વર્લ્ડ ઈન્ડેક્સના રિપોર્ટ અનુસાર, બેસ્ટ પરફોર્મન્સના મામલામાં દુનિયાના ટોપ-5 સ્ટોકમાં અદાણી પાવરના શેર શામેલ છે. જણાવી દઈએ કે આ વર્ષે YTDમાં અદાણી પાવરના શેરોએ 200%થી વધારે રિટર્ન આપ્યું છે.
ADVERTISEMENT
101.30 રૂપિયાથી વધીને 315.90 રૂપિયા સુધી પહોંચ્યા શેર
અદાણી પાવરના શેરોની કિંમત આ વર્ષે પહેલા વ્યાપારી દિવસ એટલે કે 3 જાન્યુઆરી 2022ના માત્ર 101.30 રૂપિયા હતી. હાલમાં અદાણી પાવરના શેર 315.90 રૂપિયા પર છે.
ADVERTISEMENT
એટલે કે અત્યાર સુધી તેના લગભગ 212%ના મલ્ટીબેગર રિટર્ન આપવામાં આવ્યા છે. આ હિસાબથી જોઈએ તો અદાણી પાવરના શેરમાં પૈસા લગાવનારને માત્ર 12 મહિનાની અંદર જ રોકાણ ડબલથી વધારે થઈ ગયું.
ADVERTISEMENT
આ રહ્યા દુનિયાના સૌથી બેસ્ટ શેર
બ્લૂમબર્ગ વર્લ્ડ ઈન્ડેક્સ અનુસાર આ વર્ષે સૌથી વધારે રિટર્ન માઈનિંગ કંપની Adaro Minerals Indonesiaના શેરોનો રહ્યો છે. આ શેરે YTDમાં 1595%નું સારૂ રિટર્ન આપ્યું છે. ત્યાર બાદ બીજા નંબર પર Airline Stock ટર્કિશ એરલાઈન્સના શેર રહ્યા છે. તેણે આ વર્ષે અત્યાર સુધી 618%નું રિટર્ન આપ્યું છે.
ત્રીજા નંબર પર કેમિકલ કંપની Sasa Polyester Sanayi asના સેર છે. તેણે આ વર્ષે અત્યાર સુધી 332%નું રિટર્ન આપ્યું છે. ટર્કીનો જ વધુ એક શેર Turkiye is Bankasi C આ લિસ્ટમાં ચોથા સ્થાન પર છે. તેણે આ વર્ષે અત્યાર સુધી 263%નું રિટર્ન આપ્યું છે. ત્યાર બાદ 5માં સ્થાન પર અદાણી પાવરના શેર રહ્યા છે. આ શેરે આ વર્ષે અત્યાર સુધી 212%નું રિટર્ન આપ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.