Adah Sharma of The Kerala Story Fame Ditches Hyundai Creta For Mercedes-Benz ML250
એક્ટ્રેસને ફળી ફિલ્મ /
VIDEO : 'ધ કેરળ સ્ટોરી' આટલી સફળ થઈ પછી અદા શર્મા ઝાલી રહે ખરી? જુઓ શું લઈને ઘેર એક્ટ્રેસ પહોંચી
Team VTV09:50 PM, 25 May 23
| Updated: 09:54 PM, 25 May 23
ધ કેરળ સ્ટોરી ફિલ્મની હેવી સફળતા બાદ તેની એક્ટ્રેસ અદા શર્મા પણ સામાન્યમાંથી અસમાન્ય બની ગઈ છે.
ધ કેરળ સ્ટોરીની સફળતા બાદ વૈભવી જીવન જીવન જીવવા લાગી એક્ટ્રેસ અદા શર્મા
ખરીદી લાખો રુપિયાની વૈભવી કાર
મર્સિડિઝ બેન્ઝ કાર લઈને ઘેર પહોંચી
કેરળ સ્ટોરી છેલ્લા કેટલાક અઠવાડિયાથી દેશભરમાં ચર્ચામાં છે અને તેની સાથે ઘણા વિવાદો પણ જોડાયેલા છે. આ ફિલ્મની મુખ્ય એક્ટ્રેસ અદા શર્માના અભિનયના ખૂબ વખાણ થયા છે. તેની એક્ટિંગ લાખો લોકોને પસંદ આવી છે. લોકોને ગમી હોવાથી અદા પણ આજકાલ ઉત્સાહમાં છે. ફિલ્મ પર આવા આરોપ લગાવવામાં આવી રહ્યા છે કે તે કોઈ ખાસ સમુદાયને નિશાન બનાવવા માટે બનાવવામાં આવી છે અને સમાજમાં નફરત ફેલાવી રહી છે. ઘણી જગ્યાએ આ ફિલ્મ પર પ્રતિબંધ પણ મૂકવામાં આવ્યો હતો.
ફિલ્મની સફળતા બાદ અદા શર્મા જીવવા લાગી વૈભવી જીવન
આ ફિલ્મની સફળતા પહેલા અદા શર્મા ખૂબ જ સામાન્ય જીવન જીવી રહી હતી અને તેના વિશે બહુ ઓછા લોકો જાણતા હતા, હવે ધીરે ધીરે તેનું જીવન લક્ઝરી બની ગયું છે. અદા શર્માના જીવનમાં કેટલાક મોટા બદલાવ આવ્યા છે જે આશ્ચર્યજનક છે.
અદા શર્માએ લક્ઝરી કાર મર્સિડીઝ બેન્ઝ ખરીદી
અદા શર્માએ એક નવી લક્ઝરી કાર ખરીદી છે જે મર્સિડીઝ બેન્ઝની છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ કારની કિંમત 56 લાખ રૂપિયા છે. એક યુટ્યુબ ચેનલ - કાર્સ ફોર યુએ પણ એક વીડિયો બહાર પાડ્યો છે જેમાં અભિનેત્રીની નવી કાર વિશે માહિતી આપવામાં આવી છે. અદા શર્મા એક ઇવેન્ટ દરમિયાન નવી લક્ઝરી કારમાં જોવા મળી છે. તે મર્સિડીઝ બેન્ઝ એમએલ 250 મોડેલનો ઉપયોગ કરી રહી હતી. અદા પહેલા ક્રેટા એસયુવીનો ઉપયોગ કરતી હતી, જે એક સામાન્ય એસયુવી છે, પરંતુ હવે તે સીધી વૈભવી કારમાં આવી ગઈ છે.
ઘણા રાજ્યોમાં ટેક્સ ફ્રી થઈ કેરળ સ્ટોરી
કેરળ સ્ટોરીને પણ ઘણા રાજ્યોમાં ટેક્સ ફ્રી કરવામાં આવી રહી છે.