Adani enterprises not to proceed with the FPO of shares worth Rs 20,000 Crore
કારોબાર જગતમાં હલચલ /
રોકાણકારોના હિતોનું રક્ષણ કરવું એ જ...: FPO રદ કર્યા બાદ સામે આવી ગૌતમ અદાણીની પ્રથમ પ્રતિક્રિયા, જુઓ VIDEO
Team VTV08:55 AM, 02 Feb 23
| Updated: 08:58 AM, 02 Feb 23
અદાણી ગ્રુપે તેના સંપૂર્ણપણે ભરાયેલા 20,000 કરોડના FPOને કેન્સલ કરીને રોકાણકારોને પૈસા પાછા આપવાનો એક મોટો નિર્ણય લીધો છે.
અદાણી ગ્રુપે અચાનક લીધો મોટો નિર્ણય
20 હજાર કરોડનો FPO કર્યો કેન્સલ
રોકાણકારોને પૈસા આપશે પાછા
FPO કેન્સલ કર્યા બાદ સામે આવી પ્રથમ પ્રતિક્રિયા
અદાણી ગ્રુપે તેનો FPO રદ કરવાનો નિર્ણય લીધો છે. મંગળવારે રાતે અદાણી ગ્રુપની બોર્ડ ઓફ મીટિંગની બેઠક યોજાઈ હતી અને તેમાં FPO રદ કરવાનો નિર્ણય લેવાયો હતો. અદાણી એન્ટરપ્રાઈસિસ લિમિટેડના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું છે કે બજારમાં વધ-ઘટને ધ્યાનમાં રાખીને કંપનીના બોર્ડે FPO રદ કરવાનો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે શેરબજારમાં હલચલ અને માર્કેટમાં વોલેટિલિટીને જોતા કંપનીનું લક્ષ્ય તેના રોકાણકારોના હિતોનું રક્ષણ કરવાનું છે. તેથી અમે એફપીઓ પાસેથી મળેલા નાણાં પરત રોકાણકારોને પાછા આપવા જઈ રહ્યા છીએ અને તેનાથી સંબંધિત વ્યવહાર સમાપ્ત કરીશું.
Board of Directors of the Company at its meeting held today decided in the interest of its subscribers, not to proceed with the FPO of equity shares aggregating up to Rs 20,000 Cr of face value Rs 1 each on partly paid-up basis, which was fully subscribed: Adani enterprises pic.twitter.com/08Wrknkk6k
FPO પરત ખેંચ્યા બાદ ગૌતમ અદાણીની પ્રથમ પ્રતિક્રિયા, જુઓ VIDEO
FPO શું છે?
FPOનું આખું નામ ફોલો ઓન પબ્લિક ઓફર છે. FPO દ્વારા કંપની બજારમાંથી પૈસા ભેગા કરે છે. શેરબજારમાં પહેલેથી જ લિસ્ટેડ આ કંપની રોકાણકારો માટે નવા શેર ઓફર કરે છે. આ સ્ટૉક્સ માર્કેટમાં હાજર સ્ટૉક્સથી અલગ છે.
બુધવારે પુરો ભરાયો હતો FPO
લોકો અદાણીના FPOમાં જોરદાર રોકાણ કરીને તેને પૂરો ભરી મૂક્યો હતો જેના એક દિવસ પછી તેને કેન્સલ કરી દેવાયો છે. અદાણીના આ પગલાંથી કારોબાર જગતમાં હલચલ મચી છે.
20,000 કરોડનો હતો FPO
અદાણી ગ્રૂપનો FPOનું ટોટલ કદ 20,000 કરોડનું હતું.
અદાણી એન્ટરપ્રાઈસિસના શેરમાં 35 ટકાનો ઘટાડો
બુધવારે ઈન્ટ્રાડે કારોબારમાં અદાણી એન્ટરપ્રાઈસિસના શેરમાં લગભગ 35 ટકાનો ઘટાડો નોંધાયો હતો. બુધવારે શરૂઆતી કારોબારમાં બીએસઈ પર અદાણી એન્ટરપ્રાઈઝનો શેર 3,030 રૂપિયા પર ખુલ્યો હતો. આ પછી ડે ટ્રેડિંગમાં આ શેર ઘટીને 1942 રૂપિયા પર આવી ગયો હતો. એટલે કે, તે દિવસના ઉચ્ચતમ સ્તરથી લગભગ 1008 રૂપિયા અથવા 35 ટકા ઘટ્યો હતો.