બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:42 PM, 11 August 2024
અમેરિકન શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગ ફરી એકવાર ચર્ચાઓમાં આવી ગઈ છે. હિંડનબર્ગ રિસર્ચે દાવો કર્યો છે કે વ્હિસલબ્લોઅર દસ્તાવેજોથી જાણવા મળ્યું છે કે અદાણી મની સાઇફનિંગ કૌભાંડમાં ઉપયોગમાં લેવાયેલી અસ્પષ્ટ ઑફશોર સંસ્થાઓમાં સેબીના ચેરમેનનો હિસ્સો હતો.
ADVERTISEMENT
આ રિપોર્ટ બાદથી વિપક્ષ આ મુદ્દે સરકાર પર પ્રહારો કરી રહ્યો છે. દરમિયાન સેબીના અધ્યક્ષે હિંડનબર્ગના અહેવાલને ફગાવી દીધો છે અને હિંડનબર્ગ પર ગંભીર આરોપો લગાવ્યા છે. બીજી તરફ હવે અદાણી ગ્રુપે આ રિપોર્ટ પર પોતાની પહેલી પ્રતિક્રિયા આપી છે.
ADVERTISEMENT
અદાણી ગ્રુપે હિંડનબર્ગના આરોપોને ફગાવી દીધા છે. આ બાબતે પ્રતિક્રિયા આપતા અદાણી જૂથે જણાવ્યું હતું કે, "હિંડનબર્ગ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે તેમ સેબીના વડા માધાબી પુરી બુચ સાથે તેનો કોઈ કમર્શિયલ કનેક્શન નથી."
આ સાથે જ અદાણી ગ્રૂપે તેની સામેના આરોપોને પણ ફગાવી દીધા હતા અને કહ્યું હતું કે, "તે તેની કંપનીઓ પર લગાવવામાં આવેલા આરોપોને નકારી કાઢે છે અને ફરી કહે છે કે તેનું વિદેશી હોલ્ડિંગ માળખું સંપૂર્ણપણે પારદર્શક છે.'
આ તરફ માધબી બુચે પણ કહ્યું છે કે"અમે જણાવવા માંગીએ છીએ કે અમે અમારા પર લગાવવામાં આવેલા પાયાવિહોણા આરોપોનું ખંડન કરીએ છીએ. અમારું જીવન અને અમારા નાણાકીય હિસાબ એક ખુલ્લી કિતાબની જેમ છે અને છેલ્લા કેટલાક વર્ષોમાં અમે સેબીને બધી જ જરૂરી માહિતી આપી દીધી છે.'
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સાંસદ સેક્સ સ્કેન્ડલ / લેડી બોસના સેક્સી કારનામા, ઓફિસના મર્દો સાથે બાંધ્યાં સંબંધો, ઓરલ કરાવ્યું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સાંસદ સેક્સ સ્કેન્ડલ / લેડી બોસના સેક્સી કારનામા, ઓફિસના મર્દો સાથે બાંધ્યાં સંબંધો, ઓરલ કરાવ્યું
ADVERTISEMENT