બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / વધુ એક સિમેન્ટ કંપની ખરીદવાની તૈયારીમાં અદાણી ગૃપ, શેરના ભાવમાં મજબૂત ઉછાળો

બિઝનેસ / વધુ એક સિમેન્ટ કંપની ખરીદવાની તૈયારીમાં અદાણી ગૃપ, શેરના ભાવમાં મજબૂત ઉછાળો

Last Updated: 09:12 PM, 4 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અદાણી ગૃપ વધુ બે સિમેન્ટ કંપનીઓ ખરીદી શકે છે. જેમાં અંબુજા સિમેન્ટ અને નોર્થ ઈસ્ટમાં દબદબો ધરાવતી સ્ટાર સિમેન્ટ કંપનીને ખરીદવાના અહેવાલો સામે આવ્યા છે.

અદાણી ગ્રુપ વધુ એક સિમેન્ટ કંપનીને ખરીદવાની તૈયારી કરી રહ્યું છે. મીડિયા રિપોર્ટ અનુસાર આ ગૃપ અંબુજા સિમેન્ટ, સ્ટાર સિમેન્ટ ખરીદવા માટે વાતચીત કરી રહ્યુ છે. સ્ટાર સિમેન્ટ નોર્થ ઈસ્ટમાં માર્કેટ લીડર છે. અદાણી ગ્રૂપે આ ડીલનું આંકલન કરવા માટે કન્સલ્ટન્સી ફર્મ અર્ન્સ્ટ એન્ડ યંગની નિમણૂક કરી છે. આ બે કંપનીના શેર વેલ્યુની વાત કરવી હોય તો બુધવારે BSE પર સ્ટાર સિમેન્ટનો શેર 222.95 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે. તો અંબુજા સિમેન્ટનો શેર  563.40 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે.

  • નોર્થ ઈસ્ટના માર્કેટ પર કંપનીઓની નજર

આ ડીલ મામલે અંબુજા સિમેન્ટ અને સ્ટાર સિમેન્ટે કોઈ પ્રતિક્રિયા આપી નથી. અદાણી ગ્રૂપના એક અધિકારીએ જણાવ્યું હતું કે, "કંપની હંમેશા ઓપુર્ચ્યુનિટીઝ માટે ઓપ્શન્સનું મૂલ્યાંકન કરતી રહે છે." આ પગલું એવા સમયે આવ્યું છે જ્યારે મોટાભાગની મોટી સિમેન્ટ કંપનીઓ એક્સપેંશન માટે સંભવિત માર્કેટ તરીકે નોર્થ ઈસ્ટ તરફ નજર રાખી રહી છે. અલ્ટ્રાટેક આસામમાં 1.2 MTPA ગ્રીનફિલ્ડ ગ્રાઇન્ડીંગ યુનિટ બનાવી રહી છે. જેકે લક્ષ્મી સિમેન્ટ આસામમાં 1.5 MTPAનું સિમેન્ટ ગ્રાઇન્ડીંગ યુનિટ અને 1 MTPA ક્ષમતાનું ક્લિંકરાઇઝેશન યુનિટ પણ સ્થાપી રહી છે.

PROMOTIONAL 1
  • નોર્થ ઈસ્ટમાં સ્ટાર સિમેન્ટનો દબદબો

સ્ટાર સિમેન્ટ નોર્થ ઈસ્ટ રિજનમાં સૌથી વધુ માર્કેટ ધરાવે છે. કંપનીની કુલ ઈન્સ્ટોલ્ડ કેપેસિટી 7.7 MTPA (મિલિયન ટન પ્રતિ એનમ) છે. કંપની મેઘાલયમાં 1.67 MTPA ઈન્ટીગ્રેટેડ સિમેન્ટ પ્લાન્ટ અને 4 ગ્રાઇન્ડીંગ યુનિટ ધરાવે છે. સ્ટાર સિમેન્ટ 2030 સુધીમાં તેની કેપેસિટીને એક્સપેન્ડ કરવા માંગે છે. કંપનીમાં પ્રમોટર્સનો હિસ્સો 66.47 ટકા છે. સ્ટાર સિમેન્ટના પ્રમોટર્સ સજ્જન ભજનકા અને પ્રેમ કુમાર ભજનકા છે, જેઓ કંપનીમાં અનુક્રમે 11.85% અને 10.20% હિસ્સો ધરાવે છે. અદાણી ગ્રુપે છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણી સિમેન્ટ કંપનીઓ ખરીદી છે. અદાણી ગ્રૂપે 8100 કરોડમાં ઓરિએન્ટ સિમેન્ટ કંપની ખરીદી હતી અને પેન્ના સિમેન્ટની પણ ખરીદી કરી હતી.

વધુ વાંચો : પ્રથમ વાર કોઇ ગુજરાતી કરશે ગ્લોબલ ગ્રુપનું નેતૃત્વ, સોંપાઇ વિશ્વના સૌથી મોટા એન્ટરપ્રિન્યોરશિપ નેટવર્કની કમાન

આ ડીલના સમાચાર દરમિયાન સ્ટાર સિમેન્ટ લિમિટેડે બુધવારે એક્સચેન્જોને સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, કંપની સંભવિત એક્વિઝિશન માટે અદાણી ગ્રૂપ અથવા અન્ય કોઈ કંપની સાથે કોઈ વાતચીત નથી કરી રહી. સ્ટાર સિમેન્ટે આ પ્રકારના મીડિયા રિપોર્ટને અનુમાનો ગણાવ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Star Cement Ambuja Cement Adani Group
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ